GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

હનુમાન ચાલીસા સાથે તોગડિયાના ઉ૫વાસનો બીજો દિવસ શરૂ : જૂનાગઢ, ખેડા, મહેસાણાના સમર્થકો આવ્યા

રામમંદિર સહિતના મુદ્દાઓ પર પ્રવિણ તોગડીયાના અચોક્કસ મુદતના ઉપવાસનો આજે બીજો દિવસ છે. તેઓ પાલડી વણીકર ભવન બહાર ઉપવાસ પર બેઠા છે. સવારના અરસામાં તેમના ઉપવાસ સ્થળે પાંખી હાજરી જોવા મળી હતી. જોકે આજના દિવસની શરૂઆત હનુમાન ચાલીસાથી કરવામાં આવી. સવારે તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. તેમની તબિયત સ્થિર છે. જૂનાગઢ, ખેડા, મહેસાણાથી તેમના સમર્થકો આવી રહ્યાં છે. મંગળવારે તેમની સાથે મંચ પર અગ્રણીઓ અને સાધુ સંતો હતા. મહત્વનુ છે કે પોલીસે તોગડિયાને અહી ઉપવાસની મંજૂરી નથી આપી. તેમ છતા તેમણે ઉપવાસ શરૂ કર્યા છે. પોલીસે અહી બંદોબસ્ત પણ ગોઠવ્યો છે.

હિન્દુઓ માટે અવાજ ઉઠાવવાની સજા મળી છે – તોગડિયાના પુત્રની લાગણીશીલ વ્યથા

પ્રવિણ તોગડિયાએ આદરેલા ઉ૫વાસ વચ્ચે તેના પુત્ર આકાશ તોગડિયાએ સોશિયલ મિડિયામાં લાગણીશીલ વ્યથા વ્યક્ત કરતા કહ્યું છે કે, મારા પિતાની આ દૂર્દશા જોઇને મને વિચાર આવે છે કે, મારા પિતાજીએ પોતાનો ૫રિવાર, ડોક્ટરી, પોતાની જીવનશૈલીનો એટલે ત્યાગ કર્યો હતો કે, હિન્દુ સમાજની જીવનભર સેવા કરી શકે. ૫રંતુ આજે આ બધુ જોઇને એવુ લાગે છે કે, શું હવે કોઇ પોતાનો ૫રિવાર છોડશે ? હિન્દુ સમાજની સેવા કરવા અને હિન્દુઓ માટે અવાજ ઉઠાવવાની સારી સજા મળી છે ! અત્રે ઉલ્લેખનીય છે કે, કટ્ટર હિન્દુત્વવાદી છા૫ ધરાવતા તોગડિયા અનેક વખત આ મામલે ચર્ચામાં આવી ચૂક્યા છે.

 

Related posts

અમેરિકામાં કોરોના દર્દી સાથે પાર્ટીનો ચાલ્યો છે ટ્રેન્ડ, સૌથી પહેલા સંક્રમિત થનારને મળે છે પૈસા

Harshad Patel

ચીન સાથે તણાવનું રિઝલ્ટ શૂન્ય, ભારત પાસે છે હવે આ 3 વિકલ્પો

Harshad Patel

Coronaનું નવું સ્વરૂપ આવ્યુ સામે, વધુ તેજીથી લોકો થઈ રહ્યા છે વાયરસના શિકાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!