મહિલાઓ સામાન્ય રીતે ચામડીના ડબલ થર હોવાને કારણે અને શાર્પ જૉલાઇન નહીં હોવાને કારણે પરેશાન થતી હોય છે. કારણ કે તેનાથી તેમને એવું લાગે છે કે, તેમની સુંદરતામાં ઘટાડો થઇ જાય છે. આ પ્રકારની સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે અનેક વૈજ્ઞાનિક રીતે અને પ્લાસ્ટિક સર્જરી શોધાઇ ગઇ છે પરંતુ તમારે આમાંથી કંઇ જ કરવાની જરૂરિયાત નથી. કારણ કે અમે આપની માટે લઇને આવ્યાં છીએ તજજ્ઞો દ્વારા બતાવવામાં આવેલી 3 પ્રાકૃતિક એક્સરસાઇઝ.

આ પ્રાકૃતિક આઇડિયાને અપનાવ્યાના થોડાં જ દિવસોમાં તે ડબલ થર અને જૉલાઇનની સમસ્યાઓથી છૂટકારો મેળવી લેશો. તજજ્ઞો એવું જણાવે છે કે, આને કર્યા બાદ ડબલ થર પણ ગાયબ થઇ જશે અને તમને શાર્પ જૉલાઇન મેળવવામાં પણ મદદ મળશે.
કેવી મુશ્કેલીઓને કારણે શરીર પર સર્જાય છે ચામડીના ડબલ થર?
તજજ્ઞો દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે, ‘ઇન્સુલિન સેંસિટિવિટી હોવાથી મહિલાઓમાં ડબલ થર થઇ જાય છે. સામાન્ય રીતે બૉડી ફિટ હોવાને કારણે પણ ડબલ થર ઉત્પન્ન થાય છે, પરંતુ તેનાથી પરેશાન થવાને બદલે થોડીક આદતોમાં સુધારો કરવો જરૂરી છે જેથી તમારી સમસ્યાઓથી તમને છુટકારો મળશે. અહીં તમને અમે જણાવીશું ત્રણ એવી એક્સરસાઇઝ કે જે હંમેશને માટે તમારી જૉલાઇન મેન્ટેઇન કરવામાં મદદ કરશે.

પ્રથમ કસરત
કેવી રીતે કરવું?
- તમારા હોઠમાં પેન અથવા પેન્સિલની પાછળનો ભાગ દબાવો અને હોઠની મદદથી, તેને ઉપરથી નીચે કરો.
- આ કરવાથી, તમારી જૉલાઇનમાં ઉપલબ્ધ સ્નાયુઓ સક્રિય થવા લાગશે.
કેટલી વાર કરવું?
- તમારે આ કસરત 5થી 7 વખત કરવાની જરૂર છે.
અસર કેટલી વાર દેખાશે?
વ્યાયામ ખૂબ જ સરળ છે, જેની અસર તમે તેને બે-ચાર મહિના સુધી સતત કર્યા બાદ જોશો. તમારે આ 2 મહિના સુધી સતત કરવું પડશે. પછી એકાએક ફેરફાર થવા માંડશે. તમને થરની નીચેની ફેટ નાની થતા દેખાશે.
બીજી કસરત
કેવી રીતે કરવું?
- આ વખતે પોતાના હોઠોમાં પેન અથવા તો પેન્સિલને વચ્ચેથી આડી કરીને પકડો.
- પેન હોઠોમાં દબાવ્યા બાદ સ્માઇલ કરો.
- સ્માઇલ કરવાથી તમારા ડબલ થરની નીચેના ભાગ પર પ્રેશર પડશે.
કેટલી વખત કરવાનું?
- પેન્સિલ હોલ્ડ કરીને તમે આ કસરતને 3થી 4 વખત કરો.
કેવી રીતે અસર દેખાશે?
જ્યાં ફેટ છે ત્યાં કસરત કરશો તો તે ભાગ એક્ટિવ થવાથી ફેટ (ચરબીના થર) સરળતાથી ઓછાં થઇ જશે. પેન્સિલની મદદથી ચહેરાના એવાં ભાગ પર પ્રેશર વધે છે, જેનાથી જૉલાઇનને વધારે કામ કરવું પડશે.
ત્રીજી કસરત
કેવી રીતે કરો?
- સીધા બેસીને ગરદનને પાછળની તરફ લઇ જાઓ. પોતાની આંખોને ઉપરની બાજુએ રાખો.
- પછી ગરદનને પાછળથી આગળની તરફ લઇ જઇને ચામડીના થરને કૉલરબોન સાથે સ્પર્શતા જમીન પર જુઓ.
કેટલી વખત કરવું?
- આ કસરતને તમારે 5થી 7 વખત કરવાની રહેશે.
- કસરતને ધીરે-ધીરે કરો, જેનાથી થરના સ્નાયુઓ પર દબાવ વધે.
શું છે ફાયદો?
જો કમ કરતી વેળાએ તમારે પૂરો દિવસ ગરદનને ઝુકાવીને રાખવી પડે છે તો તેનાથી તમારા સર્વાઇકલ એરિયાના સ્નાયુઓ એક્ટિવ થશે. જેનાથી ફેટ (ચરબીના થર) બર્ન થઇ જશે અને ડબલ થરની સમસ્યાથી પણ છૂટકારો મળશે.
READ ALSO :
- જાણવા જેવું/ Telegram આપી રહી છે Whatsappને ટક્કર, એપમાં સામેલ કરાયા આ શાનદાર સેફ્ટી ફીચર
- અંબાણી પર સંકટના વાદળ? ‘મુકેશભાઈ આ તો માત્ર ટ્રેલર હતું’, શંકાસ્પદ કાર માંથી મળી ચિઠ્ઠી
- ઉર્જાપ્રધાને જાહેર સભામાં ભાજપના અસંતુષ્ટ આગેવાનોનો ઉધડો લીધો, ‘ટિકીટ ન મળી એટલે તમે થઇ ગયા કોંગ્રેસી!’
- જરૂરી માહિતી/નહિ કપાય તમારી સેલરીમાંથી ટેક્સ, અપનાવો આ 7 સરળ રીત
- ચેતજો / પીએમ મોદીનો ચહેરો, અશોક સ્તંભ… મુદ્રા લોનના ચક્કરમાં કયાંક તમે ન થઈ જાઓ છેતરપિંડીનો શિકાર…