GSTV

ભારત માટે સારા સમાચાર/ ઝડપથી શરૂ થશે સ્પૂતનિક-વીનું બીજા અને ત્રીજા તબક્કાનું ટ્રાયલ, ડૉ રેડ્ડીને મળી મંજૂરી

ડ્રગ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયા દ્વારા પહેલા પ્રસ્તાવનો ઇન્કાર કરાયા બાદ હવે આખરે ડોક્ટર રેડ્ડીને રશિયાની કોવિડ-19 વેક્સિન સ્પુતનિક-vનાં બીજા અને ત્રીજા તબક્કાનાં ટ્રાયલને મંજુરી મળી ગઇ છે, રશિયાની સ્પુતનિક લોન્ચ કરાયા બાદથી તે દુનિયાની સૌથી પહેલી કોરોના વેક્સિન બનાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ડો. રેડ્ડી અને રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF)એ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું આ એક બહુ કેન્દ્ર અને નિયત્રિત સ્ટડી હશે, જેમાં સુરક્ષા અને રોગપ્રતિકારકતાની સ્ટડી થશે.

સ્પુતનિક-Vને રશિયા દ્વારા મંજુરી આપવાનાં સૌપ્રથમ તબક્કા પર કેટલાક લોકો પર આ દવાનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું, એટલા માટે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ ડોક્ટર રેડ્ડીનાં શરૂઆતનાં પ્રસ્તાવ પર સવાલો ઉઠાવ્યા હતા કે આખરે શા માટે ભારતમાં મોટી સંખ્યામાં લોકો પર આ દવાનો ટેસ્ટ કરવામાં આવે, વર્તમાનમાં સ્પુતનિક-Vની પોસ્ટ રજીસ્ટ્રેશન ફેઝ-3 ટ્રાયલ ચાલી રહ્યું છે, જેમાં લગભગ 40 હજાર લોકો ભાગ લઇ શકે છે.

સપ્ટેમ્બર મહિનામાં ડોક્ટર રેડ્ડી અને RDIFએ સ્પુટનિક-Vનાં ક્લિનિકલ ટ્રાયલ અને ભારતમાં આ દવાનાં વિતરણને લઇને કરાર કર્યા છે, આ સમજુતી હેઠળ ભારતને સ્પુતનિકનાં 10 કરોડ ડોઝ આપવામાં આવશે.

ડો. રેડ્ડી લેબોરેટરીનાં મેનેજિંગ ડાયરેક્ટર અને ચેરમેન જી વી પ્રસાદે કહ્યું અમે સંપુર્ણ પ્રક્રિયામાં DCGIનાં વૈજ્ઞાનિકો કડકાઇ અને માર્ગદર્શનનો સ્વિકાર કરીએ છિએ. આ મોટી બાબત છે કે જેમાં અમને ભારતમાં ક્લિનિકલ ટ્રાયલને શરૂ કરવાની મંજુરી મળી છે, અને રોગચાળાનો સામનો કરવા માટે અમે સુરક્ષિત અને અસરકારક વેક્સિન લાવવાને લઇને પ્રતિબધ્ધ છિએ.

બીજી વેક્સિન EpiVacCoronaને રશિયામાં રજિસ્ટર્ડ કરવામાં આવી, ત્રીજી વેક્સિનનાં પહેલા અને બીજા તબક્કાનાં ટ્રાયલ માટે નોવોસિબિસ્ક્ર, સેન્ટ પિટસબર્ગ અને કિરોવનાં આરોગ્ય કેન્દ્રોમાં ક્લિનિકલ ટ્રાયલની મંજુરી મળી છે.

READ ALSO

Related posts

IPL/અત્યંત કંગાળ દેખાવ સાથે પ્લે ઓફની રેસમાંથી ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ લગભગ આઉટ

Bansari

IPL 2020: એક સિઝનમાં ચેન્નાઈની ટીમ સાત મેચ હારી, ધોનીનો શરમજનક રેકોર્ડ

Ankita Trada

Navratri 2020: નવરાત્રીમાં મા દુર્ગાના આ 108 નામના કરો જાપ, દૂર થશે કષ્ટ, પૂરી થશે દરેક મનોકામના

Bansari
Do NOT follow this link or you will be banned from the site!