દરેક લોકો પોતાનાં પૈસાને વધારવા માંગે છે, તેના માટે બજારમાં રોકાણ કરવાનાં ઘણા ઓપ્શન હાજર છે. પછી ભલે તે શેરબજાર હોય, રિયલ એસ્ટેટ હોય કે સોનાં-ચાંદીમાં રોકાણ, દરેક જગ્યાએ એ ડર લાગે છેકે, ક્યાંક બજારમાં ઘટાડાથી પૈસા વધવાની જગ્યાએ ઘટી ન જાય, એટલા માટે કેટલાંક લોકો સરકારી રોકાણ જ્યાં પૈસાની પુરી ગેરંટી હોય છે, ત્યાં વિશ્વાસ કરે છે. આજે અમે તમને પોસ્ટ ઓફિસની એક એવી જ સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ, જેમાં પૈસા પુરી ગેરંટી સાથે ડબલ થઈ જાય છે.

યોજના શું છે
પોસ્ટ ઓફિસ હેઠળ આવતા કિસાન વિકાસ પત્રમાં ગેરંટી સાથે પૈસા ડબલ છે. ખાસ વાત એ છે કે, સરકાર આ યોજના પોતે ચલાવે છે. આને કારણે, તેમાં પૈસા સુરક્ષિત રહેવાની સંપૂર્ણ ગેરંટી પણ છે. ચાલો જાણીએ કે આ યોજનામાં કોણ રોકાણ કરી શકે છે.

રોકાણની શરતો
- આ યોજનામાં રોકાણકારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ
- 2.5 વર્ષ પૂરા થયા પછી, તમે ઇમરજન્સીમાં તેમાંથી તમારા પૈસા પાછા લઈ શકો છો.
- 1000 રૂપિયાથી રોકાણ શરૂ થઈ શકે છે.
- તેમાં 6.9 ટકા વ્યાજ દર મળે છે.
- પાન કાર્ડ, આઈટીઆર જેવા દસ્તાવેજો 10 વર્ષથી વધુના રોકાણ માટે જરૂરી છે.

આ રીતે તમારા પૈસા બમણા થઈ જશે
નાણાકીય વર્ષ 2020-21ના બીજા ક્વાર્ટરમાં આ યોજનાનો વ્યાજ દર 6.9 ટકા રાખવામાં આવ્યો છે. આ સંદર્ભમાં, જો તમે 1 લાખ રૂપિયાની રકમ મૂકો છો, તો 124 મહિનામાં તે 2 લાખ થઈ જશે, તમે ઇચ્છો તો 1000, 2000, 5,0000 અને 10,000 રૂપિયાના પ્રમાણપત્રો પણ ખરીદી શકો છો.
READ ALSO
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી