GSTV

મોદી સરકારે લોન્ચ કરી Doorstep Banking Service, હવે ઘરે જ મળશે બેંકની દરેક સુવિધાઓ

સરકારી ક્ષેત્રની બેંકોએ પણ તમામ ગ્રાહકોને તેમના દરવાજા પર બેંકિંગ સેવા પ્રદાન કરવા માટે, ડોરસ્ટેપ બેંકિંગ શરૂ કરી દીધી છે. નાણામંત્રી નિર્મલા સીતારામને બુધવારે તેનું ઉદ્ઘાટન કર્યું હતું. અત્યાર સુધી ઘણી ખાનગી બેન્કો આવી સેવાઓ આપી રહી છે. આ પ્રસંગે નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે અર્થતંત્રને પુનર્જીવિત કરવામાં બેંકોની ભૂમિકા છે. તેમણે કહ્યું, ‘બેંકો આ તબક્કે આર્થિક સ્થિતિને પુનર્જીવિત કરવામાં ઉત્પ્રેરક છે. બેંકો દરેક ગ્રાહકની પલ્સને ઓળખે છે. ભારતે જન ધન, આધાર અને મોબાઇલને જે ઝડપે અપનાવ્યો છે તે વિશ્વના દેશો માટે એક ઉદાહરણ છે.

શું છે DoorStep Banking?

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કેટલાક વર્ષો પહેલા ડોરસ્ટેપ બેંકિંગનો પાયો નંખાયો હતો. સરકારી ક્ષેત્રની બેંકોએ એક સાથે મળીને એક કોમન સર્વિસ પ્રોવાઈડર રાખ્યો છે. જે તેમના ગ્રાહકો સુધી સર્વિસ પહોંચાડી શકે. અગાઉ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, ડોરસ્ટેપ બેંકિંગ સુવિધા ફક્ત વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ લોકોને જ આપવામાં આવશે, જેમને બેંક આવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કોરોના મહારામારીને ધ્યાનમાં રાખીને, આરબીઆઈએ કહ્યું હતું કે, 70 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો અને અપંગ વ્યક્તિઓને ડોરસ્ટેપ બેંકિંગ સેવા પ્રદાન કરવી જોઈએ. નાણાં મંત્રાલયના જણાવ્યા મુજબ, જાહેર બેંકોએ કોરોના સંકટ વચ્ચે લોકોની સારી સેવા કરી હતી અને 80,000 થી વધુ શાખાઓમાં કામ કરવાનું ચાલુ રાખ્યું હતું.

રોકડ પણ ઘરેથી જ જમા કરો

આ અંતર્ગત, બેંકોને રોકડ પહોંચાડવા, એકત્રિત કરવા અને ડિમાન્ડ ડ્રાફ્ટ ડ્રોપ કરવા જેવી સુવિધાઓ આપવી પડશે. હવે આ સેવા દરેક માટે છે. જાહેર બેંકના ગ્રાહકો વેબ પોર્ટલ, મોબાઇલ એપ્લિકેશન અને કોલ સેન્ટર દ્વારા તેનો ઉપયોગ કરી શકશે. ગ્રાહકો તેમના દ્વારા બેંકિંગ સેવાઓનું નિરીક્ષણ કરી શકશે. આ સેવાઓ દેશભરના 100 જેટલા કેન્દ્રોથી કાર્યરત છે. એજન્ટો દ્વારા ડોરસ્ટેપ બેંકિંગ સેવાઓ લોકોને પહોંચાડવામાં આવશે. હમણાં સુધી, બેંકો બિનનાણાકીય જરૂરિયાતો માટે જ ચેક / ડિમાન્ડ ડ્રાફ્ટ / પે ઓર્ડર, એકાઉન્ટ સ્ટેટમેન્ટ, ગિફ્ટ કાર્ડ જારી કરવા માટે આવી સુવિધાઓ પૂરી પાડતી હતી. હવે ગ્રાહકોને ઘણી મહત્વપૂર્ણ સેવાઓ મળશે જેમ કે રોકડ લેવી, રોકડ મોકલવી, ચેક કલેક્ટ કરવા, ડ્રાફ્ટ્સની ડિલિવરી કરવી, કેવાયસી દસ્તાવેજો લેવા જેવી સેવા ઘરે જ મળી જશે. નાણાં મંત્રાલયે કહ્યું કે લગભગ 4 કરોડ ગ્રાહકો મોબાઇલ અને ઇન્ટરનેટ બેંકિંગમાં સક્રિય છે. મોબાઇલ બેન્કિંગ અને ઇન્ટરનેટ બેંકિંગ સાથે નાણાકીય વ્યવહારોમાં 140 ટકાનો વધારો થયો છે. એ જ રીતે, તમામ ડિજિટલ ચેનલોના વ્યવહારોમાં 50 ટકાનો વધારો થયો છે.

READ ALSO

Related posts

રણનીતિ / હવે ચીનના દુશ્મનોની સાથે હાથ મીલાવશે ભારત, ડ્રગનની નાકમાં દમ કરનારા દેશો સાથે શરૂ થશે વેપાર મંત્રણા

Mansi Patel

બિહાર ચૂંટણીમાં કરોડપતિની બોલબાલા, પહેલા ચરણમાં 1065માંથી 153 ઉમેદવારો પાસે છે કરોડોની સંપત્તિ,આ બે પાર્ટીના 60 ટકા ઉમેદવારો

Mansi Patel

અમદાવાદમાં ખિસ્સા કાતરૂઓ કેવી રીતે પળવારમાં હાથ સફાઇ કરે છે તેનો ડેમો આપ્યો ખુદ પોલીસે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!