GSTV
Home » News » ‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં

‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં

બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન દરેક વિષય પર પોતાનો અભિપ્રાય આપતાં હોય છે. પછી તે રાજકારણ હોય કે પછી કોઇ સ્પોર્ટસ. કામમાં વ્યસ્ત રહેવા છતાં તેઓ પોતાના ફેન્સ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી વાત કરવા માટે સમય કાઢી જ લે છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચને વિરાટ કોહલીને વેસ્ટઇન્ડીઝ સામે શાનદાર પ્રદર્શન કરવા માટે શુભેચ્છા પાઠવી હતી.  તેમણે અમર અકબર એન્થનીના ડાયલોગને રિક્રીએટ કર્યો છે. જેનો વિરાટ કોહલીએ જવાબ પણ આપ્યો છે.

અમિતાભ બચ્ચને અમર અકબર એન્થનીના ડાયલોગને રિક્રિએટ કર્યો છે. તેમણે ટ્વીટ કર્યુ છે- યાર કિતની બાર બોલા મૈ તેરે કો…કી વિરાટ કો મત છેડ, મત છેડ, મત છેડયયપર સુનતાઇચ કિધર હૈ તુમ…અભી પર્ચી લિખ કે દે દિયા ના હાથ મે!!! દેખ દેખ…WI કા ચહેરા દેખ, કિતના મારા ઉસકો, કિતના મારા!!!

અમિતાભ બચ્ચનની શુભકામનાઓનો જવાબ આપતાં વિરાટ કોહલીએ લખ્યું કે, તમારો ડાયલોગ ખૂબ પસંદ આવ્યો સર. તમે હંમેશા પ્રેરણા સ્ત્રોત રહ્યાં છો.

જણાવી દઇએ કે અમિતાભ બચ્ચને રિક્રિએટ કરેલો ડાયલૉગ ફિલ્મ અમર અકબર એન્થનીનો છે જેને બિગ બીએ રિક્રિએટ કર્યો છે. આ ડાયલોગ માર ખાઇને આવ્યાં બાદ અમિતાભ બચ્ચન અરીસા સામે ઉભા રહીને પોતાની સાથે વાત કરતાં બોલે છે.

કોહલીએ મચાવી ધમાચકડી

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ટાર્ગેટનો પીછો કરવામા માહેર છે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં વેસ્ટઇન્ડિઝ સામે પ્રથમ ટી-20માં પણ તેણે આ જ કર્યુ. જો કે શરૂઆતમાં તેને રન બનાવવામાં થોડી મુશ્કેલી થઇ. પ્રથમ 20 બોલમાં તેણે ફક્ત 20 જ રન બનમાવ્યા. વચ્ચે કોહલી પોતાનીજાતથી એટલો નારાજ થઇ ગયો કે પોતાનીજાતને જ ગાળો ભાંડતો નજરે આવ્યો. જો કે તે બાદ તેણે 30 બોલમાં 74 રન ફટકારી દીધાં.

ખેરી પિયર જ્યાર્ પોતાની અંતિમ ઓવર કરવા માટે આવ્યો તો કોહલીએ ઘણીવાર એક મોટો શૉ રમવાનો પ્રયાસ કર્યો. પોતાનીજાતથી નારાજ કોહલી ગાળો ભાંડતો કેમેરામાં કેદ થઇ ગયો.

આ ઓવર પૂરી થતાં જ કોહલીની બેટિંગ સ્ટાઇલ જ બદલાઇ ગઇ. પહેલાં જેસન હોલ્ડર અને પછી કેસરિક વિલિયમ્સ તેના નિશાને આવ્યા. કોહલીએ કટ, ડ્રાઇવ, ફ્લિક અને પુલ દ્વારા મોટો સ્કોર ઉભો કર્યો.

ટીમ ઇન્ડિયા સામે 208 રનોનો પહાડ જેવો ટાર્ગેટ હતો. ભારતે ટી-20માં ક્યારેય આટલો મોટો સ્કોર ચેઝ કર્યો ન હતો, પરંતુ કોહલીએ ઇતિહાસ બદલી નાંખ્યો. તેણે 50 બોલમાં 6 સિક્સર અને 6 ચોગ્ગાની મદદથી 94 રન ફટકાર્યા. આ કોહલીના ટી-20 કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. 23 અડધી સદી સાથે હવે તેના ટી-20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ અડધી સદી થઇ ગઇ છે.

આ જીત સાથે જ ભારતે ત્રણ મેચની ટી-20 સીરીઝમાં 1-0થી લીડ મેળવી છે. આ મેચમાં 27 સિક્સર ફટકારાઇ જે કોઇપણ ટી20 ઇન્ટરનેશનલમાં એક મેચમાં ફટકારવામાં આવેલી સૌથી વધુ સિક્સર છે. કોહલીની આ ઇનિંગે શિમરન હેટમાયેર (56), એવિન લુઇસ (40) અને વિંડઝના કેપ્ટન કેરન પોલાર્ડ (39)ની મહેનત પર પાણી ફેરવી દીધું.

Read Also

Related posts

NPCIએ ઘરેલુ ટ્રાન્જેક્શન પર આ ટેક્સને કર્યો ખતમ, આ ડિજિટલ પેમેન્ટ કંપીનઓની આવક પર થશે અસર

Ankita Trada

વર્ષ ૨૦૦૮થી ગુજરાતીઓ અમેરિકા પાસે કરી રહ્યા છે આ માગ, શું ડોનાલ્ડ ટ્રમ્પ આપશે ભેટ ?

Nilesh Jethva

ભારતના પાડોશી દેશમાં બુરખા પર લાગશે પ્રતિબંધ, હંગામી ધોરણે કાયદો બનાવવા સંસદમાં પ્રસ્તાવ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!