GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

કહેર વરસાવવા આવી ગયો છે એક ચાર્જમાં સતત 7 દિવસ સુધી ચાલતો વોટરપ્રૂફ સ્માર્ટ ફોન, ધમાકેદાર બેટરી અને 108 MP કેમેરા સાથેના ધાંસૂ ફોનની માત્ર આટલી જ કિંમત

લોકોમાં દિવસે દિવસે રગ્ડ સ્માર્ટફોનનો ક્રેઝ વધી રહ્યો છે. Doogee એ તેનો લેટેસ્ટ રગ્ડ સ્માર્ટ ફોન S100 લોન્ચ કર્યો છે. આ રગ્ડ સ્માર્ટફોનમાં ધમાકેદાર બેટરી અને કેમેરા ફિચર્સ સાથે કંપનીએ લોન્ચ કર્યો છે. આ ફોનમાં 10800mAh બેટરી અને 108 MP કેમેરા ફિચર્સ સાથે આવે છે. વર્લ્ડ પ્રીમિયર ડીલના ભાગરૂપે સ્માર્ટફોન પર ભારે છૂટ આપવામાં આવી રહી છે. ફોનની કિંમત 250 ડોલર છે પરંતુ તે 176.99 ડોલરમાં પણ ઉપલબ્ધ હશે.

ફોનની ખાસ વિશેષતાઓ

Doogee S100 ને 120Hz રિફ્રેશ રેટ સાથે 6.58-ઇંચ ફ્લુઇડ ડિસ્પ્લે મળે છે. ફોન કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન સાથે આવે છે, જે સ્ક્રીનને થતા સ્ક્રેચથી બચાવે છે. Doogee S100 MediaTek Helio G99 દ્વારા ઓપરેટેડ છે. તેમાં ગેમિંગ માટે પરફેક્ટ મનાય તેવી ચિપસેટ છે. ફોનમાં 12GB ની LPDDR4X રેમ છે જેને વધારીને 20GB સુધી કરી શકાય છે. જે મલ્ટિટાસ્કિંગ અને ગેમિંગ માટે યોગ્ય છે અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. એને માઇક્રો એસડી કાર્ડ એડ કરીને તેને 2TB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.

જોરદાર છે બેટરી બેક

Doogee S100 માં સૌથી લાંબા બેકઅપ માટેની બેટરી આવે છે. આ સ્માર્ટ ફોનમાં 10800mAh બેટરીબેકઅપ આવે છે. જેને પગલે આ ફોન લાંબા સમય સુધી ચાર્જિંગ વિના ચાલે છે. રનિંગ વપરાશ માટેનો હોય તેઓ જો આ ફોન વાપરે તો 6 થી 7 દિવસ સુધી એક વખતના ચાર્જિંગમાં ચાલી શકે છે. 66W અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. એટલે કે ફોન ઝડપથી ચાર્જ થશે અને ફોનને વારંવાર ચાર્જ કરવાની જરૂરિયાત રહેતી નથી.

ધમાકેદાર કેમેરા ફિચર્સ

Doogee S100 માં ટ્રિપલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે, જેમાં 108MP પ્રાથમિક કેમેરા, 20MP નાઇટ વિઝન કેમેરા અને 16MP અલ્ટ્રા વાઇડ કેમેરાની ફેસેલિટી આવે છે. સેલ્ફી માટેનો ફ્રન્ટ કેમેરો 32MPનો આવે છે.

વોટર અને ડસ્ટ પ્રૂફ રગ્ડ સ્માર્ટ ફોન

Doogee S100 એક રગ્ડ સ્માર્ટફોન કહેતાં ખૂબજ મજબૂત બોડી સાથે આવે છે. ફોન IP68/IP69K અને MIL-STD-810H સર્ટિફિકેશન સાથે આવે છે. જે વોટર અને ડસ્ટપ્રૂફ છે. આ ફોન પાણીમાં પણ આરામથી ચાલી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

પ્રેગ્નેન્સીમાં 10 કલાક કામ કરે છે Aashka Goradia, પોતાના બાળક માટે લખી સુંદર કવિતા

Siddhi Sheth

PNBમાં નોકરી કરવાની તક, સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા માટે 240 વેકેન્સી બહાર પડી

Drashti Joshi

ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટને લઈને અદાણીએ લીધો મોટો નિર્ણય, આ વર્ષ પછી જ કરશે રોકાણ

HARSHAD PATEL
GSTV