GSTV

ઘરે બેઠા આધાર કાર્ડ આ રીતે કરો ડાઉનલોડ, આ નિયમોનું કરો પાલન

આજના ડિજિટલ યુગમાં, આધારકાર્ડ તમારા જીવનનો આધાર બની ગયો છે. આ એક એવું કાર્ડ બની ગયું છે, જેની બધે જરૂર પડે  છે. તેના વિના એક સ્ટેપ ચાલવું મુશ્કેલ થઈ ગયું છે. આવી સ્થિતિમાં, આ મહત્વપૂર્ણ કાર્ડને સુરક્ષિત રીતે રાખવાની જરૂર છે. ઉપરાંત, આના બધા નિયમો પણ જાણી લેવા જોઈએ.

જાણો કેવી રીતે કરશો ડાઉનલોડ

આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે, સૌ પ્રથમ તમારે UIDAIની સત્તાવાર વેબસાઈટ https://eaadhaar.uidai.gov.inની મુલાકાત લેવી પડશે. તમારે સાઇટમાં તમારો આધાર નંબર દાખલ કરવો પડશે. તે બાદ, કેપ્ચા ભરવા પડશે. જેના પછી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે. તે પછી, કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા પછી, તમારે વેરિફાઇ પર ક્લિક કરવું પડશે અને ડાઉનલોડ કરવું પડશે. આ રીતે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જશે.

આ કાર્ય મોબાઈલ પર mAadhaar App દ્વારા સરળતાથી પણ કરી શકાય છે. ડાઉનલોડ કરેલા eAadhaar કાર્ડને પ્રિંટ પણ કરી શકાય છે. આ બધા કાનૂની દસ્તાવેજોમાં માન્ય છે. જો તમને નવું કાર્ડ જોઈએ છે, તો તમે તે જ વેબસાઇટ પર 50 રૂપિયા આપીને પોસ્ટ દ્વારા નવો ઓર્ડર મેળવી શકો છો.

READ ALSO

Related posts

હવે રોજના માત્ર 50 રૂપિયા બચાવી આપ પણ થઇ શકો છો કરોડપતિ, બસ કરવું પડશે આ કામ

Pravin Makwana

બિગબોસમાં કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી અભિનેત્રીએ કરી લીધી આત્મહત્યા, ફાંસો લગાવી આપી દીધો જીવ

Karan

Fact Check : શું રૂપિયા 5, 10 અને 100ની નોટો બંધ થઇ જશે! જાણો શું છે હકીકત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!