GSTV
Gujarat Government Advertisement

ખેડૂતો માટે ખુશખબર! અહીં રોકાણ કરીને મેળવો ડબલ રિટર્ન, ખાસ છે આ સરકારી સ્કીમ

રોકાણ

Last Updated on June 9, 2021 by Bansari

જો તમે પણ પૈસાનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યાં હોય તો અમે આજે તમને એક એવી સ્કીમ વિશે જણાવીશુ,જ્યાં તમારા પૈસા સુરક્ષિત પણ રહેશે સાથે જ મેચ્યોરિટી પર મળશે ડબલ રિટર્ન. આ છે પોસ્ટ ઓફિસ કિસાન વિકાસ પત્ર યોજના. ચાલો તમને જણાવીએ આ યોજના વિશે વિગતે…

કિસાન વિકાસ પત્ર ભારત સરકારની વન ટાઇમ ઇનવેસ્ટમેંટ સ્કીમ છે, જ્યાં તમારા નાણાં નિયત અવધિમાં બમણા થાય છે. કિસાન વિકાસ પત્ર દેશની તમામ પોસ્ટ ઓફિસ અને મોટી બેંકોમાં ઉપલબ્ધ છે. તેનો મેચ્યોરિટી પીરિયડ હાલમાં 124 મહિના છે. તેમાં ઓછામાં ઓછું રોકાણ 1000 રૂપિયાનું છે. રોકાણની મહત્તમ મર્યાદા નથી. આ યોજના વિશેષ ખેડૂતો માટે બનાવવામાં આવી છે, જેથી તેઓ લાંબા સમય સુધી તેમના નાણાં બચાવી શકે.

કોણ રોકાણ કરી શકે છે?

કિસાન વિકાસ પત્ર (કેવીપી) માં રોકાણ કરનાર વ્યક્તિની લઘુત્તમ વય 18 વર્ષ જરૂરી છે. સિંગલ એકાઉન્ટ ઉપરાંત, જોઇન્ટ એકાઉન્ટની સુવિધા પણ છે. તે જ સમયે, આ યોજના સગીર બાળકો માટે પણ ઉપલબ્ધ છે, જેની દેખરેખ વાલીએ કરવાની રહેશે. આ યોજના હિન્દુ અવિભાજિત કુટુંબ એટલે કે એચયુએફ અથવા એનઆરઆઈ સિવાય ટ્રસ્ટ્સ માટે પણ લાગુ છે. કિસાન વિકાસ પત્ર (કેવીપી) માં રોકાણ કરવા રૂ. 1000, 5000, 10,000 અને રૂ .50,000 સુધીનાં સર્ટિફિકેટ છે, જે ખરીદી શકાય છે.

રોકાણ

વ્યાજ દર

નાણાકીય વર્ષ 2021 ના ​​પહેલા ક્વાર્ટરમાં કેવીપી માટેનો વ્યાજ દર 6.9 ટકા નક્કી કરાયો છે. અહીં તમારું રોકાણ 124 મહિનામાં બમણું થઈ જશે. જો તમે એક લાખ રૂપિયાનું એકસાથે રોકાણ કરો છો, તો મેચ્યોરિટી પર તમને 2 લાખ રૂપિયા મળશે. આ યોજનાનો મેચ્યોરિટી પીરિયડ 124 મહિનાનો છે. આ યોજના આવકવેરા કાયદા 80 સી હેઠળ આવતી નથી. તેથી, જે પણ રિટર્ન આવે છે તેના પર ટેક્સ લાગશે. આ યોજનામાં ટીડીએસ કાપવામાં આવતો નથી.

રોકાણ

ટ્રાન્સફર કરવાની સુવિધા પણ છે

ઇશ્યુ થયાની તારીખથી અઢી વર્ષ પછી કિસાન વિકાસ પત્રને વિડ્રો કરી શકાય છે. કેવીપી એક પોસ્ટ ઓફિસથી બીજી પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર પણ કરી શકાય છે. કિસાન વિકાસ પત્ર એક વ્યક્તિથી બીજા વ્યક્તિને ટ્રાન્સફર કરી શકાય છે. કે.વી.પી.માં નોમિનેશન સુવિધા ઉપલબ્ધ છે. કિસાન વિકાસ પત્ર પાસબુકના રૂપમાં જારી કરવામાં આવે છે.

આ ડોક્યુમેન્ટ્સ જરૂરી છે

આ યોજનામાં રોકાણ કરવા માટે આધારકાર્ડ, પાનકાર્ડ, મતદાર ID કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, કેવીપી એપ્લિકેશન ફોર્મ, સરનામાનો પુરાવો અને જન્મ પ્રમાણપત્રની જરૂર છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

નવો મોરચો/ 5 મીનિટમાં ભારતમાં એરસ્ટ્રાઈક કરી શકાય તે એરબેઝ પર પાકિસ્તાને જેએફ-17 ફાઇટર જેટને તૈનાત કર્યા

Harshad Patel

જ્ઞાનનું દાન/ એક હજાર વિદ્યાર્થીને સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયાર કરશે અમદાવાદના ડીસીપી રાજેશ ગઢિયા, 14 યુવાનોને PSI બનાવ્યા

Harshad Patel

ફફડાટ/ ત્રીજી લહેર આવી તો ક્રોનિક ડીસીઝવાળા બાળકોની હાલત થશે વધુ ગંભીર, તબીબો પણ મૂકાયા ચિંતામાં

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!