GSTV

આગેકૂચ / અમૂલના મેનેજીંગ ડિરેકટર, ડૉ. આર.એસ. સોઢીની ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશન બોર્ડમાં નિમણૂંક

Last Updated on June 2, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિ. (GCMMF) (અમૂલ) ના મેનેજીંગ ડિરેકટર ડૉ. આર.એસ.સોઢીની તા. 1 જૂન, 2021 ના રોજ યોજાયેલી આઈડીએફની જનરલ એસેમ્બલી પ્રસંગે ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશનના બોર્ડમાં સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. અહીં એ નોંધવું રસપ્રદ રહેશે કે દર વર્ષે 1 જૂનને “વર્લ્ડ મિલ્ક ડે” તરીકે ઉજવવામાં આવે છે. ઈન્ડીયન નેશનલ કમિટી ઓફ ઈન્ડીયા એ ડૉ. સોઢીનું નામ સૂચવ્યું હતું, જે સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યું હતું.

આઈડીએફમાં નિમણૂંક પ્રસંગે ડૉ.સોઢીએ જણાવ્યું હતું કે, “વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશનુ પ્રતિનિધિત્વ કરવું અને ડેરી ક્ષેત્રના પર્યાવરણલક્ષી ધ્યેયમાં યોગદાન આપવું અને યુનાઈટેડ નેશન્સના સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને પહોંચી વળવા પ્રયાસ કરવો તે મારા માટે એક સન્માનની બાબત છે.”

ડૉ. સોઢી અમૂલનો 39 વર્ષનો સમૃદ્ધ અનુભવ ધરાવે છે

ડૉ. સોઢી અમૂલનો 39 વર્ષનો સમૃદ્ધ અનુભવ ધરાવે છે. ડૉ. સોઢીએ સીટીએઈ, ઉદેપુરમાંથી બેચલર ઓફ એન્જીન્યરીંગની ડીગ્રી પ્રાપ્ત કરી છે. સ્નાતક થયા પછી તેમણે ઈન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ (ઈરમા) માંથી અનુસ્નાતકની પદવી પ્રાપ્ત છે. તે ઈરમાની પ્રથમ બેચના વિદ્યાર્થી હતાં. ઈરમામાંથી અનુસ્નાતકની પદવી હાંસલ કર્યા પછી, તે વર્ષ 1982માં જીસીએમએમએફ (અમૂલ) માં જોડાયા હતાં.

ડૉ. સોઢીના નેતૃત્વ હેઠળ, દૂધાળાં ઢોરની ઉત્પાદકતા વધારવા માટે અમૂલે વ્યુહાત્મક ઉત્પાદકતા વૃધ્ધિ કાર્યક્રમ હાથ ધર્યો હતો. અમૂલે ફર્ટિલિટી ઈમ્પ્રુવમેન્ટ કાર્યક્રમ (એફપીપી) પણ હાથ ધર્યો હતો. આ કાર્યક્રમ હેઠળ સમર્પિત અને અનુભવી વેટર્નરી ડોકટરોની ટીમ મારફતે પસંદગીનાં ગામોમાં એનિમલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતું. તેમના નેતૃત્વ હેઠળ અમૂલ સહકારી ચળવળના 36 લાખ ખેડૂતોએ 14 વર્ષના ગાળામાં 8.3 કરોડ વૃક્ષ ઉછેરી આપણા કુદરતી પર્યાવરણની જાળવણી કરી છે.

ડેરી ક્ષેત્ર એ આપણા કૃષિ ક્ષેત્રનું ગ્રોથ એન્જીન છે

ડૉ. સોઢી જણાવે છે કે ભારતનો સહકારી અભિગમ એક આવશ્યક વ્યુહરચના ધરાવે છે કે જેને કારણે ડેરી ક્ષેત્રના કરોડો ખેડૂતોને લેવલ પ્લેઈંગ ફીલ્ડ મારફતે બજારમાં સશક્તિકરણ હાંસલ થયુ છે અને સાથે સાથે દૂધના મૂલ્યમાં વાજબી હિસ્સો હાંસલ થયો છે. ડેરી ક્ષેત્ર એ આપણા કૃષિ ક્ષેત્રનું ગ્રોથ એન્જીન છે. આ ક્ષેત્ર ગ્રાહકોને પોષણ પૂરૂ પાડવા ઉપરાંત ડેરી ક્ષેત્રના ખેડૂતોને સાતત્યપૂર્ણ રોજગારી પૂરી પાડે છે. ડેરી ક્ષેત્રને હાંસલ થયેલ અસરકારક વૃધ્ધિ અને આત્મનિર્ભરતા ડેરી ક્ષેત્રના ખેડૂતો, ભારત સરકાર, એનડીડીબી, અને અન્ય ઘણા સહયોગીઓના સંગઠીત પ્રયાસને કારણે શકય બની છે. આ સંદર્ભમાં ડૉ. સોઢીની પસંદગીને ભારત માટે ગૌરવ પ્રદાન કરતી બાબત ગણવામાં આવે છે.

GCMMF

તેનું વિઝન “સલામત અને સાતત્યપૂર્ણ ડેરી પ્રવૃત્તિથી દુનિયાને પોષણ” પૂરૂ પાડવાનું

આઈડીએફ એ એક ઈન્ટરનેશનલ નોન-ગવર્નમેન્ટ, નોન-પ્રોફીટ એસોસિએશન છે. તેનું વિઝન “સલામત અને સાતત્યપૂર્ણ ડેરી પ્રવૃત્તિથી દુનિયાને પોષણ” પૂરૂ પાડવાનું છે. આઈડીએફના સભ્યો તરીકે સામાન્ય રીતે દરેક દેશનાં ડેરી સંગઠનોના પ્રતિનિધિઓ હોય છે. ભારતનું પ્રતિનિધિત્વ આઈડીએફની નેશનલ કમિટી કરે છે. ભારત સરકારના સચિવ, (એડીએફ) માછીમારી, પશુ પાલન, અને ડેરી મંત્રાલય, આઈએનસી-આઈડીએફના પ્રેસીડેન્ટ છે, અને એનડીડીબી તેનું સેક્રેટેરીયેટ છે અને તે તેની પ્રવૃત્તિઓનું સંકલન કરે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!