GSTV

તાપી જિલ્લામાં પડી રહેલા વરસાદને પગલે ડોસવાડા ડેમ ઓવરફ્લો, 10થી વધુ ગામોને કરાયા એલર્ટ

તાપી જિલ્લામાં પડી રહેલા વરસાદને પગલે ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો. જિલ્લામાં આવેલા ગાયકવાડી સમયનો ડોસવાડા ડેમ ચાલુ સીઝનમાં પ્રથમ વાર ઓવરફોલ થયો. 2108 ક્યુસેક પાણી ડેમ ઉપરથી વહી રહયું છે. ડોસવાળા ડેમ ઓવરફોલ થતા ડેમની નીચેના ભાગે આવેલા 10થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા. ડેમની નીચેના ભાગે આવેલા કુમકુવા, ડોસવાળા, ખરશી, ખાંજારકનાળા, ચોરવાડ,ખડકા ચીખલી મુશા, પાનવડી વગેરે ગામોને સાવચેત કરવામાં આવ્યા.

રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે મોટી આગાહી

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. લો પ્રેશર અને સાઈક્લોનીક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. લો પ્રેશર અને સાઈક્લોનીક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. જો કે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના જારી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની 14 ટીમને અલગ અલગ જિલ્લામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ 21 ઓગસ્ટ સુધી કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ અને અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે છે.

READ ALSO

Related posts

જામનગર : લાખોના ખર્ચે બનાવેલ કોઝવે ઉદ્દઘાટન પહેલા જ તૂટી ગયો, 56 લાખ પાણીમાં

Nilesh Jethva

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દિશા સાલિયાન અંગે હતી, લખી હતી આ વાત

Ankita Trada

બોલિવૂડની સૌથી મોંઘી અભિનેત્રી કંગના, તેની ઉપર ઇન્ડસ્ટ્રીના 250 કરોડ દાવ પર છે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!