GSTV
Home » News » હાલ સોનું ખરીદવાના હોવ તો વિચાર માંડી વાળજો, આ રાજ્યમાં કિંમત સૌથી વધારે

હાલ સોનું ખરીદવાના હોવ તો વિચાર માંડી વાળજો, આ રાજ્યમાં કિંમત સૌથી વધારે

લાંબા સમય બાદ સોનામાં ફરીથી ચમક આવી છે. અમેરિકા-ઈરાન વચ્ચે વધી રહેલા તનાવ, વિવિધ દેશો સાથે અમેરિકા તરફથી જારી ટ્રેડ વોર અને કેન્દ્રીય બેંકોના નરમ વલણથી સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે. દિલ્હીમાં સોનાના 10 ગ્રામ ભાવમાં 200 રૂપિયાનો વધારો થયો. પ્રતિ 10 ગ્રામ સોનું 34,470 રૂપિયાની રેકોર્ડ બ્રેક ઉંચાઈએ પહોંચ્યું છે. તો મુંબઈના ફ્યુચર માર્કેટમાં પણ સોનું મોંઘુ થયું છે. અને 10 ગ્રામ સોનું 34,588 રૂપિયા પર પહોંચી ગયું.

કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ પર સોનું રૂપિયા 34,700 પ્રતિ 10 ગ્રામની તરફ આગળ છે. અને તેની કિંમતમાં વધારો થવાની સંભાવના જોવાઈ રહી છે. કોમોડિટી માર્કેટ પર નજર રાખનારાઓનું અનુમાન છે કે સોનાના ભાવો થોડા દિવોસમાં વધુ વધશે. વૈશ્વિક બજારમાં પણ આ બહુમુલ્ય ધાતુની કિંમત 1,439.7 ડૉલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગયું છે.

gold prices rise

સપ્ટેમ્બર 2013 બાદ સોનાની કિંમતનું આ સર્વોચ્ચ સ્તર છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ભૂ-રાજનૈતિક તનાવ, અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વોર અને વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદીના પાટા પર હોવાને કારણે રોકાણકારો સુરક્ષિત સંપત્તિઓમાં દાવ લગાવવા મજબૂર થયા છે. લોકો શેરબજારને બદલે સોના જેવા સુરક્ષિત સાધનો પર ભરોસો કરી રહ્યા છે અને તેને કારણે સોનની કિંમતો હાલ છ વર્ષના ઉચ્ચસ્તર પર પહોંચી ગઈ છે.

Read Also

Related posts

છોટાઉદેપુર : જુગારીઓને પકડવા ગયેલી પોલીસ પર હુમલો, વાતાવરણ તંગ બનતા પોલીસના ધાડા ઉતર્યા

Nilesh Jethva

હોંગકોંગમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ, વિરોધીઓ પર પોલીસે પાણીનો મારો ચલાવ્યો

Mansi Patel

ગુજરાતના આ ગામમાં જન્માષ્ટમી પર જુગાર નહી આ રમત રમાય છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!