GSTV
Business Trending

કામની વાત/ આધાર કાર્ડ ખોવાઇ ગયું છે તો જાણો કેવી રીતે મળશે પાછુ, આટલી સરળ છે રીત

આધાર

Aadhaar Card: આજના સમયમાં આધાર કાર્ડ (Aadhaar Card) એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ બની ગયું છે. તેના વિના તમારા ઘણા કામ અટકી શકે છે. જો કે હવે જો તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે તો ચિંતા કરવાની જરૂર નથી. તમે તેને સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. કેટલાક સિંપલ સ્ટેપ્સ ફોલો કરીને, તમે તેને ઘરે બેઠા ડાઉનલોડ કરી શકો છો. તમને જણાવી દઈએ કે UIDAI એટલે કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલ આધાર કાર્ડ દેશના તમામ નાગરિકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ડોક્યુમેન્ટનો ઉપયોગ બેંક ખાતું ખોલવા, એડમિશન લેવા અને અન્ય તમામ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે થાય છે.

આધાર

આ રીતે ડાઉનલોડ કરો આધાર કાર્ડ

  • આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે, તમારે પહેલા ઓફિશિયલ વેબસાઇટ https://uidai.gov.in/ પર જવું પડશે.
  • આ પછી તમારે ડાઉનલોડ આધારના Get Aadhaar વિકલ્પ પર જવું પડશે.
  • હવે તમારે અહીં 12 અંકનો આધાર નંબર પણ એન્ટર કરવો પડશે. જો તમારી પાસે આધાર નંબર ઉપલબ્ધ નથી, તો તમારે 16-અંકનો વર્ચ્યુઅલ આઇડેન્ટિફિકેશન નંબર (VID) એન્ટર કરવો પડશે.
  • એકવાર તમે તે પ્રોસેસ પૂરી કરી લો, પછી તમારે સુરક્ષા કોડ એન્ટર કરવો પડશે.
આધાર
  • તે પછી Send OTP પર ક્લિક કરો. ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવશે.
  • તે પછી OTP એન્ટર કરો અને ‘Verify and download’ પર ક્લિક કરો.
  • આ પછી, તમને આધાર રિપ્રિન્ટ પહેલા ‘Preview Aadhaar Letter’ની સ્ક્રીન દેખાશે. તમારી ડિટેલ્સ બે વાર વેરિફાય કરો.
  • હવે તમારે પેમેન્ટ ઓપ્શન પસંદ કરવો પડશે અને હવે તમારે PDF ડાઉનલોડ કરવા માટે તમારી ડિજિટલ સિગ્નેચર સબમિટ કરવી પડશે.
  • એકવાર તમે બધી પ્રોસેસ પૂરી કરી લો, પછી તમે સરળતાથી તમારું આધાર ડાઉનલોડ કરી શકો છો.

Read Also

Related posts

શેરબજારોમાં દૈનિક સરેરાશ કેશ વોલ્યુમ્સમાં છેલ્લા ૧૧ વર્ષમાં સૌથી મોટો ઘટાડો

Padma Patel

અમેરિકા તથા યુરોપમાં બેન્કોમાં નબળાઈની અસર આઇટી સેક્ટરમાં મોટાપાયે જોવા મળશે, આવું છે કારણ

Padma Patel

સોનામાં રેકોર્ડ તેજીના વળતા પાણી ક્રૂડતેલના ભાવ જો કે ફરી ઉંચકાયા

Padma Patel
GSTV