GSTV
Home » News » ગૃહમંત્રી અમિત શાહે ભાષાનું ગૌરવ લેવા કહ્યું પણ કુલપતિનું જ અંગ્રેજીમાં ભાષણ

ગૃહમંત્રી અમિત શાહે ભાષાનું ગૌરવ લેવા કહ્યું પણ કુલપતિનું જ અંગ્રેજીમાં ભાષણ

જીટીયુના વાર્ષિક પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના દીક્ષાંત પ્રવચનમાં જણાવ્યું કે વિદેશી ભાષાથી પ્રભાવીત ન થતા અને આપણા યુવાનો વિદેશી ભાષાથી લઘુતાગ્રંથી ન અનુભવે. વિદેશી ભાષા શીખજો પરંતુ વિદેશી ભાષા આપણો ઉપયોગ  કરી જાય તેવી સ્થિતિ ઉભી ન થવા દેતા.જો તેવુ થશે તો દેશને મોટું નુકશાન થશે.મહત્વનું છે કે એક બાજુ ગુજરાત સરકારે ગુજરાતમાં વિદેશી વિદ્યાર્થીઓ લાવવાનું અભિયાન શરૂ કર્યુ છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીએ વિદ્યાર્થીઓને કહ્યુ કે વિદેશી ભાષાથી અને વિદેશથી પ્રભાવિત ન થતા.આપણી ભાષા અને આપણા ભારત પર ગર્વ કરો.

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજે બપોરે જીટીયુના 9મા વાર્ષિક દીક્ષાંત સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિદ્યાર્થીઓને સંબોધીત કરતા કહ્યુ કે યુવાનોએ વિદેશી બોલતા લોકો અને વિદેશી ભાષા સામે છોછ અનુભવવાની જરૂર નથી.લેન્ગવેજ ઈન્ફિયારિટી કોમ્પલેભ ન અનુભવો.ભાષા એ કોઈ જ્ઞાાન નથી,ભાષા માત્ર અભિવ્યક્તિ છે,ભાષાથી વ્યક્તિગત ક્ષમતાનો પરિચય થતો નથી.અમિત શાહે વધુમાં કહ્યુ કે વિદેશી ભાષા શીખો પરંતુ વિદેશી ભાષાને તમારો ઉપયોગ ન કરવા દેતા. વિદેશી ભાષા જો આપણો ઉપયોગ કરશે તો દેશમાં શિક્ષણ, સાહિત્ય,ખગોળ શાસ્ત્ર સહિત દરેક ક્ષેત્રમાં મોટું નુકશાન થશે.કારણકે આપણી ભાષાઓમાં જ્ઞાાનનો ભંડાર છે.

આપણી ભાષાઓનો ગર્વ કરો. વિદેશમાં જ્યાં પણ જાવ ત્યાં શીખો,ભણો પરંતુ વિદેશથી પ્રભાવિત ન થાવ.આપણી ભાષા અને ભારતનું ગર્વ કરો. તમે તે ભારતમાંથી આવો છો કે જ્યાં દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે,જ્યાં કેમિસ્ટ્રીની શોધ થઈ છે,જ્યાં શૂન્યની શોધ થઈ છે. હાલ દેશના નબળા પડતા અર્થતંત્રને લઈને વિપક્ષ દ્વારા અનેક આક્ષેપો ભાજપ સરકાર સામે થઈ રહ્યા છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસનું નામ લીધા વગર આડકતરી રીતે કહ્યુ કે નિરાશાની વાતો કરનારાથી નિરાશ ન થાવ.

કેટલાક લોકો એવી કોમેન્ટ કરે છે પરંતુ તેના પર ધ્યાન ન આપતા. આપણી ઈકોનોમી માત્ર પાંચ વર્ષમાં 2 ટ્રિલિયન ડોલરથી 3 ટ્રિલિયન ડોલર ઈકોનોમી પર પહોંચી છે અને 2024 સુધીમાં 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમી થનાર છે.ખરાબ જોનાર લોકો ખરાબ જ જોવે છે. ખરાબ જોનારા લોકો અને જેને ખરાબ જોવુ છે તેઓની સામે ન જુઓ.આજે ભારતમાં સૌથી વધુ ડોકટરો,એન્જિનિયર છે અને ભારતમાં હાલ 95 ટકા ઘરમા વીજળી છે તેમજ 2022 સુધીમાં તમામ લોકો પાસે ઘર હશે. હું દેશમાં 130 કરોડ લોકોને સમાવતા ભારતને 130 કરોડો લોકોનું વિશ્વનું સૌથી મોટું માર્કેટ જોવુ છું.આપણે આપણી ટેકનોલોજીથી તાજેતરમાં સુરક્ષા ક્ષેત્રે એક સારૂ કામ કરી શક્યા છીએ.

