GSTV

નાપાક ડ્રેગનની ચાલ/ કપટી ચીને ભારતની સીમા તટે શરૂ કરી બુલેટ ટ્રેન, અરૂણાચલ પ્રદેશની બોર્ડર પર ભારતીય સૈનિકોની બાજ નજર

Last Updated on June 25, 2021 by pratik shah

ચીને ભારત સીમા પાસે તિબેટમાં પહેલી બુલેટ ટ્રેન સેવા શરૂ કરી દીધી છે. ચીને તિબેટના હિમાલયને અડીને આવેલા વિસ્તારમાં સંપૂર્ણ રીતે ઈલેક્ટ્રિસિટીથી ચાલતી બુલેટ ટ્રેનનો શુક્રવારે પ્રારંભ કર્યો છે. જે તિબેટની રાજધાની લ્હાસને અને નિયંગચી નામના વિસ્તારને જોડશે. નિયંગચી અરૂણાચલ બોર્ડર પાસે આવેલુ સ્થળ છે.

ચીનમાં સત્તાધારી કોમ્યુનિટ પાર્ટી ઓફ ચાઈનાના 100 વર્ષ 1 જુલાઈએ થશે પૂરા

ચીનમાં સત્તાધારી કોમ્યુનિટ પાર્ટી ઓફ ચાઈનાના 100 વર્ષ 1 જુલાઈએ પૂરા થવાના છે.તે પહેલા સુચિઆન અને તિબેટ વચ્ચેના રેલવાના 435 કિલોમીટરના ટ્રેકના એક હિસ્સાનુ ઉદઘાટન કરવામાં આવ્યુ છે.ચીનના મીડિયા રિપોર્ટ પ્રમાણે લહાસાથી નિયંગચી સુધીની ટ્રેન સેવાનો પ્રારંભ શુક્રવારે કરવામાં આવ્યો છે.

ચીન

તિબેટ સુધીની રેલવે સેવા શરૂ થયેલી

આ પહેલા કિંગહાઈથી તિબેટ સુધીની રેલવે સેવા શરૂ થયેલી છે અને હવે તિબેટને જોડતી બીજી રેલ સેવા ચીને શરૂ કરી દીધી છે.આ પહેલા સરકારે તિબેટની બીજી રેલવે સર્વિસ ઝડપથી શરૂ કરવા માટે નિર્દેશ આપ્યા હતા.હાલમાં તિબેટની રાજધાની લ્હાસાથી સિચુઆન પ્રાંતની રાજધાની ચેંગદૂ વચ્ચેની મુસાફરી 48 કલાકની છે પણ એક વખત બુલેટ ટ્રેન સેવા પૂર્ણ રીતે શરૂ થશે તે પછી આ મુસાફરી 13 કલાકની થઈ જશે.

ચીન અરૂણાચલ પ્રદેશને તિબેટનો જ હિસ્સો ગણાવે છે ત્યારે વ્યૂહાત્મક રીતે ચીન માટે અરૂણાચલ પ્રદેશને અડીને આવેલા સ્થળ સુધીની ટ્રેન સેવા મદદરૂપ બની શકે છે.ચીન સરહદ પર તનાવ સર્જાય તો આ ટ્રેન સેવાનો ઉપયોગ હેરફેર માટે પણ કરી શકશે.

READ ALSO

Related posts

મેઘો અનરાધાર: રાજ્યમાં સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, હજી ચાર દિવસ સાર્વત્રિક વરસાદ યથાવત

pratik shah

ચેતી જજો: રાજ્યમાં ખતરનાક કપ્પા વેરિએન્ટ અને ડેલ્ટા વેરિએન્ટનો પગ પેસારો, બને ત્યાં સુધી બિનજરૂરી બહાર જવાનું ટાળજો

pratik shah

આતંક/ તાલિબાની આતંકવાદીઓની લોહિયાળ રમત, ગજની જિલ્લામાં 43 લોકોની ગોળી મારી કરી હત્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!