GSTV
Gujarat Government Advertisement

કોંગ્રેસનું ભવિષ્ય ખતરામાં: પુડુચેરીના ઉપરાજ્યપાલ પદેથી કિરણ બેદીને હટાવ્યા, વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપતા કોંગ્રેસ સરકાર અલ્પમતમાં આવી

Last Updated on February 16, 2021 by Pravin Makwana

કિરણ બેદીને પુડુચેરીના ઉપરાજ્યપાલના પદેથી હટાવી દીધા છે. તેમની જગ્યાએ તેલંગણાના ઉપરાજ્યપાલ તમિલસાઈ સુંદરરાજનને વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. કિરણ બેદીને 29 મે 2016ના રોજ ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા હતા.

જણાવી દઈએ કે, પુડુચેરીની કોંગ્રેસ સરકાર અને કિરણ બેદી વચ્ચે લાંબા સમયથી ટકરાવ ચાલી રહ્યો હતો. મુખ્યમંત્રી વી. નારાયણસ્વામીએ 10 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આવેદન આપીને આગ્રહ કર્યો હતો કે, પૂર્વ આઈપીએસ અધિકારીને પાછા બોલાવી લો. તેમણે દાવો કર્યો હતો કે, તેઓ તુઘલકી દરબાર ચલાવી રહ્યા છે.

અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, કોંગ્રેસ સરકાર અહીં અલ્પમતમાં આવી ગઈ છે. હકીકતમાં કેન્દશાસિત પ્રદેશ પુડુચેરીમાં વધુ એક ધારાસભ્યએ રાજીનામુ આપ્યુ છે. ત્યાર બાદ હાલ સદનમાં કોંગ્રેસ ગઠબંધનમાં હવે 14 ધારાસભ્યો રહ્યા છે. ત્યારે આવા સમયે કોંગ્રેસે વિધાનસભામાં પોતાનો બહુમત ખોઈ દીધો છે.

જો કે, મુખ્યમંત્રીનો દાવો છે કે, તેમની સરકાર સદનમાં બહુમત મળેલો છે. પુડુચેરી વિધાનસભા માટે એપ્રિલ મે મહિનામાં ચૂંટણી યોજાવાની છે.

આપને જણાવી દઈએ કે, પુડુચેરી વિધાનસભામાં કોંગ્રેસના 10, ડીએમકેના 3, ઓલ ઈન્ડિયા એનઆર કોંગ્રેસના 7, એઆઈએડીએમકેના 4, ભાજપના 3 અને અપક્ષ એક ઉમેદવાર છે. ત્યારે હવે કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. જ્યારે ધારાસભ્યો અયોગ્ય ઠર્યા હતા. પુડુચેરીમાં બહુમતનો આંકડો 15 છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર/ ઓક્સિજનની અછત વચ્ચે મોદી સરકારે ઓક્સિકેર સિસ્ટમના 1.50 લાખ યુનિટ ખરીદવા આપી લીલીઝંડી

Dhruv Brahmbhatt

ફફડાટ/ B.1.167 કોરોના વેરિએન્ટ સૌથી ખતરનાક પણ આ વેરિએન્ટથી પણ ઘાતક ભારતમાં આવી શકે છે નવો વેરિએન્ટ, સાચવજો

Dhruv Brahmbhatt

ઓપન લેટર/ જ્યાંથી વેક્સિન મળે ત્યાંથી ખરીદી દેશને વેક્સિન આપો, વડાપ્રધાન પાસે 12 મોટા વિપક્ષી દળોએ કરી આ 9 માંગણીઓ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!