GSTV

કોરોના સામે લડવા મોદી સરકારે ચીની બેંક પાસેથી લીધી કરોડો રૂપિયાની લોન, ચીનની સ્ટ્રેટેજીમાં ફસાઈ સરકાર

ચીનની એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેન્કમાંથી ભારત સરકારે ૯ હજાર ૧૯૦ કરોડ રૂપિયાની લોન લીધી છે. આ માહિતી રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાણા મંત્રી અનુરાગ ઠાકુરે સંસદમાં આપી હતી. ભારતે કુલ બે લોન મે અને જૂન દરમિયાન લીધી છે. એટલે કે ચીન સાથે વિવાદ ચાલુ છે એ દરમિયાન જ આ લોન લેવાઈ છે.

ભારત સરકારે ૯ હજાર ૧૯૦ કરોડ રૂપિયાની લોન લીધી

એઆઈઆઈબી કહેવા માટે તો વૈશ્વિક બેન્ક છે, પણ તેનું સંચાલન ચીનના હાથમાં છે. ૨૦૧૩માં ચીને જ પ્રસ્તાવ મુકી વિવિધ દેશોને ભેગા કરી આ બેન્ક સ્થાપી હતી. તેનું હેડક્વાર્ટર બિજીંગમાં છે અને ચીની સરકારનો તેના પર કાબુ છે. અનુરાગ ઠાકુરે આપેલી માહિતી પ્રમાણે કોરોના સામે લડવા વિવિધ સુવિધાઓ ઉભી કરવા અને મંદ પડેલા અર્થતંત્રને ફરી વેગવંતુ બનાવવા માટે બે તબક્કે લોન લેવાઈ છે.

ચીન સાથે વિવાદ ચાલુ છે એ દરમિયાન જ આ લોન લેવાઈ

ઉલ્લેખનીય છે કે રૂપિયા ૩૬૭૬ કરોડની લોન માટેનો પ્રથમ કરાર ૮મી મેના દિવસે, જ્યારે ૫ હજાર ૫૧૪ કરોડની બીજી લોનનો કરાર ૧૯મી જૂનના દિવસે કરવામાં આવ્યા હતા. આ લોન મંજૂર થયા પછી બેન્કે તેમાંથી અત્યાર સુધીમાં ૧૮૪૭ કરોડ જેટલી રકમ રિલિઝ પણ કરી દીધી છે.

READ ALSO

Related posts

જીએસટી વળતરના રૂપિયા મોદી સરકારે બીજે વાપરી દીધા, કોરોનાનું બહાનું કાઢતી સરકારની ખૂલી પોલ

Mansi Patel

દીપિકાનું ડ્રગ્સકાંડમાં નામ આવતા બોલિવૂડમાં ફફડાટ : 600 કરોડ રૂપિયા લાગ્યા દાવ પર

Bansari

ધોનીનો ગેમપ્લાન ફેલ : દિલ્હી બીજી મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે, CSK 44 રને હાર્યું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!