આ ચાઈનીસ ફ્રૂટનું ગુજરાતમાં નામ કરણ કરવામાં આવ્યું છે. પરંતુ આપણે વાત કરીશું આ ફ્રૂટના પોષણ મૂલ્ય પર, કારણ કે સ્વાદની ઓળખ મોંમાં થાય છે. નામમાં નહીં.
ડ્રેગન ફ્રૂટને સ્ટ્રોબેરૂ પીયરના નામે પણ ઓળખવામાં આવે છે. પોતાની પૌષ્ટિકતાને કારણે ગત થોડા વર્ષોમાં આ ફળ ઘણું લોકપ્રિય બન્યું છે. લાલ રંગનું મિઠાસથી ભરપૂર આ ફળ અંદરથી બીયા વગરનું હોય છે.

અમે તમને જણાવી રહ્યા છીએ ડ્રેગન ફ્રૂટ(કમલમ)ના સેવનના 6 લાભ વિશે
1 પોષક તત્વોનો ભંડાર છે
ડ્રેગન ફ્રૂટમાં કેલેરી ઓછી હોય છે. પરંતુ જરૂરી વિટામિન અને મિનરલ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં ડાયટ્રી ફાયબરની પણ પર્યાપ્ત માત્રા હોય છે. ડ્રેગન ફ્રૂટમાં પ્રોટીન, ફાયબર, આયરન, મેગ્નેશિયમ, વિટામીન-સી અને ઈનો ભરપૂર સ્ત્રોત છે. સાથે જ આ પોલીફેનોલ્સ, કેરોટેનાઈડ્સ અને બીટાસેનિન જેવા ફાયદાકારક છોડના સંયોગથી ભરપૂર હોય છે.
2 જૂની બિમારી સામે લડવામાં મદદ કરે છે
ફ્રી રેડિકલ્સ જે કોશિકાઓની ક્ષતિના કારણે બને છે. સાથે જ સોજો અને અન્ય બિમારીઓનું જોખમ વધી જાય છે. જેનો સામનો કરવાનો એક સારો ઉપાય છે ડ્રેગન ફ્રૂટ જેવા એન્ટિઓક્સિડેંટ યુક્ત ફૂડનું સેવન કરવું. એન્ટિઓક્સિડેન્ટ ફ્રી રેડિકલ્સને બેઅસર કરવાનું કામ કરે છે. જેમાંથી કોશિકાઓની ક્ષતિ અને સોજોથી બચાવ કરે છે.

3 વજનને નિયંત્રણ કરવામાં મદદ કરે છે
આહાર અને વિશેષજ્ઞોનું માનવું છે કે, મહિલાઓએ દરરોજ 25 ગ્રામ ફાઈબર અને પુરુષોએ 38 ગ્રામ ફાઈબરનું સેવન કરવું જોઈએ. જો કે, એન્ટિઓક્સિડેન્ટની જેમ, ફાઈબર સપ્લિમેંટના ફાઈબર રિચ ફૂડ્સ સમાન સ્વાસ્થ્યને લાભ નહીં થાય. ફાઈબર પાચનને તંદુરસ્ત રાખે છે. તે હ્રદય રોગ, ટાઈપ-ટુ ડાયાબિટીસને નિયંત્રણમાં કરવા અને સ્વસ્થ શરીરના વજનને બનાવી રાખવાની ભૂમિકા નિભાવે છે. બરાબર પાચન તમને કોલોન કેન્સરના જોખમને ઓછું કરી દે છે.
4 તમારી ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવે છે
બાહ્ય સંક્રમણોથી લડવા માટે તમારા શરીરની ક્ષમતા આહારની ગુણવત્તા સહિત અનેક વિભિન્ન કારણો દ્વારા નિર્ધારિત કરે છે. ડ્રેગન ફ્રૂટમાં હાજર વિટામીન-સી અને કેરોટિનાયડ તમારા ઈમ્યૂન સિસ્ટમને બૂસ્ક કરવામાં મદદ કરે છે. તે શ્વેત રક્ત કોશિકાઓને ક્ષતિથી બચાવી સંક્રમણને રોકવામાં મદદ કરે છે.

5 આયરનની કમી કરે છે દૂર
ડ્રેગન ફ્રૂટ એ તાજા ફળોમાંથી છે જેમાં આયરનની માત્રા વધુ હોય છે. આયરન તમારા શરીરમાં ઓક્સીજનના પરિવહનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે ભોજનને ઉર્જામાં પરિવર્તિત કરવાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.
જો તમે પણ આયરનની કમી સામે લડી રહ્યા હોય તો તમારા આહારમાં ડ્રેગન ફ્રૂટનો સમાવેશ કરો. તેની એક સ્વાઈસમાં આયરનની દૈનિક આવશ્યકતાનો લગભગ 8 % હોય છે. સાથે જ તેમાં વિટામીન-સી પણ હાજર છે. જે તમારા શરીરને આયરનથી સારી રીતે અવશોષિત કરવામાં મદદ કરે છે.

6 મેગ્નેશિયમના સ્ત્રોતથી ભરપૂર
માત્ર એક કપ ડ્રેગન ફ્રૂટમાં તમને RDIના 18 % સાથે, જે અન્ય ફ્રૂટની તુલનામાં વધુ મેગ્નેશિયમ પ્રદાન કરે છે. એટલે કે તમારા શરીરમાં 24 ગ્રામ અથવા લગભગ એક એંશ મેગ્નેશિયમ હોય છે. મેગ્નેશિયમની કમી હ્રદય સંબંધિત બિમારીઓ માટે જવાબદાર હોય શકે છે. જ્યારે મેગ્નેશિયમ યુક્ત આહાર તમારા હાડકાના સ્વાસ્થ્ય માટે લાભકારક છે.
READ ALSO
- રાજકોટ પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ, બાતમી આપ્યાની શંકાએ 2 ઈસમોએ આચર્યું હતું કૃત્ય
- વરવી વાસ્તવિકતા: મહિલા સુરક્ષાની વાતો પોકળ, 6 વર્ષના આંકડા જોઈ શરમથી ઝૂકી જશે માથું
- સ્વાસ્થ્ય/ આદુની છાલને ક્યારેય નકામી સમજીને ફેંકી ના દેતા, ફાયદા જાણી તમે પણ ચોંકી જશો
- વધતા આત્મહત્યાના કેસ સામે તંત્રનો નવતર પ્રયોગ, સાબરમતીના કિનારે લગાવ્યા અનોખા પોસ્ટર્સ
- રાજ્યમાં કોરોના 555 વિસ્કોટ: 24 કલાકમાં નોંધાયા 500થી વધુ નવા કેસ, કુલ 3212 એક્ટીવ કેસ