GSTV

ડ્રેગન/ કપટી ચીનની શાંતિ વાર્તાની વચ્ચે ઘૂસણખોરીની તૈયારી, અરૂણાચલ સરહદે હિલચાલ વધતા ઈન્ડિયન આર્મી એલર્ટ

ભારત-ચીન તણાવ વચ્ચે લદ્દાખ પછી હવે પૂર્વોત્તરમાં અરૂણાચલ સરહદે ચીની સૈન્યની હિલચાલ વધી ગઈ છે. પરિણામે ભારતીય સૈન્યએ ત્યાં સતર્કતા અને પેટ્રોલિંગ વધારી દીધા છે. સમગ્ર અરૂણાચલ પર ચીન દાવો કરતું રહે છે. હમણાં જ ચીને કહ્યું હતું કે આ પ્રદેશ અમારો છે. એ ઉપરાંત પાંચ અરૂણાચલી નાગરિકોનું પણ ચીની સૈન્યએ અપહરણ કર્યું હતું. ચીની સેના વારંવાર સરહદ ઓળંગી ભારત તરફ આવતી હોવાનું સ્થાનિક લોકો અનેક વખત કહી ચૂક્યા છે. હવે શિયાળો આવી રહ્યો છે. લદ્દાખની 13થી લઈને 18 હજાર ફીટ સુધીની ઊંચાઈ ધરાવતી એલએસી પર ટકી રહેવું કોઈ પણ માટે મુશ્કેલ છે.

ભારતીય સૈન્યએ ત્યાં સતર્કતા અને પેટ્રોલિંગ વધારી દીધા

ચીની સેના વારંવાર સરહદ ઓળંગી ભારત તરફ આવતી હોવાનું સ્થાનિક લોકો અનેક વખત કહી ચૂક્યા

ભારતના અંદાજે 50 હજાર સૈનિકો અત્યારે ચીન સરહદે તૈનાત છે. એમને શિયાળામાં મુશ્કેલી ન પડે એટલા માટે રાશન-પાણીથી માંડીને ગરમ કપડાં સુધીની સામગ્રી પહોંચાડવાનું મિશન આરંભી દેવાયું છે. વાયુસેનાના કદાવર ટ્રાન્સપોર્ટ વિમાનો રોજ ટનબંધ સામાન લઈને લેહ એરપોર્ટ પર ઉતરાણ કરી રહ્યા છે.

લદ્દાખની 13થી લઈને 18 હજાર ફીટ સુધીની ઊંચાઈ ધરાવતી એલએસી પર ટકી રહેવું કોઈ પણ માટે મુશ્કેલ

લદ્દાખથી લઈને છેક અરૂણાચલ સુધીની અંદાજે 3500 કિલોમીટર લાંબી લાઈન ઓફ એક્ચ્યુલ કન્ટ્રોલ પર પેટ્રોલિંગ વધારી દેવાયું છે. અરૂણાચલ સરહદ પર તો ચીન વધારે બાંધકામ કરતું હોવાનું પણ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એટલે લદ્દાખની માફક ત્યાં પણ ચીની સૈન્ય ઘૂસણખોરી કરવાની તૈયારી કરતું હોય એવુ લાગે છે.

ચીનને અપેક્ષા ન હતી એવો આકરો જવાબ ભારત તરફથી મળી રહ્યો છે. માટે હવે ચીન પણ જો સૈન્ય પાછુ નહીં ખેેંચે અને ભારતની શરતો નહીં માને તો શિયાળો ઊંચા શિખરો પર ગાળવો પડશે. ઊંચાઈ પર ટકી રહેવા ખાસ પ્રકારના વસ્ત્રો, ખોરાક, તંબુ, દવાઓ, અન્ય જરૂરી સામગ્રીની જરૂર પડતી હોય છે.

READ ALSO

Related posts

IPL 2020: હૈદરાબાદ પર ભારે પડ્યુ રોયલ ચેલેન્જર્સ બૈંગ્લોર, 10 રનથી મેળવી જીત

Pravin Makwana

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

સાંસદોના ધરણા/ આખી રાત સંસદની બહાર ધરણા કરશે સાંસદો, આપના સાંસદે તો ચાદર અને તકિયા પણ મગાવ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!