ભારત-ચીન સીમા પર સુરક્ષાને લઈને 45 ચોકી બનાવવાની હતી પરંતુ દીશા-સ્થળ વગર મોટો ખર્ચ થાય તેમ હતો ત્યારે સ્પેસ ટેકનોલોજીની મદદથી એવા ફોટા મેળવાયા કે જેના દ્વારા સરળતાથી આપણી સુરક્ષા ચોકી બનાવી શક્યા.અમિત શાહે વધુમાં કહ્યુ કે જીટીયુના વિદ્યાર્થીઓ વધુને વધુ રીસર્ચ પર ધ્યાન  આપે અને રીસર્સ  એન્ડ ડેવલપમેન્ટમાં પેટન્ટનો રેકોર્ડ બનાવાય.યુવાનો-વિદ્યાર્થીઓ શોર્ટ કર્ટ ન અપનાવે દેશને ઉપયોગી થાય તેવુ રીસર્ચ કરે અને કરિયર પસંદ કરે.

એબીવીપીને વીઆઈપી આમંત્રણ, કોલેજોના પ્રતિનિધિને નજર કેદ કર્યા 

જીટીયુના કોન્વોકેશનમાં એક બાજુ એબીવીપીના વિદ્યાર્થી નેતાઓને વીઆઈપી આમંત્રણ આપવામા આવ્યુ હતુ અને જેઓ અન્ય વીઆઈપી મહેમાના સાથે કોન્વોકેશનમાં બેઠા હતા ત્યારે બીજી જીટીયુની સૌથી વધુ ટેકનિકલ કોલેજો એવી ડિપ્લોમા કોલેજોના સંચાલક મંડળના પ્રતિનિધિને યુનિ.ની સૂચનાથી નજર કેદ કરવામા આવ્યા હતા.સંચાલક મંડળના હોદ્દેદારે ફરિયાદ કરી હતી કે મારી પાસે જીટીયુનું જ કોન્વોકેશનનુ ઈન્વીટેશન કાર્ડ  હતું અને હું એક કોલેજ પ્રતિનિધી તરીકે જીટીયુના કોન્વોકેશનમાં સારી ભાવનાથી આવ્યો હતો પરંતુ મને જીટીયુના કહેવાથી પોલીસ દ્વારા નજર કેદ કરી દેવાયો હતો.મને કોન્વોકેશનમાં અંદર જવા દેવાયો ન હતો. પોલીસે આઈબીના કંઈક શંકાસ્પદ પ્રવૃતિ કરવાના ઈન્પુટ્સથી કોલેજ મંડળ પ્રતિનિધિને અંદર પ્રવેશવા દીધા ન હતા અને બહાર જ બેસાડી રાખ્યા હતા.બીજી બાજુ કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે જીટીયુ સરકારની સંસ્થા નથી ,સ્વાયત્ત સંસ્થા છે તેમાં રાજકીય પ્રવૃત્તિઓ થતી હોય તેમ એબીવીપીને આમંત્રણ અપાય છે તો પછી એનએસયુઆઈને કેમ નહી .યુનિ.માટે દરેક વિદ્યાર્થી સંગઠન સરખા હોવા જોઈએ.

ગૃહમંત્રીએ ભાષાનું ગૌરવ લેવા કહ્યુ પણ કુલપતિનું જ અંગ્રેજીમાં ભાષણ

જીટીયુના કોન્વોકેશનમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહે જ્યાં એક બાજુ આપણી ભાષાનું ગૌરવ કરવા કહ્યુ ત્યાં બીજી બાજુ જીટીયુના કુલપતિએ જ તેમનુ ભાષણ અંગ્રેજીમાં આપ્યુ હતુ અને જીટીયુની સિદ્ધીઓનું વર્ણન અંગ્રેજીમા કર્યુ હતું.  જીટીયુના કુલપતિએ મોટા ઉપાડે અંગ્રેજીમા ભાષણ કર્યા બાદ દીક્ષાંત પ્રવચન આપવા ઉભવા થયેલા અમિત શાહે આપણી રાષ્ટ્રભાષાનું ગૌરવ કરવા અને વિદેશી ભાષાને આપણા ઉપર હાવી ન થવા દેવા કહ્યુ હતું.

READ ALSO

Related posts

ચંદ્રશેખર આઝાદ : મિત્ર પાસે પૈસા નહોતા તો કહ્યું ‘હું સરેન્ડર કરી દઉં તારું ઘર ચાલી જશે’

Mayur

ફિલ્મી સીન! પ્રેમિકાના લગ્નમાં અચાનક આવી ચડ્યો માથાફરેલ પ્રેમી, મંડપમાં જ ન કરવાનું કરી નાંખ્યુ

Bansari

Women’s T20 World Cup: ભારતીય મહિલા ટીમનો તરખાટ, સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડને આપી કરારી હાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!