Facebookને કોઈ પરિચયની જરૂર નથી. તે દુનિયામાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંથી એક છે. ફેસબુક એપમાં તમને લગભગ દરેક તે ફીચર્સ મળે છે, જેનો તમે ઉપયોગ કરવાનું ઈચ્છો છો. તેમાં યુઝર્સને ઇન્સટન્ટ મેસેજિંગ મળે છે. સાથે જ તેમાં સ્ટોરીઝનું ઓપ્શન પણ મળે છે. એટલું જ નહીં Facebook તમને બર્થડે રિમાઇન્ડર પણ આપે છે. અમુક લોકો તેના પર શોપિંગ પણ કરે છે.
આ બધા સિવાય હવે એપમાં બીજા પણ કેટલાંક ફીચર્સ મળે છે. વાયરલ વીડિયો અને ફોટો શેરિંગ જેવી સરળ ચીજવસ્તુ પણ Facebook પર ઉપલબ્ધ છે. પ્લેટફોર્મ પર સ્ક્રોલ કરતા સમયે તમે કેટલાંક વાયરલ વીડિયો જોઈ શકો છો જેને તમે પોતાના મિત્રો સાથે અન્ય પ્લેટફોર્મ પર પણ શેર કરી શકો છો, પરંતુ ઘણીવાર લિંક શર કરવું કામ નથી કરતું, કારણકે તમારા મિત્રો મોટાભાગે લિંક પર ક્લિક પણ નથી કરતાં.

થર્ડ પાર્ટી એપની જરૂર નથી
આવી સ્થિતિમાં, તમે તમારા મિત્રને લિંક મોકલવાને બદલે, તમે Facebook પરથી વીડિયો ડાઉનલોડ કરી શકો છો અને તેને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો. હવે તમે કહેશો કે વીડિયો ડાઉનલોડ કરવા માટે તમારે થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવો પડશે. પરંતુ શું તમે જાણો છો કે ફેસબુક પરના વીડિયોને કોઈપણ અન્ય એપનો ઉપયોગ કર્યા વિના ડાઉનલોડ કરી શકાય છે.
કોઈપણ એપ વગર ફેસબુક પરથી વીડિયો કેવી રીતે ડાઉનલોડ કરવો?
અન્ય કોઈપણ એપની મદદ વગર ફેસબુક પર વીડિયો ડાઉનલોડ કરવા માટે, સૌપ્રથમ તમે Facebook એપ ખોલો અને જે વિડીયો ડાઉનલોડ કરવા માંગો છો તેના પર ટેપ કરો. તે પછી શેર બટન પર ટેપ કરો, હવે તેને જમણી બાજુએ એક તીર દેખાશે. અહીં કોપી લિંક પર ટેપ કરો. તે પછી તમારી પસંદગીના બ્રાઉઝર પર savefrom.net પર જાઓ અથવા ફક્ત ઉપરની લિંક પર ક્લિક કરો. હવે તે વિભાગમાં લિંક પેસ્ટ કરો જે કહે છે, ‘તમારી વિડિઓ લિંક અહીં પેસ્ટ કરો.’ પછી ડાઉનલોડ પર ટેપ કરો. હવે તે રિઝોલ્યુશન પસંદ કરો જેમાં તમે વીડિયો ડાઉનલોડ કરવા માંગો છો અને ડાઉનલોડ વીડિયો પર ટેપ કરો.

ઉલ્લેખનીય છે કે IOS યુઝર્સ માટે વિડિયો સેવ કરવા માટે સફારી બ્રાઉઝરમાં ડાઉનલોડ સેક્શન ખોલો અને વીડિયો ઓપન કરો. છેલ્લે તળિયે શેર આયકનને ટેપ કરો અને સેવ વીડિયો પર ટેપ કરો, જે પછી વીડિયોને તમારા iPhoneના કેમેરા રોલમાં સાચવશે.
Read Also:
- બિહારનું રાજકારણ/ પ્રધાનમંત્રી બનવા માટે દાઉદ સાથે હાથ મિલાવી શકે છે નીતિશ કુમાર, ભાજપના સાંસદે કર્યા આવા આકરા પ્રહાર
- તૈયાર રહેજો/ 15 અને 16 ઓગસ્ટે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ: બંદરો પર લગાવાયુ એક નંબરનું સિગ્નલ, હવામાન વિભાગે કરી છે આવી આગાહી
- સમીકરણ બદલાશે/ મહારાષ્ટ્ર્રમાં લોકસભાની ચૂંટણીમાં આ પાર્ટીની જીતવાની શક્યતા, સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
- T20 WC 2022/ આ બે ક્રિકેટર T20 વર્લ્ડ કપમાંથી થઈ જશે બહાર! ગંભીર ઈજાને કારણે BCCIએ આપી આ જાણકારી
- કૃષ્ણ જન્માષ્ટમી/ 18 કે પછી 19 ઓગસ્ટમાંથી ક્યા દિવસે જન્માષ્ટમીની ઉજવણી કરવી? જ્યોતિષીઓ પાસેથી જાણો યોગ્ય તારીખ, મૂહુર્ત અને પૂજા વિધિ