GSTV
Home » News » એરટેલની સાથે અન્ય 2 નાદાર કંપનીઓ પાસે બાકી AGRની માંગણી કરી શકે છે DoT

એરટેલની સાથે અન્ય 2 નાદાર કંપનીઓ પાસે બાકી AGRની માંગણી કરી શકે છે DoT

નાદારી નોંધાવી ચૂકેલી વીડિયોકોન ટેલિકમ્યુનિકેશન્સ અને એરસેલ પર સરકારના એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર)ના કેટલાંક હિસ્સા ભારતી એરટેલ પાસેથી માંગવામાં આવી શકે છે. એરટેલે 2017માં આ બંને ટેલિકોમ કંપનીઓ પાસેથી કેટલાક સ્પેક્ટ્રમ ખરીદ્યા હતા. એક સરકારી અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ડોટ(DoT) ભારતી એરટેલ અને વીડિયોકોન ટેલિકમ્યુનિકેશન્સ અને બાકી રકમ વચ્ચે સ્પેક્ટ્રમ ટ્રેડિંગ સોદા પર વિચારણા કરી રહ્યું છે.

ઇનસોલ્વન્સી પ્રોસેસિંગનો સામનો કરી રહેલા વીડિયોકોન ટેલિકમ્યુનિકેશન પર લાઇસન્સ ફી, સ્પેક્ટ્રમ યૂસેસ ચાર્જ (એસયુસી), વ્યાજ અને દંડ તરીકે લગભગ રૂ. 1,298 કરોડ વસૂલવાના બાકી છે. સુપ્રિમ કોર્ટે એજીઆરની વ્યાખ્યાનો અવકાશ વધારવાના કારણે ટેલિકોમ કંપનીઓને તેનાથી સંબંધિત બાકી રકમ બની છે.

ટેલિકોમ કંપનીઓ લાઇસન્સ ફીમાં 8% અને એસયુસી તરીકે 3-5% સુધી એજીઆર ચૂકવે છે. અધિકારીએ જણાવ્યું હતું કે બંને કંપનીઓએ કેટલી ચૂકવણી કરવી પડશે તેનો અંદાજ ડોટ કરી રહ્યું છે. ડોટે તમામ ટેલિકોમ કંપનીઓને નોટિસ મોકલી છે અને તેમને બાકી રકમનું જાતે મૂલ્યાંકન કરવા જણાવ્યું છે. 24 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટના આદેશના ત્રણ મહિનાની અંદર આ રકમ ચૂકવવાની છે. અધિકારીએ જણાવ્યું હતું કે, જો ટેલિકોમ કંપની અને ડોટની ગણતરીમાં કોઈ તફાવત હોય તો, બાકીની રકમ માટે નવી સૂચના મોકલવામાં આવશે.

એરટેલે સ્પેક્ટ્રમ ટ્રેડિંગ સોદા હેઠળ વિડીયોકોન ટેલિકમ્યુનિકેશન્સ પાસેથી છ સર્કલ- બિહાર, ગુજરાત, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ (પૂર્વ) અને ઉત્તર પ્રદેશ (પશ્ચિમ)માં 1800 મેગાહર્ટઝ બેન્ડમાં 25 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ 4,428 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. એક ઉદ્યોગ કારોબારીએ જણાવ્યું હતું કે વીડિયોકોન ટેલિકમ્યુનિકેશન 2જી અને 3જી સેવાઓ માટે સ્પેક્ટ્રમનો ઉપયોગ કરી રહી હતી અને તેના કારણે તેને લાઇસન્સ ફી અને એસયુસી ચૂકવવાની છે. તેની બાકી રકમ બંને પક્ષોમાં વહેંચી શકાય છે. એજીઆરને બાકી ચૂકવવાના કારણે એરટેલને રૂ. 35,500 કરોડથી વધુ ચૂકવવા પડશે. આ ચુકવણી માટેની જોગવાઈ પછી, એરટેલે જુલાઈ-ઓક્ટોબર ક્વાર્ટરમાં રૂ .23,000 કરોડથી વધુનું નુકસાન નોંધાવ્યું હતું.

એરટેલે નાદાર એરસેલ પાસેથી 2300 મેગાહર્ટઝ બેન્ડમાં આઠ વર્તુળોમાં 23 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ પણ ખરીદ્યા હતા. આ માટે એરટેલે 3,500 કરોડ રૂપિયા ચૂકવ્યા. એરટેલ, વીડિયોકોન ટેલિકમ્યુનિકેશન્સ, વિડીયોકોનના રિઝોલ્યુશન પ્રોફેશનલ ડેલોયટ અને એરસેલે ઇટી દ્વારા મોકલેલા પ્રશ્નોનો જવાબ આપ્યો નથી. એરટેલ ત્રણ અબજ ડોલરનું ભંડોળ એકત્ર કરી રહી છે. તેનો ઉપયોગ એજીઆર લેણાંની ચુકવણીની સાથે વ્યવસાયને વધારવા માટે કરવામાં આવશે. ભારતી એરટેલના અધ્યક્ષ સુનીલ મિત્તલે કેન્દ્ર સરકારને એજીઆરના બાકી લેણાં પર ટેલિકોમ ઉદ્યોગને રાહત આપવા વિનંતી કરી છે.

READ ALSO

Related posts

જાણો કોણ છે ભારતનો ડેવિડ બેકહામ, જેનો ઉલ્લેખ પીએમ મોદીએ મન કી બાતમાં કર્યો

Nilesh Jethva

શરીરની ત્વચા અને આંખોની સમસ્યાનું રામબાણ ઈલાજ છે ગાજરનો જ્યૂસ, જાણો તેનાં ફાયદા

pratik shah

શું તમારી ઉંચાઈ ઓછી છે ? તો ચિંતા ન કરો લગ્ન કરવા માટે બેસ્ટ છો તમે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!