GSTV
Home » News » શિવસેનાને ભૂલથી પણ ના આપતા ટેકો, મહારાષ્ટ્રમાંથી કોંગ્રેસની વોટબેંકે સોનિયાને આપી આ સલાહ

શિવસેનાને ભૂલથી પણ ના આપતા ટેકો, મહારાષ્ટ્રમાંથી કોંગ્રેસની વોટબેંકે સોનિયાને આપી આ સલાહ

મુસ્લિમોની સંસ્થા મહારાષ્ટ્રની જમિયત ઉલેમા-એ-હિંદે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને એવી અપીલ કરી હતી કે મહારાષ્ટ્રમાં શિવસેના સાથે હાથ મિલાવીને સરકાર રચવા પહેલાં વિચાર કરજો હોં કે…ભાજપ સાથે છેડો ફાડી ચૂકેલી શિવસેના એનસીપી અને કોંગ્રેસ સાથે સરકાર રચવાના હવાતિયાં મારી રહી છે ત્યારે મુસ્લિમોની આ સંસ્થાએ કોંગ્રેસ પ્રમુખને શિવસેના સાથે હાથ મિલાવવા સામે ચેતવ્યાં હતાં.

કોંગ્રેસ માટે ઘાતક અને જોખમી સાબિત થશે

શિવસેના પહેલેથી કટ્ટર હિન્દુવાદી સંસ્થા ગણાય છે અને મુસ્લિમોની વિરુદ્વ છે. એ યાદ રાખીને જમિયતે આ અપીલ કરી હતી. જમિયતના અધ્યક્ષ અર્શદ મદનીએ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે શિવસેના સાથે હાથ મિલાવીને મહારાષ્ટ્રમાં સરકાર રચવાનો નિર્ણય કોંગ્રેસ માટે ઘાતક અને જોખમી સાબિત થશે એ તરફ આપનું ધ્યાન ખેંચી રહ્યો છું. છેલ્લાં 70 વર્ષથી કોંગ્રેસે મુસ્લિમોના તારણહાર હોવાનો ડોળ ઘાલ્યો હતો અને મુસ્લિમોની વોટબેંક બનાવી હતી.

આઠવલેએ આપી છે આ ફોર્મ્યુંલા

દરમિયાન, રિપબ્લિકન પક્ષના નેતા રામદાસ આઠવલેએ ભાજપ અને શિવસેનાની સરકાર રચવા માટે નવી ફોર્મ્યુલા રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું ભાજપ ત્રણ વર્ષ માટે અને શિવસેના બે વર્ષ માટે મુખ્ય પ્રધાન પદ ભોગવવાની યોજના ઘડીને રાજ્યમાં સરકાર રચી શકે છે.

આજની બેઠક કાલ પર ટળી

મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે સરકાર રચવાની પ્રક્રિયા પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે… સોમવારે શરદ પવાર અને સોનિયા ગાંધી વચ્ચે યોજાયેલી બેઠક બાદ હવે આજે દિલ્હીમાં મળનારી એનસીપી અને કોંગ્રેસ વચ્ચેની બેઠક ફરી એક વખત ટળી ગઇ છે. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મજંયતિને કારણે બંને પક્ષો વચ્ચેની બેઠક મુલતવી રહી છે. બેઠકમાં એનસીપી તરફથી અજિત પવાર, જયંત પાટિલ, પ્રફુલ્લ પટેલ તેમજ કોંગ્રેસ તરફથી પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચવ્હાણ, અશોક ચવ્હાણ અને બાળાસાહેબ થોરાટ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેવાના હતા. હવે આ બેઠક આવતીકાલે યોજાય તેવી શક્યતા છે. પહેલા એવું મનાઇ રહ્યું હતું કે પવાર અને સોનિયા વચ્ચેની બેઠક બાદ મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઇને કોઇ અંતિમ નિર્ણય આવી શકે છે પરંતુ હજુ એવા કોઇ અણસાર દેખાતા ન હોવાથી શિવસેનાના નેતાઓનો ઉચાટ વધી રહ્યો છે.

Related posts

CAA, NRC અને EVM વિરોધમાં બુધવારે ભારત બંધનું એલાન, ટ્વીટર પર હૈશટેગ વૉર

Pravin Makwana

ફાંસી રોકવાના હવાતિયાં, હવે અક્ષયે દાખલ કરી ક્યૂરેટિવ પિટીશન

Pravin Makwana

એશિયા કપને લઈને ભારત- પાકિસ્તાન આમને સામને, BCCIએ લીધો આ નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!