GSTV

નથી ઉતરી રહ્યો તાવ, તો શું કરવું ? ઓક્સિજનની ક્યારે પડે છે જરૂરત, શું છે વોર્નિંગ સાઈન, ડો. ગુલેરીયાએ આપ્યા તમામ સવાલના જવાબ

ગુલેરીયા

Last Updated on May 3, 2021 by Damini Patel

AIIMSના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરીયાએ શુક્રવારે કોરોનાના લક્ષણ, ઈલાજ, હોમ આઇસોલેશન સહીતના અનેક પહેલુંઓ પર વિસ્તારથી જણાવ્યું. હોમ આઇસોલેશનમાં શું કરવું, શું નહિ કરવું, રેમળેસીવીર અથવા આઇસમેકટીન ક્યારે લેવું, ઇનહેલર છે અથવા નથી, ઓક્સિજનની જરૂરત ક્યારે પડશે, એના પર વિસ્તારથી સમજાવ્યું.

સવાલ : તાવ, ખાંસી અને શરદીમાં કઈ દવા લેવી ?
તાવ માટે પેરાસીટામોલ, શરદી માટે એન્ટી એલર્જિક અને ખાંસી માટે કોઈ પણ કફસિરપ લઇ લેવો. દિવસમાં બે વખત મીઠાના કોગળા અને ભાપ લેવો.

સવાલ : તાવ ઉતરી નથી રહ્યો તો શું કરવું ?
તાવ 101-102 ડિગ્રી છે તો અને પેરાસીટામોલ 650થી ઓછો નથી રહ્યો, તો ડોક્ટરને સંપર્ક કરો. તેઓ નેપ્રોક્સોન જેવી દવા આપી શકે છે.

સવાલ : કોવિડ ટ્રીટમેન્ટ ઇન્હેલરને કેવી રીતે લેવું ?
જે દર્દીઓને તાવ અથવા ખાંસીને પાંચ દિવસથી વધુ થઇ ગયા છે અને સારું નથી થઇ રહ્યું છે તો ઇન્હેલર લઇ શકો છો. બુડેસોનાઈડની 800 માઇક્રોગ્રામ દિવસમાં બે વખત પાંચથી સાત દિવસ ઇન્હેલર લઇ શકે છે.

સવાલ : રેમળેસીવીર લેવાની જરૂરત છે કે નહિ
રેમળેસીવરને ઘરે બિલકુલ ન લેવો. આ દવાના પોતાના સાઈડ ઇફેક્ટ્સ છે અને માત્ર હોસ્પિટલમાં દાખલ દર્દીઓને જ આ દવા લેવાની એડ્વાઇઝ આપવામાં આવે છે.

સવાલ : ક્યારે ખતમ કરવું જોઈએ હોમ આઇસોલેશન

કેસ

પહેલી વખત લક્ષણ આવ્યાના 10 દિવસ પછી હોમ આઇસોલેશન ખતમ કરવાનું હોય છે. વગર લક્ષણ વાળા કેસોમાં ટેસ્ટ કરાવ્યાના 10 દિવસ સુધી. અથવા સતત ત્રણ દિવસ તાવ ન હોય તો હોમ આઇસોલેશન ખતમ કરી શકાય છે. જો છઠ્ઠા અને સાતમા દિવસ પછી તાવ નથી તો તમે 10 દિવસ પુરા કરી લીધા પછી હોમ આઇસોલેશનની જરૂરત નથી.

સવાલ : શી આઇસોલેશન પછી ટેસ્ટ જરૂરી છે
હોમ આઇસોલેશનથી બહાર આવ્યા પછી, ફરીથી કોઈ ટેસ્ટ કરવાની જરૂર નથી. સાતમા-આઠમા દિવસ સુધીમાં વાયરસ મરી ગયો છે અથવા આવી સ્થિતિમાં નહિ થાય કે બીજાને ચેપ લગાવી શકે છે. વાયરસ ક્યારેક ક્યારેક આરટીપીસીઆરમાં બે થી ત્રણ અઠવાડિયા સુધી રહી શકે છે. પરંતુ તે ડેડ વાયરસ છે, ત્યાં વાયરસના કણો છે જે ટેસ્ટમાં મળ્યાં છે. તેથી કોઈ પરીક્ષણ કરવાની જરૂર નથી. જો તેને 10 દિવસ થયા છે અને તમે એસિમ્પટમેટિક છે અથવા છેલ્લા ત્રણ દિવસથી તાવ નથી આવ્યો તો પછી હોમ આઇસોલેશનમાંથી બહાર આવી શકો છો.

એઈમ્સના ડાયરેક્ટરે જણાવ્યા વોર્નિંગ સાઈન

ઓક્સિજન સેચુરેશન લેવલ 90 ની આસપાસ છે, શ્વાસ લેવામાં તકલીફ છે, છાતીમાં તીવ્ર દુખાવો અથવા ભારેપણું છે, દર્દી સુસ્ત લાગે છે, પ્રતિક્રિયા આપતો નથી, મૂંઝવણમાં છે, યોગ્ય રીતે જવાબ આપી શકતો નથી.

Read Also

Related posts

ક્યારે ઉકેલાશે ભારત-ચીન સરહદ વિવાદ? બોર્ડર પર ડ્રેગનના અવાર નવાર અટકચાળા

Zainul Ansari

હેલ્થ ટિપ્સ / ડાયબિટીસને કન્ટ્રોલ કરવામાં મદદ કરશે આ યોગાસન, જાણવા માટે કરો ક્લિક

Zainul Ansari

Indian Railway / રેલવેએ ચાલતી ટ્રેનોમાંથી દૂર કરી આ સુવિધા, સરકારે આપી માહિતી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!