GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

તમે નહીં માનો પણ અહીં 11 માસનું જ બાળક રાતોરાત બની ગયું કરોડપતિ

સાંભળીને વિશ્વાસ નહીં આવે કે માત્ર 11 મહિનાનું બાળક રાતોરાત કરોડપતી બની ગયો. કેરળનો રહેવાસી મોહમ્મદ સલાહને દુબઈમાં 7 કરોડ રૂપિયાની લોટરી લાગી છે. મોટી વાત એ છે કે, તે 13 ફેબ્રુઆરીએ એક વર્ષનો થશે. સલાહના પિતાએ કહ્યું હતું કે ‘મેં મારા પુત્રના નામે લોટરીની ટિકિટ ખરીદી હતી. આ એક છપ્પડફાડ જીત છે. આ પૈસાથી હું શું કરીશ તે અંગે મેં હજી સુધી નિર્ણય લીધો નથી.

ગલ્ફ ન્યૂઝના અહેવાલ મુજબ, છેલ્લા છ વર્ષથી અબુધાબીમાં રહેતા રહેમાનએ જણાવ્યું હતું કે, તે છેલ્લા એક વર્ષથી દુબઈ ડ્યુટી ફ્રી પ્રમોશન (Lottery)માં હાથ અજમાવી રહ્યો છે. તેની લોટરી નંબર 1319 હતી અને તે 323 સિરિઝની હતી. રહેમાને કહ્યું, ‘હું ખૂબ સકારાત્મક છું. મારા બાળકનું ભવિષ્ય ઉજ્જવળ છે. તેના જીવનની શરૂઆત ખૂબ જ સકારાત્મક રીતે શરૂ થઈ રહી છે. હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું અને મારા જીવનમાં આવી ક્ષણો માટે ભગવાનનો આભાર માનું છું.

ડીડીએફના અન્ય વિજેતાઓમાં દુબઈની 33 વર્ષીય શાગહયેગ અટરજાદેહ પણ છે, જેમણે 1745 સિરિઝમાં મર્સિડીઝ બેન્ઝ S560 જીતી છે, તેની લોટરી ટિકિટ નંબર 0773 છે.

READ ALSO

Related posts

અમદાવાદના આ બે વિસ્તારોમાં ત્રણ વર્ષ માટે લગાવવામાં આવ્યો અશાંત ધારો, ખરીદ-વેચાણની નહીં મળે છૂટ

Nilesh Jethva

ભારતે પણ કરી ચીન સામે યુદ્ધની તૈયારી : છેક LAC પાસે ઉતારશે ફાયટર જેટ, બોફોર્સ આર્ટિલરી થશે તૈનાત

Mansi Patel

આગાહી : વાવાઝોડા બાદ પણ રાજ્યમાં સમયસર ચોમાસુ બેસશે, અનેક વિસ્તારમાં વાતાવરણ પલટો આવતા વરસાદ માહોલ છવાયો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!