જો તમે પણ ગૂગલ પર સર્ચ કરીને કસ્ટમર કેરનો નંબર શોધી રહ્યાં હોવ તો આમ કરવાનું બંધ કરવું જોઈએ. કારણ કે ઘણીવાર આ રીતે તમે સાઈબર ક્રિમિનલ્સના હાથે ચઢી જાવ છો. જે તમારું બેંક અકાઉન્ટ ખાલી કરી શકે છે. આવી જ એક ઘટના આગ્રાના મોહિત શર્મા સાથે બની હતી. તેમના અકાઉન્ટમાંથી આરોપીઓએ 92 હજાર ઉપાડી લીધા હતા. તેમણે આ અંગે સાઈબર સેલને ફરિયાદ કરી છે. એક માહિતી અનુસાર, મોહિત શર્મા લોહિયા નગરના કમલા નગર ખાતે રહે છે.

લિંક ઓપન કરતા ખાતામાંથી ગાયબ થયા 92 હજાર
પીડિત મોહિતે સાઈબર સેલને જણાવ્યું કે, તેણે ગૂગલ સર્ચ એન્જિનથી બેંકના કસ્ટમર કેરનો નંબર મેળવ્યો હતો. તેની પર ફોન કર્યા બાદ તેને સામેથી ફોન આવ્યો હતો. તેની સાથે કસ્ટમર કેર પર જેમ વાત થાય છે તે અંદાજમાં જ વાત કરવામા આવી. આ આરોપીઓએ તેને એક લિંક મોકલી અને તેને ઓપન કરતા જ બેંક સાથે જોડાયેલી તમામ માહિતી મળી જશે તેમ જણાવ્યું હતું. તે લિંક ઓપન કરતા જ તેને અમુક સમયમાં માહિતી મળી જશે તેમ જાણ કરવામા આવી. પરંતુ અમુક સમયમાં જ ખાતામાંથી 92 હજાર કપાઈ ગયા હતા. જે પછી તે તાત્કાલિક બેંક ગયો અને પહેલા તો અકાઉન્ટ બંધ કરાવડાવ્યું હતું.
મોહિતે બેંકને સવાલ કર્યો કે તેના પૈસા ક્યાં ટ્રાન્સફર થયા તો જાણ થઈ કે, આ રકમ બિહારના કોઈ ખાતામાં ટ્રાન્સફર કરવામા આવ્યા છે. જે પછી મોહિતે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી અને કેસ સાઈબર સેલમાં પહોંચ્યો.
READ ALSO
- BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન
- દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !
- ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ
- UGCનો માસ્ટરપ્લાન/ દેશમાં વિદ્યાર્થીઓ એક સાથે મેળવી શકશે 2 ડિગ્રીઓ, નવી શિક્ષણનીતિના થશે મોટા ફાયદાઓ
- ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરાયું પરીક્ષાનું શૈક્ષણિક કેલેન્ડર