GSTV

વોડા-આઈડિયા અને એરટેલને DoTથી મળી મોટી રાહત, ઈન્ફ્રાટેલ-ઈંડસ ડીલથી મળશે પૈસા

દૂરસંચાર વિભાગ (DoT) એ શુક્રવારે દેશની સૌથી મોટી મોબાઇલ ટાવર કંપની ઈંડસ ટાવર્સના ભારતી ઇન્ફ્રાટેલ સાથે મર્જરને મંજૂરી આપી છે. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી છે. આ મર્જર પછી રચાયેલી સંયુક્ત કંપનીમાં દેશભરમાં 1,63,000 થી વધુ ટેલિકોમ ટાવર્સ હશે, જે તમામ 22 ટેલિકોમ સર્વિસ ક્ષેત્રમાં કાર્યરત છે. મર્જર દ્વારા રચાયેલી સંયુક્ત કંપની ચીન સિવાય વિશ્વની સૌથી મોટી ટાવર કંપની હશે.

ડીલથી વોડા-આઈડિયા અને એરટેલ, બંનેને ફાયદો

આ સંયુક્ત કંપનીનું નામ હવે બદલીને ઈન્ડસ ટાવર્સ લિમિટેડ કરવામાં આવશે અને કંપની સ્થાનિક સ્ટોક એક્સચેંજમાં લિસ્ટિંગ ચાલુ રાખશે. ભારતી ઇન્ફ્રાટેલ અને ઈંડસ ટાવર્સના વ્યવસાયની સંપૂર્ણ માલિકી કંપની પાસે હશે. સમયસર આ સોદાને પૂર્ણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયા માટે કંપનીમાં તેમનો હિસ્સો વેચીને પૈસા એકત્રિત કરવાના વિકલ્પો ખોલશે. ભારતી ઈન્ફ્રાટેલ અને વોડાફોન ગ્રુપની હાલમાં ઈંડસ ટાવર્સમાં 42-42 ટકા હિસ્સો ધરાવે છે. તેમાં વોડાફોન આઈડિયાની પણ 11.15 ટકા હિસ્સો છે. ભારતી ઈન્ફ્રાટેલમાં એરટેલનો ખૂબ મોટો હિસ્સો છે.

વોડા આઈડિયા 4500 કરોડ એકત્ર કરશે

માનવામાં આવી રહ્યું છે કે વોડાફોન આઈડિયા આ ડીલથી લગભગ 4500 કરોડ રૂપિયા એકત્ર કરી શકશે. આ રકમનો ઉપયોગ કંપની દ્વારા એજીઆર બાકીના ચુકવણી માટે કરવામાં આવશે. કંપનીનો આશરે 52000 કરોડ રૂપિયાનો એજીઆર બાકી છે.

એપ્રિલ 2019 માં થયો હતો સોદો

2018 માં થયેલા સોદાની મુદત મુજબ, વોડાફોન આઈડિયા નવી કંપનીમાં શેર વેચીને બહાર નીકળી જશે. બાદમાં, ભારતી એરટેલનો હિસ્સો 37.20 ટકા અને વોડાફોન ગ્રુપનો હિસ્સો 29.40 ટકા રહેશે. 23 એપ્રિલ 2019 ના રોજ ભારતી ઇન્ફ્રાટેલ અને ઈંડસ ટાવર વચ્ચે કરાર પર હસ્તાક્ષર થયા હતા. DoT દ્વારા હજી આ ડીલને મંજૂરી મળી નહોતી.

READ ALSO

Related posts

ઈન્ટરનેટ સ્પીડ મામલે ભારત વિશ્વમાં 130માં સ્થાને, લોકડાઉન સમયે તમારા મોબાઈલમાં બસ આટલી જ સ્પીડ આવે છે…

Mayur

મોદી સરકારની આ ત્રણ યોજનાઓ આપશે ફાયદો, ઓછા રોકાણમાં થશે લાખોનો ફાયદો

Arohi

1930 બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવશે મોટી તબાહી, માથાદીઠમાં આવકમાં થશે ઘટાડો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!