GSTV
Home » News » આ શખ્સ પાસે છે દુનિયા ભરનાં શસ્ત્રોનો જખીરો, જાણો તેનાં “ડ્રેગન લેન્ડ વિશે!

આ શખ્સ પાસે છે દુનિયા ભરનાં શસ્ત્રોનો જખીરો, જાણો તેનાં “ડ્રેગન લેન્ડ વિશે!

આ 74 વર્ષીય વ્યક્તિનું નામ મેલ બર્નસ્ટેઇન છે. તેણે આખું જીવન શસ્ત્રો એકત્રિત કરવામાં વિતાવ્યું. તેની પાસે 200 થી વધુ મશીનગન, સેંકડો અન્ય બંદૂકો, 80 થી વધુ આર્મર્ડ કેરેજ( બખ્તરબંધ ગાડીઓ) અને અસંખ્ય ગ્રેનેડ લોન્ચર છે.

મૂળ ન્યુ યોર્કના બ્રોકોલિનમાં સ્થિત, બર્ન્સટિનને શસ્ત્રોનો એટલો શોખ છે કે તેના બેડરૂમની દિવાલો પર બંદૂકો જ બંદૂકો લટકાવેલી છે. સમગ્ર યુ.એસ. માં બર્ન્સટિન પાસે સૌથી વધુ સંખ્યામાં શસ્ત્રો છે. તેમની પાસેના હથિયારોની કિંમત અબજોમાં છે.

બર્નસ્ટેઇનના શસ્ત્રો પોતાનામાં વિશેષ છે. તેના સંગ્રહમાં પ્રથમ વિશ્વયુદ્ધ અને વિયેટનામ યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા શસ્ત્રોનો પણ સમાવેશ છે. આ ઉપરાંત, બીજા વિશ્વ યુદ્ધમાં વપરાયેલ બંકરનો પણ સમાવેશ બર્ન્સટિનના સંગ્રહમાં કરવામાં આવ્યો છે.

બર્નસ્ટીનને તેના પ્રિયજનો ‘ધ ડ્રેગન મેનના નામથી બોલાવે છે. તેને આ નામ 1970 ની આસપાસ મળ્યું હતુ. બર્ન્સટીને તેની હાર્લી ડેવિડસન બાઇકની પાછળ એક ડ્રેગન ઉમેર્યો હતો, જે તેના મોઢામાંથી નીકળે છે. તેના આ કારનામાથી તેમને આ નામ મળ્યું.

બર્ન્સટિનનુ ‘ડ્રેગન લેન્ડ’ કોલોરાડોની ઇ પાસો કાઉન્ટીમાં 260 એકરમાં ફેલાયેલું છે. આ ડ્રેગન લેન્ડમાં બનેલા લશ્કરી સંગ્રહાલયને જોવા માટે સેંકડો લોકો દરરોજ આવે છે. બર્ન્સટિન શસ્ત્રો પણ વેચે છે. વિશ્વમાં ભાગ્યે જ એવી કોઈ બંદૂક હશે જે બર્ન્સટિન પાસે ન હોય.

READ ALSO

Related posts

હોલીવુડ સ્ટાર બ્રાડ પીટને આવી ચંદ્રયાન-2ની યાદ, એસ્ટ્રોનોટને પૂછ્યું શું તમે વિક્રમ લેન્ડરને જોયું?

pratik shah

આંખો પર વિશ્વાસ નહી થાય, ‘થ્રી ઇડિયટ્સ’ના વાયરસની જેમ એક જ સમયે બંને હાથે લખવાની અનોખી પ્રતિભા ધરાવે છે આ ટેણકી

Bansari

આ ભાઈના માપનું હેલ્મેટ જ નથી, પોલીસ પણ મૂંઝવણમાં ચલણ કાપવું કે નહીં…?

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!