GSTV

ચૂંટણીમાં ટીકિટ માટે સંઘમાં ન જોડાઓ, એકમાત્ર મોદી અને શાહને સહારે હવે ચૂંટણીઓ ન જીતાય

દિલ્હી ચૂંટણીમાં ભાજપની હાર બાદ સંઘ હવે પલટવાર કર્યો છે સાથે ભાજપને એક સારી શીખ આપી છે. સંઘ હંમેશાં ભાજપને સલાહ આપતો આવ્યો છે. આજે પણ ભાજપમાં સંઘનું પ્રભુત્વ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના અંગ્રેજી મુખપત્ર ઓર્ગેનાઈઝરમાં લખવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ હમેશા ભાજપની મદદ કરી શકતા નથી. ભાજપે સંગઠનનું ફરીથી પુર્નગઠન કરવું પડશે, જેથી વિધાનસભા સ્તરની ચૂંટણી માટે સ્થાનિક નેતા તૈયાર કરી શકાય. મોદી અને શાહના ભરોસે ચૂંટણીમાં ભાજપને છેલ્લા 3 વર્ષથી ભારે ફટકો પડી રહ્યો છે. સ્થાનિકમાં મોદી અને શાહની રણનીતિ ફેલ જઈ રહી છે. ભાજપે મનોમંથન કરવાની હવે જરૂર છે.

દિલ્હી યુનિટ સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યું

ઓર્ગેનાઈઝરમાં સ્પષ્ટ સંદેશ છે કે, દિલ્હી યુનિટ સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યું. જે રીતે તમે આપે 62 બેઠકો જીતીને વિપક્ષનો સફાયો કર્યો, તેને જોતા ભાજપે રુટ લેવલે ફેરફાર કરવા પડશે. ઝારખંડના રાંચીમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજર રહેલા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે મહત્વનું નિવેદન કર્યું હતું. મોહન ભાગવતે કહ્યું હતું કે રાષ્ટ્રવાદ શબ્દમાં હિટલર અને નાઝીના જર્મનીનું સ્મરણ થાય છે. એના બદલે આપણે રાષ્ટ્રીય શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. આ સ્પષ્ટ સંદેશ છે કે, ભાજપે દેશમાં ચૂંટણી જીતવા માટે રણનીતિ બદલવાની જરૂર છે. ભાજપ એકમાત્ર હિન્દુત્વના સહારે દેશમાં રાજ નહીં કરી શકે.

તો સંઘની શાખામાં ન આવતા

મોહન ભાગવતે સંઘના કાર્યકરોને ટકોર કરતા કહ્યું હતું કે જેમને ચૂંટણીમાં ટિકિટ મેળવવી છે અને એ લાલચથી સંઘની શાખામાં આવતા હોય તો ન આવે. કોઈ પદની લાલસામાં સંઘમાં જોડાનારા કાર્યકરો માટે અહીં કોઈ જગ્યા નથી. સંઘ પાસેથી કંઈક મેળવવાની ગણતરીએ નહીં, પરંતુ સંઘને કંઈક આપવાની ગણતરી આવે એવા કાર્યકરોનું સંઘ સ્વાગત કરશે. તેમણે વિશ્વના બદલાતા વાતાવરણ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે આજના વિશ્વ સમક્ષ ગ્લોબલ વોર્મિંગ એ સૌથી મોટી સમસ્યા છે. તે ઉપરાંત કટ્ટરપંથી આતંકવાદીઓ સામે લડવાનું પણ એટલું જ જરૂરી છે. આ સમસ્યા સામે લડવા માટે ભારત વિશ્વને રાહ બતાવી શકે તેમ છે. સંઘ પ્રમુખે ઉમેર્યું હતું કે બધા દેશવાસીઓએ માનવતા સાથે જીવવું જોઈએ. એ માટે દેશદાઝ આવશ્યક છે. સંઘ તેમના કાર્યકરોને એ જ પાઠ ભણાવે છે.

READ ALSO

Related posts

લોકડાઉન : ગલી, મહોલ્લા કે ચોરામાં ટોળે વળીને ઉભા રહ્યા તો વિડિયો આધારે દાખલ થશે ઈ એફઆરઆઈ

Nilesh Jethva

દિલ્હીમાં ગંગારામ હોસ્પિટલના તબીબો Coronaના ભરડામાં, 108 તબીબોને હોમ ક્વોરંટાઈન કરાયા

Bansari

આ દેશમાંથી આવી ખુશખબરી, કોરોના વેક્સિનનું ટ્રાયલ સફળ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!