GSTV

રાંધણ ગેસના ભાવ વધ્યા બાદ મોદી સરકારની મોટી ઘોષણા, કરોડો લોકોને મળશે ડબલ સબસિડીનો લાભ

lpg cylinder price hike

ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા બાદ તરત જ દેશના રાજકીય પક્ષોએ કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. રાહુલ ગાંધીએ સ્મૃતિ ઇરાનીની જૂની તસવીર ટ્વીટ કરીને કટાક્ષ પણ કર્યો હતો. આ વચ્ચે સરકાર તરફથી એવો જડબાતોડ જવાબ આવ્યો કે તેણે વિપક્ષીઓનું મોઢુ બંધ કરી દીધું. દેશના 25 કરોડ ઘરેલૂ ગેસ સિલિન્ડર ઉપભોક્તાઓને રાહત આપતાં ગેસ સબસિડીને ડબલ કરી દેવાનું એલાન કરવામાં આવ્યું છે. સાથે જ સરકારે આ વાતના પણ સંકેત આપ્યાં છે કે હવે ગેસની કિંમત ઇન્ટરનેશનલ માર્કેટના હિસાબે નક્કી થશે.

હવે આટલી સબસિડી મળશે

સરકાર તરફથી એલાન કરવામાં આવ્યું છે કે ઘરેલૂ ગેસ સિલિંડર પર 154 રૂપિયાના બદલે 291 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. સાથે જ સબસિડીની રકમ વધારવાથી કન્ઝ્યૂમર ઇન્ટરનેશનલ માર્કેટમાં ગેસની કિંમતમાં વધારો-ઘટાડો પ્રભાવિત નહી કરે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેક્શન ધારકોને હવે 175ના બદલે 312 રૂપિયા સબસિડી આપવામાં આવશે. જણાવી દઇએ કે ઇન્ડિયલ ઑઇલે 14.2 કિલોના સિલિંડર 144.50 અને 5 કિલોના સિલિંડર પર 52 રૂપિયાનો વધારો કર્યો છે. હવે રાજધાની દિલ્હીમાં 14.2 કિલોના સિલિંડરની કિંમત 858.50 રૂપિયા થઇ ગઇ છે. કલકત્તામાં 149 રૂપિયાના વધારા સાથે 896 રૂપિયા, મુંબઇમાં 145 રૂપિયાના વધારા સાથે 829.50 રૂપિયા અને ચેન્નઇમાં 147 રૂપિયાના વધારા સાથે ઘરેલૂ ગેસ સિલિંડરના ભાવ 881 રૂપિયા થઇ ગયાં છે. નવા ભાવ 12 ફેબ્રુઆરીથી જ લાગુ થઇ ગયા છે.

25 કરોડ લોકોને થશે લાભ

સરકારની આ ઘોષણા બાદ દેશના આશરે 25 કરોડ ઘરેલૂ ગેસ સિલિન્ડર ઉપભોક્તાઓને તેનો ફાયદો થશે. વર્તમાન સમયમાં દેશમાં કુલ 27.6 કરોડ ઘરેલૂ ગેસ સિલિન્ડર ઉપભોક્તા છે. જેમાંથી આશરે 2 કરોડ ઉપભોક્તાઓએ પીએમ મોદીના આગ્રહ પર ગેસ સિલિન્ડરની સબસિડી છોડી દીધી છે. જે બાદ સબસિડી મેળવતા લોકોની સંખ્યા આશરે 25 કરોડ છે. આશરે 200 રૂપિયી સબસિડી દેશની નજતાને ઘણ રાહત આપશે. સાથે તેની થોડી અસર ઘરની થાળી પર પણ જોવા મળશે. બીજી બાજુ રેસ્ટોરન્ટ અને હોટલની થાળી પર તેની કોઇ અસર નહી થાય.

6 મહિનામાં આટલા વધ્યા ગેસ સિલિન્ડરના ભાવ

ઘરેલૂ ગેસ સિલિન્ડરના છેલ્લા 6 મહિનાના ભાવની વાત કરીએ તો તેમાં 300 રૂપિયા સુધીનો વધારો થઇ ચુક્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં આ દરમિયાન 284 રૂપિટયાનો વધારો થયો છે. સાથે જ કલકત્તામાં 295 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. મુંબઇમાં 283 અને ચેન્નઇમાં 290.50 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. સાથે જ સબસિડી ગેસ સિલિન્ડરની વાત કરીએ તો ગત મહિના સુધી સબસિડી વાળા કુકિંગ ગેસના ભાવ ગત 6 મહિનામાં 13 ટકા એટલે કે 62 રૂપિયા પ્રતિ સિલિંડર વધ્યાં છે. જણાવી દઇએ કે રાંધણ ગેસના કુલ 27.6 કરોડ ઉપભોક્તા છે. તેમાંથી આશરે 2 કરોડને સબસિડી નથી મળી.

ગેસ સીલિન્ડર સાથે સ્મૃતિ ઈરાનીનો ફોટોગ્રાફ શેર કરી રાહુલે કહ્યું મારો પણ તમને સપોર્ટ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઘરેલુ ગેસની કિંમતમાં ધરખમ વધારાને લઇને ભાજપ પર નિશાન સાધ્યું. રાહુલ ગાંધીએ સ્મૃતિ ઇરાનીનો એક જૂનો ફોટો શેર કરી એલપીજીના વધેલા ભાવ મુદ્દે કટાક્ષ કર્યો. રાહુલ ગાંધીએ ટ્વીટર પર યુપીએ સરકારના કાર્યકાળ વખતની એક તસવીર શેર કરી. જેમાં સ્મૃતિ ઇરાની ગેસ સિલિન્ડર લઇને રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી રહેલા નજરે પડે છે.

રાહુલ ગાંધીએ તસવીર નીચે કેપ્શનમાં લખ્યું કે હું ભાજપના આ સભ્યો સાથે સહમત છું કે જેઓ એલપીજી સિલિન્ડરમાં 150 રૂપિયાના જંગી વધારાનો વિરોધ કરી રહ્યા છે. હેશટેગ રોલ બેક હાઇકના માધ્યમથી રાહુલ ગાંધીએ ગેસની વધેલી કિંમતો પરત લેવાની માંગ કરી છે.

રાહુલ ગાંધીએ શેર કરેલી સ્મૃતિ ઇરાનીની આ તસવીર 1 જુલાઇ 2010ની છે. તે સમયે સ્મૃતિ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ હતા. તે સમયે સ્મૃતિએ તત્કાલીના બંગાળના ભાજપ પ્રમુખ રાહુલ સિન્હા સાથે કોલકાત્તામાં ધરણા યોજ્યા હતા. સ્મૃતિ ઇરાનીએ ઇંધણના વધી રહેલી કિંમત વિરૂદ્ધ પાર્ટી કાર્યકર્તાઓ સાથે મળીને રસ્તો જામ કર્યો હતો.

Read Also

Related posts

દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે

Mansi Patel

સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…

Ali Asgar Devjani

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!