GSTV
Gujarat Government Advertisement

ના હોય! સ્પીડ માટે પ્રખ્યાત રાફેલ જેટ અને 26 કરોડની કાર વચ્ચે યોજાઇ રેસ, જાણો કોણે મારી બાજી

Last Updated on May 22, 2021 by Bansari

અત્યાર સુધી ઘણી પ્રકારની રેસ જેમ કે બાઇક રેસ, કાર રેસ, મડ કાર રેસ વગેરે અંગે સાંભળ્યું અથવા જોઇ હશે, પરંતુ કાર અને યુદ્ધ વિમાન વચ્ચે રેસ અંગે કોઇકે સાંભળ્યું પણ નથી અને જોઇ પણ નથી. પરંતુ બુગાટી (Bugatti) Chiron Pur સ્પોર્ટ્સ અને ડસોલ્ટ રાફેલ જેટ વચ્ચે યોજાયેલ આ રેસમાં બુગાટી રેસ જીતતી જોવા મળી હતી.

આકાશમાં જઇ જીત મેળવી

બુગાટીના ડ્રાઇવરે જણાવ્યું કે હું 100 મીટર પછી જ રાફેલ કરતા પાછળ હતો, પરંતુ ત્યારબાદ થોડાક મીટર સુધી હું જેટથી આગળ નિકળી ગયો. જોકે બાદમાં જ્યારે તેણે આકાશમાં ઉડાન ભરી ત્યારે તે મારાથી આગળ નિકળી ગયો. જોકે આ એક અદ્ભૂત રેસ હતી.

પાછળ રહી ગયો રાફેલ

જ્યારે રાફેલ સાથે આવુ નહીં થયુ. વિશ્વના આ પ્રખ્યાત વિમાનની સ્પીડ 150 મીટર પછી 165 કિમી પ્રતિ કલાક સ્પીડે પહોંચી જાય છે, તે બુગાટી કરતા પાછળ હતું. 350 મીટર પછી જેટની સ્પીડ 210 કિમી પ્રતિ કલાક પહોંચી ગઈ અને પછી 450 મીટર પછી જેટે 260 કિમી પ્રતિ કલાકની રફ્તાર પકડી. ત્યારે જઇ રેસ થોડી રોમાંચક થઇ.

કોણે રેસ જીતી?

આ રેસ ભલે કાર અને જેટ વચ્ચે થઈ અને રફ્તારના મામલામાં જેટ જ આગળ છે, પરંતુ રેસની શરૂઆત થતા જ બુગાટી Chiron Purએ રાફેલને પાછળ છોડી દીધુ હતુ. બુગાટીના ડ્રાઇવરે કારની સ્પીડને માત્ર 2.4 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની કરી હતી. આટલુ જ નહીં 6.1 સેકન્ડ પછી બુગાટી 200 કિમી પ્રતિ કલાકની સ્પીડ દોડી. પછી 13 સેકન્ડ પછી તે 300 અને તેના અડધા સેકન્ડ પછી કાર 400 કિમી પ્રતિકલાકે દોડી.

સ્પીડમાં આટલુ અંતર

16 સિલિન્ડર સાથે ટ્રેક પર ઉતરેલી બુગાટી Chiron Pur સ્પોર્ટ કાર ‘Les Légendes du Ciel’ની ટોપ સ્પીડ 490 કિમી પ્રતિ કલાક છે. જોકે તે રાફેલ ફાઇટર જેટથી ખૂબ જ ઓછી છે કારણ કે તેની સ્પીડ 1912 કિમી પ્રતિ કલાક છે. આ આખી રેસનો વીડિયો બુગાટીના સત્તાવાર ટ્વીટર હેન્ડર પર શેર કરવામાં આવ્યો છે. જોકે આ કારની કિંમત 3.6 મિલિયન ડોલર એટલે કે 26 કરોડ રૂપિયાથી વધુ છે.

ડસોલ્ટ હેડક્વાર્ટરમાં ડ્રેગ રેસ યોજાઇ

પોત-પોતાની સ્પિડ માટે પ્રખ્યાત બુગાટી અને રાફેલ જ્યારે રેસિંગ ટ્રેક પર ઉતર્યા ત્યારે જોવા લાયક નજારો હતો. આ બંને વચ્ચે યોજાયેલી રેસનું આયોજન ફ્રાન્સના ડસોલ્ટ હેડક્વાર્ટરમાં થયું. ઉલ્લેખનીય છે કે બુગાટી Chiron Pur સ્પોર્ટ્સમાં 8.0 લિટરનું W16 એન્જીન છે, જે 1500hp અને 1600Nmનો ટોર્ક જનરેટ કરે છે. જ્યારે ફ્રાન્સ નેવીના આ રાફેલ જેટના બંને ટર્બોજેટ્સ 58,550 ન્યૂટન્સના થ્રસ્ટને પ્રોડ્યૂસ કરે છે, જેનો અર્થ થાય છે કે તેમાં 5727hp પાવર હોય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

એસબીઆઈ-એચડીએફસીને પાછળ છોડી આ બેંક ભારતમાં બની નંબર વન, અહીં જુઓ ટોપ -10નું સંપૂર્ણ લિસ્ટ

Vishvesh Dave

સાવધાન / ફ્રીમાં ઇન્ટરનેટ વાપરવાની લાલચ ભારે પડી શકે છે, પબ્લિક વાઇફાઇનો ઉપયોગ કરતા સમયે રહો અલર્ટ

Zainul Ansari

પંજાબમાં ભાજપની જગ્યા બસપા લેશે: 25 વર્ષ બાદ અકાલી દળ સાથે માયાવતીનું ગઠબંધન, દલિત મતદારો ભજવશે મહત્વની ભૂમિકા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!