GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

વધેલા ભાતથી આ રીતે બનાવો ઢોસા-ચિલા, દરરોજ કંઈક નવું માંગતા બાળકોને પણ પડી જશે જલસા

ઢોસા-ચિલા

મોટાભાગે ડિનર અથવા લંચમાં વધારે ભાત બની જાય તેવું બનતું જ હોય છે. જેને પછીથી ફેકવામાં આવે છે અથવા તો વઘારીને ખાવા પડે છે. પરંતુ શું તમે જાણો છો કો આ વધેલા ભાતથી કંઈક ટેસ્ટી ટ્રાય કરીને તેના ઢોસા બનાવી શકાય છે. જી હાં…. વધેલા ભાતથી તમે શરળતાથી ઢોસા અથવા ચીલા બનાવી શકો છો. જેનો સ્વાદ બધાને એટલો પસંદ આવશે કે તમારા વખાણ કરતા નહીં થાકે. તો ફટાફટથી નોંધી લો વધેલા ભાતમાંથી ઢોસા બનાવવાની રીત

ચોખા ઢોસા બનાવવા માટે જરૂરી સામગ્રી:

  • બે બાઉલ ચોખા
  • બે નાના ટામેટાં
  • એક કેપ્સિકમ
  • એક ડુંગળી
  • બે લીલા મરચાં
  • લિંબુનો રસ
  • બે પાપડ
  • અડધી ચમચી મરી પાવડર
  • અડધી ચમચી મરચાંના ટુકડા
  • દોઢ કપ બેસન
  • એક મુઠ્ઠી ધાણા
  • એક ટી સ્પુન મીઠું
  • હળદર
  • એક ચમચી લાલ મરચું પાવડર
  • આ વાટકી દહીં
  • એક ચમચી આદુ લસણની પેસ્ટ
  • જરૂરિયાત મુજબ પાણી
  • ઓઇલ

ભાત ચીલા બનાવવાની સરળ રેસિપી

સૌથી પહેલા ટામેટા, ડુંગળી, કેપ્સિકમ અને લીલા મરચાને જીણુ જીણુ સમારી લો અને પાપડનો ભુકો કરી લો. એક વાસણમાં વધેલા ભાત ટામેટા, ડુંગળી, કેપ્સિકમ, લિંબુનો રસ, કાળી મરી, ચિલી ફ્લેક્સ અને પાપડનો ભુકો મિક્ષ કરી લો. ત્યાર બાદ તેને 10 મિનિટ માટે ઢાંકીને મુકી દો.

હવે એક વાસણમાં બેસન, ધાણા, મીઠુ, મરચુ, હળદળ, દહી, આદુ લસણની પેસ્ટ મિક્સ કરી લો. તેમાં થોડુ પાણી નાખીને મિશ્રણ તૈયાર કરી લો. આ મિશ્રણમાં ચોખા અને સ્વાદઅનુસાર મીઠુ ઉમેરો. ચીલા બનાવવા માટે મિશ્રણ તૈયાર છે. હવે લો ફ્લેમ પર નોનસ્ટીક તવા પર તેલ નાખીને બેટરને પાથરો અને ચીલા બનાવો. ચિલાને કોથમિરની ચટણી કે કેચઅપ સાથે સર્વ કરો.

Read Also

Related posts

શહેરનું વાડજ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, PSI મિશ્રા સામે એક મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ

pratik shah

અમિતાભ બચ્ચનને લઇને સોશિયલ મીડિયા પર ઉડી આવી અફવાઓ, હોસ્પિટલે કરવુ પડ્યુ ખંડન

Bansari

રાજસ્થાનમાં BTPનો મહત્વનો નિર્ણય, ફલોર ટેસ્ટમાં કોંગ્રેસ અને ભાજપ કોઇને નહી આપે મત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!