ઈઝરાયેલી હેરોન ડ્રોનના અપગ્રેડેટ વર્ઝનમાં નવા ફીચર્સ અને હથિયારોથી તે વધુ ઘાતક બન્યું છે. સમુદ્રમાં પણ આ ડ્રોન દુશ્મનો પર ભારે પડી શકે છે. ત્યારે આવો જાણીએ કેટલું ખતરનાક છે હેરોન માર્ક-ટુ ડ્રોન. ભારત ઘણા દાયકાઓથી ઈઝરાયેલી હથિયારોનો ઉપયોગ કરે છે. ત્યારે ભારતીય સેના હેરોન ડ્રોનથી પણ ઘણી સંતુષ્ટ જણાઈ રહી છે.
ઈઝરાયેલી મીડિયા મુજબ હેરોન માર્ક-ટુ ડ્રોન દુનિયાની સૌથી આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. એક રણનૈતિક અને ઘણા પ્રકારના મિશનને અંજામ આપવામાં આ ડ્રોન સક્ષમ છે. આ ડ્રોન પોતાની સાથે ઘણા પ્રકારના પેલોડ પણ લઈ જઈ શકે છે. હેરોનમાં રોટેક્સ 915 આઈએસ એન્જિન લાગેલું છે. જે તેને 10 હજાર મીટરની ઊંચાઈ પર લઈ જવામાં મદદ કરે છે. તેની મહત્તમ સ્પીડ 140 નોટ્સ પ્રતિ કલાક છે. આ ડ્રોન સતત 45 કલાક સુધી ઉડી શકે છે.

હેરોન માર્ક-ટુ ડ્રોન પહેલા બનાવાયેલા હેરોન યુએવીનું અપડેટેડ વર્ઝન છે. તેનો ઉપયોગ ઈઝરાયેલી એરફોર્સ સહિત દુનિયાના 20 સંગઠન કરે છે. ડ્રોનમાં હવે સેન્સરને મોટું કરવામાં આવ્યું છે તેમજ ડ્રોનમાં બીજા પણ ઘણા સુધારા કરવામાં આવ્યા છે.. જેથી આ ડ્રોન ખૂબ જ ખરતનાક બની ગયું છે.
તેના ભારત સરહદની પાર કર્યા વગર દુશ્મનોના ઠેકાણાઓને જાણકારી મેળવી શકે છે તેમજ હુમલા પણ કરી શકે છે.. હેરોન માર્ક-ટુ ડ્રોનમાં એક સર્વર લાગેલું છે જેનાથી તે પોતાની સાથે મોટી માત્રામાં ડેટા એકત્ર કરી શકે છે. હેરોનનો ટેક ઓફના સમયે મહત્તમ વઝન 1,350 કિલોગ્રામ છે. તેની ગતિ પહેલાના મુકાબલે ઘણી સારી છે. હેરોન માર્ક-ટુ ડ્રોન પહેલાની તુલનાએ ઘણું પહોળું અને મજબૂત સ્ટ્રકચર ધરાવે છે.

આ ડ્રોન હવે એટલું મજબૂત થયું છે કે સરળતાથી સબમરીનની જાસૂસી કરી શકનારા સોનોબઓય મોનિટરિંગ સિસ્ટમને પોતાની સાથે લઈ જઈ શકે છે. સાથે પાણીની અંદર પોતાના લક્ષ્યની પણ જાણકારી મેળવી શકે છે. આ ડ્રોન લાંબા અંતર સુધી સરળતાથી નજર રાખી શકે છે. ડ્રોનની સિસ્ટમને દૂર બેસીને સેટેલાઈટની મદદથી સ્ટાર્ટ અને બંધ કરી શકાય છે. ઈઝરાયેલી ડ્રોનનો ભારત ઉપરાંત કેનેડા, ચિલી, કોલંબિયા, ફ્રાન્સ, જર્મની, મેક્સિકો, સિંગાપુર અને દક્ષિણ કોરિયા ઉપયોગ કરી રહ્યા છે.
Read Also
- પરિણીતી ચોપરાના આ લુકે મચાવી ધમાલ…જુઓ તસવીરો
- શેરબજારમાં રોકાણ કરતા પહેલા જાણી લો આ 6 વાત, નહીંતર ભવિષ્યમાં થશે પસ્તાવો
- આ છે ક્રિકેટના ઇતિહાસના 5 એવા રેકોર્ડ જેવા વિશે તમે નહીં સાંભ્યું હોય, વર્ષોથી કોઇ પણ નથી કરી શક્યુ બરાબરી
- ચૂંટણી ઈફેક્ટ/ રાજ્ય સરકાર ચૂંટણી પહેલા માસ્ટર સ્ટ્રોક મારવાના મૂડમાં, ગરીબોને બખ્ખાં થઈ જશે
- એરપોર્ટ પર બ્લેક ટોપ પહેરીને કાતિલ લૂકમાં જોવા મળી મૌની રોય ….