કરતારપુર સાહિબના કોરિડોર અંગે ભારતની પાંચેય માગણીનો પાકિસ્તાને કર્યો અસ્વીકાર

india pak talks after pulwama

કરતારપુર કોરિડોર બાબતે પાકિસ્તાનનું બેવડું વલણ જોવા મળ્યું છે. આ મુદ્દે ગઇકાલે ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયના અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક થઇ, જેમાં પાકિસ્તાને ભારતની વાતોને સ્વીકારવાનો ઇન્કાર કર્યો. 

ગૃહ મંત્રાલયના સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ જે ભારતીય ડેલિગેશન મીટિંગમાં જોડાયું હતું એણે પોતાના શ્રધ્ધાળુઓને લગતી કેટલીક મહત્વપૂર્ણ બાબતો પાકિસ્તાન સમક્ષ રજુ કરી હતી, જેને માનવાનો પાકિસ્તાને ઇન્કાર કરી દીધો હતો.

આ મુદ્દે ભારતની લાગણીને વ્યક્ત કરતી પાંચ માગણીઓ આ પ્રમાણે છે.

૧. ભારતે કહ્યું કે દરરોજ ૫૦૦૦ યાત્રિકો કરતારપુર સાહિબના દર્શન કરશે. પાકિસ્તાન આ સંખ્યા ૫૦૦ શ્રધ્ધાળુ સુધી મર્યાદિત રાખવા માગે છે

૨. ભાએ કહ્યું કે બધા જ ભારતીય નાગરિકો અને ઓસીઆઈ કાર્ડધારક કરતારપુર સાહિબના દર્શન કરવા જાય, પાકિસ્તાન કહે છે કે ફક્ત શીખ શ્રધ્ધાળુઓ જ કરતારપુર સાહિબના દર્શન કરવા આવે.

૩. ભારતે કહ્યું કે એક પરિવાર અથવા એક ગુ્રપ જેમાં ગમે એટલા સભ્યો હોય, એને કરતાપુર સાહેબના દર્શન માટે પાકિસ્તાન મંજૂરી આપે. પાકિસ્તાન આ ગુ્રપમાં ફક્ત ૧૫ શ્રધ્ધાળુઓની ઉપસ્થિતિ જ  ઈચ્છે છે.

૪. ભારતે કહ્યું કે યાત્રિક ચાહે પગપાળા અથવા વાહનમાં બેસીને કરતારપુર સાહિબના દર્શને જઇ શકે પાકિસ્તાને કહ્યું કે સરહદની પાર કોઇ પગપાળા દર્શન માટે જઇ શકે નહિં. દર્શન કરવા ઇચ્છતા શ્રધ્ધાળુઓ ફક્ત ગાડીમાં જ આવી શકે.

૫. ભારતે કહ્યું કે મહારાજા રણજિતસિંહે કરતારપુર સાહિબને દાનમાં આપેલા ૧૦૦ એકર જમીનને કરતાપુર સાહિબ ટ્રસ્ટમાં રાખવામાં આવે પાકિસ્તાને આ માગણીનો સ્વીકારવાનો ઇન્કાર કર્યો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter