ડાયાબિટિસ બીમારીનો કોઈ કાયમી ઈલાજ નથી. જોકે કેટલાક પ્રાકૃતિક અને દેશી ઉપચારથી દર્દી તેના બલ્ડ સુગર લેવલ પર નિયંત્રણ મેળવી શકે છે. નોંધનીય છે કે આહારમાં યોગ્ય ફળ, શાકભાજી અને અન્ય જરૂરી વસ્તુઓને સામેલ ન કરવામાં આવે તો બ્લડ સુગર વધી અથવા ઘટી શકે છે. આ માટે અમે જે ફળના વિશે તમને જણાવવા જઈ રહ્યાં છે, તેનું સેવન કરવાથી કેટલીક હદ સુધી ફાયદો થઈ શકે છે.

ડ્રેગન ફ્રૂટ પર રિસર્ચ રિપોર્ટ
ડ્રેગન ફ્રૂટ – લાલ કે ગુલાબી રંગનું હોય છે ડાયાબિટિસના દર્દીઓ તેને પોતાના આહારમાં સામેલ કરી શકે છે. પ્રાણી આધારિત અભ્યાસ પ્રમાણે – ડ્રેગન ફ્રૂટ એન્ટી-ડાયાબિટિક ફેક્ટર પેદા કરી શકે છે. આ સ્થૂળતા ઘટાડવામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કેટલીક રિસર્ચમાં ગુલાબી ફ્રૂટને પ્રી-ડાયાબિટિસ અને ટાઈપ-2 ડાયાબિટિસ સામે અસરકારક જણાવવામાં આવી છે. ડ્રેગન ફ્રૂટમાં હાજર ફાઈબર શરીર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ફ્રૂટ એક ફાયદા અનેક
ડાયાબિટિસ થયા પછી હાર્ટ સંબંધિત બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. ડ્રેગન ફ્રૂટમાં ઓમેગા – 3 ફેટી એસિડ હાજર હોવાથી હૃદય સંબંધિત સમસ્યાઓ માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ડ્રેગન ફ્રૂટમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જેના કારણે તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થઈ શકે છે. શુષ્ક ત્વચા અને ખીલ પણ તેના સેવનથી દૂર થતી હોવાનો દાવો કરવામાં આવે છે.

ડાયટિશિયન અને ન્યુટ્રીશન એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે – ડ્રેગન ફ્રૂટમાં એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર માત્રામાં હોય છે. આ ફ્રૂટ તમારા શરીરના કોષોને ફ્રી રેડિકલ્સથી થતાં નુકસાનને બચાવવામાં મદદ કરે છે, જેને કેન્સર માટે જવાબદાર માનવામાં આવે છે અને સમયથી પહેલા વધતી ઉંમરની બીમારીઓ થઈ શકે છે.
Also Read
- Turkey Syria Earthquake: ગર્ભવતિ મહિલાએ બાળકીને આપ્યો જન્મ, પરંતુ કાટમાળમાં ફસાયેલી માતાએ તોડ્યો દમઃ હૃદયદ્રાવક બની ઘટના
- BIG NEWS: ઓરેવાના માલિક જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ, કોર્ટમાં ફરીથી કરાશે રજૂ
- જગતના તાત માટે આવ્યો સુવર્ણ અવસર / ડ્રોનથી થશે ખેતી, SBI ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે સસ્તી લોન આપશે
- RBIએ રેપોરેટ વધાર્યો / હોમ લોનના વ્યાજ છેલ્લા 9 મહિનામાં 2.5 ટકા વધ્યા, રેપો રેટ 6.25 ટકાથી વધીને 6.50 ટકા થયો
- ઈન્ટરનેશનલ ક્રિકેટ જગતના એવા પ્રખ્યાત ખેલાડી જેણે પોતાનો ધર્મ બદલ્યો, કોણ છે આ મહાનુભાવો ?