કોરોના વાયરસ (Corona Virus)નો ખૌફ દરરોજ વધી રહ્યો છે. ભારતમાં COVID-19 ના સંક્રમિત દર્દીઓની સંખ્યા 900ને પાર થઈ ગઈ છે. ભારતમાં સરકાર અને લોકો આ વાયરસ (Corona Virus)ના ફેલાતો અટકાવવા માટે બધા જ જરુરી પગલાઓ ભરી રહ્યા છે. જોકે, કોરોનાને લઈને ઘણા પ્રકારી ખોટી અને ભ્રમિત જાણકારીઓ પણ લોકોની વચ્ચે પહોંચી રહી છે. ઉલ્લેખનીય છે કે,કોરોના વાયરસની રફ્તાર SARS Cov-2 વાયરસથી પણ તેજ વધી રહ્યો છે.
જોકે, સરકારે ભરોસો અપાવ્યો છે કે, લોકને ગભરાવવાની જરુરિયાત નથી, પરંતુ સાઈબર ક્રિમિનલ્સે આ સંકટમાં પણ ઈન્ટરનેટ યૂઝર્સને પરેશાન કરવાની તક શોધી લીધી છે. કોરોના વાયરસ સાથે જોડાયેલા સ્કેમ, ફિશિંગ વેબસાઈટ અને સ્પૈમ મેસેજની સંખ્યામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. રિકૉર્ડેડ ફ્યૂચર નામની એક સાઈબર સિક્યોરિટી ફર્મની રિપોર્ટ પ્રમાણે, ઈન્ટરનેટ પર કોરોના વાયરસ સાથે જોડાયેલા ઘણા બધા ડોમેન રજિસ્ટાર્ડ છે. જે આ વાયરસ સાથે જોડાયેલી ફેક જાણકારી આપી રહ્યા છે.
આ 14 વેબસાઈટને તમારે ભૂલીને પણ ખોલવી
Coronavirusstatus[dot]space
આ વેબસાઈટ ખૂબ જ ખતરનાક છે. Coronavirusstatus[dot]space નામની આ વેબસાઈટ પર ન જશો. કોરોના વાયરસના ડરનો ફાયજો ઈન્ટરનેટ વર્લ્ડ પર હાજર ઘણા બધા સ્કેમર્સ પણ ઉઠાવી રહ્યા છે અને ઘણા ફિશંગ સ્કેમ્સ પણ સામે આવ્યા છે.
Coronavirus-map[dot]com
આ વેબસાઈટ પર પણ કોરોના સાથે જોડાયેલી ખોટી જાણકારી આપવામાં આવી રહી છે. વિશ્વભરમાં લાખો યૂઝર્સ કોરોના વાયરસ Covid-19 સાથે જોડાયેલા ફેક ઈમેલ છેલ્લા કેટલાક અઠવાડીયાઓથી આવી રહ્યા છે.
Blogcoronacl.canalcero[dot]digital
આ વેબસાઈટ પર કોરોના વાયરસ સાથે જોડાયેલી ભ્રમિત જાણકારી છે. જેથી સલાહ છે કે, આ વેબસાઈટને ન ખોલો. ઉલ્લેખનીય છે કે, ફર્મ QiAnXin નું કહેવુ છે કે, રુસના ગ્રુપ્સ Sandworm અને FancyBear મૈલિશસ ડોક્યૂમેન્ટ અટેચ કરી ફિશિંગ ઈમેલ્સ ઈન્ટરનેટ યૂઝર્સને મોકલી શકો છો.
Coronavirus[dot]zone
Coronavirus[dot]zone નામની આ વેબસાઈટને ન ખોલવી કિફાયત છે. સાયબર ક્રિમિનલ્સ દરેક તરફથી લોકોને પોતાના શિકાર બનાવવાની કોશિશમાં લાગ્યા છે.
Coronavirus-realtime[dot]com
આ ખતરનાક વેબસાઈટ પર પણ કોરોનાને લઈને ખોટી જાણકારી ઉપલબ્ધ છે. ડિજિટલ એડ્સની દુનિયામાં ક્રોમ બ્રાઉઝરનું એક્સટેન્શન તમને મૈલિશસ અટેકનો શિકાર બનાવી શકે છે.
Coronavirus[dot]app
દુનિયાભરમાં કોરોના વાયરસથી બચવા માટે દરેક સંભવ પગલા ભરવામાં આવી રહ્યા છે. એવામાં ઓનલાઈન ખોટી જાણકારી આપાવાની કોશિશમાં સાયબર ક્રિમિનલ્સ દ્વારા બનાવવામાં આવી રહેલી આ વેબસાઈટને ન ખોલવી જ તમારા માટે ફાયદાકાર રહેશે.
Bgvfr.coronavirusaware[dot]xyz
આ પ્રકારની વેબસાટના નામથી જ ખોટી જણાઈ રહી છે. કોરોના વાયરસની આ આપત્તિના સમયમાં તે જરુરી છે કે, તમે ફેક અને ઓરિજિનલનો ફરક સમજો.
Coronavirusaware[dot]xyz
કોરોના વાયરસથી સતર્ક કરવાનો દાવો કરનાર આ વેબસાઈટ પણ ફ્રોડ છે.
Corona-virus[dot]healthcare
કોરોના વાયરસ હેલ્થ કેટર નામની આ વેબસાઈટથી બચીને રહેજો. આ વેબસાઈટ ફ્રોડ છે અને ખોટી જાણકારી આપી રહી છે.
Survivecoronavirus[dot]org
આ મૈલિશસ વેબસાઈટ થી બચો અને તેના URL પર ક્લિક ન કરો.
Vaccine-coronavirus[dot]com
કોરોના વાયરસની વૈક્સીનના નામ પર બનેલી આ વેબસાઈટ પણ ફ્રોડ છે.
Coronavirus[dot]cc
કોરોના વાયરસના નામ પર બનેલી આ વેબસાઈટ લોકોને ઓનલાઈન ભ્રામક જાણકારી આપી રહ્યુ છે. તેથી સારુ રહેશે કે, આ વેબસાઈટને તમે ઓપન ન કરો.
Bestcoronavirusprotect[dot]tk
બેસ્ટ કોરોના વાયરસ પ્રોટેક્ટ નામની આ વેબસાઈટ ફ્રોડ છે. ખોટી જાણકારીથી બચો અને તપાસ કર્યા વગર કોઈપણ વેબસાઈટ પર ન જાઓ.
coronavirusupdate[dot]tk
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે વિશ્વભરમાં પ્રયાસો થઈ રહ્યા છે. દુનિયાભરમાં તેનાથી 6 હજારથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. તેથી સારુ રહેશે કે, આ ફ્રોડ વેબસાઈટના જાળથી બચો અને સાવધાન રહો.
READ ALSO
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત