આસામ અને બંગાળ સહીત કેટલાક અન્ય રાજ્યોમાં ચૂંટણી થવાની છે. આ પહેલા મોદી સરકારે વોટિંગની પ્રક્રિયા સરળ બનાવવા માટે નવી પહેલ કરી છે. એ હેઠળ હવે મતદારોને કાગળ વાળા વોટિંગ આઈડી રાખવાની જરૂરત નથી. તેઓ ડિજિટલ વોટર આઈડીનો પણ ઉપયોગ કરી શકે છે. આને ઇલેક્ટ્રોનિક ઇલેકટોરલ ફોટો આઈડી કાર્ડ(e-EPIC)પણ કહે છે. તમે આ કાર્ડને ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો. પહેલા ચરણમાં સફળતા પછી બીજા ચરણની શરૂઆત થઇ ગઈ છે.
મોબાઈલ નંબર રજીસ્ટર જરૂરી

મતદાતાઓએ સુવિધા માટે ભારતીય ચૂંટણી પંચએ ડિજિટલ વોટર આઈડી કાર્ડની શરૂઆત કરી છે. આ હેઠળ તમારા વોટર આઈડી પ્રિન્ટ કરવાની જરૂરત નહિ પડે. તમે મોબાઈલમાં કોઈ ડિજિટલ કોપી રાખી શકો. આ ડિજિટલ વોટર આઈડી કાર્ડને ડાઉનલોડ કરવા માટે મતદાતાનો મોબાઈલ નંબર ચૂંટણી આયોગની વેબસાઈટ પર રજિસ્ટર હોવો જરૂરી છે.
આ છે પ્રક્રિયા

ડિજિટલ વોટર આઈડી ડાઉનલોડ કરવા ચૂંટણી આયોગની વેબસાઈટ Voterportal.eci.gov.in પર ક્લિક કરો. હવે પોતાનો એકાઉન્ટ નંબર નાખો. ત્યાર પછી લોગઈન કરવા માટે નંબર અથવા રેફરન્સ નંબર નાખો. એવું કરતા જ તમારા રજીસ્ટર નંબર પર ઓટીપી આવશે. એ ભરતા જ ડિજિટલ કાર્ડ ડાઉનલોડ કરી શકશો. જોકે આ પ્રક્રિયા પુરી કરવા માટે KYC ડિટેલ્સ પુરી હોવી જોઈએ.
Read Also
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