GSTV

હેલ્થ ટિપ્સ / ડેન્ગ્યુના તાવથી ના થાવ ભયભીત, તજજ્ઞો પાસેથી જાણો રિકવર થવાના સરળ ઉપાય

Last Updated on September 25, 2021 by Zainul Ansari

કોવિડ -19 સંક્રમણની સાથે જ હાલ ડેન્ગ્યુ તાવના પણ કેસ સામે આવી રહ્યા છે. નિષ્ણાતો અને તજજ્ઞોના મત મુજબ જો તમે ડેન્ગ્યુ તાવને હળવાશમા લેશો તો તે તમારા માટે જીવલેણ સાબિત થઇ શકે છે. વરસાદની ઋતુમાં ડેન્ગ્યુનું જોખમ ખુબ જ વધુ વધી જાય છે. ડેન્ગ્યુ એ એક એવા પ્રકારનો વાયરસ છે, જે એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે.

ડેન્ગ્યુ

આ બાબતો અંગે રાખવી વિશેષ સાવચેતી :

જ્યારે તમે ડેન્ગ્યુના શિકાર બનો ત્યારે તાવ, તીવ્ર માથાનો દુ:ખાવો, થાક, શ્વાસ લેવામાં તકલીફ અને ઉલટી જેવી ઘણી તકલીફો થાય છે. એક આયુર્વેદિક નિષ્ણાતના જણાવ્યા મુજબ જો તમને ડેન્ગ્યુનો તાવ આવે તો તમારે અમુક પ્રકારની વિશેષ સાવચેતી રાખવી જોઈએ. ઓ તમે સાવચેતીઓ રાખશો તો તમારી રિકવરી ઝડપી બનશે. આ માટે તમારે આવનાર સમયમા ચોક્કસ આહાર, જીવનશૈલી અને આદતોનું પાલન કરવું જોઈએ. ડેન્ગ્યુનો તાવ ઉતર્યા પછી તમારે થોડા દિવસો માટે આ ડાયટને અનુસરવી જોઈએ.

શક્ય તેટલો આરામ કરો :

ડેન્ગ્યુના દર્દીઓએ શક્ય તેટલો આરામ કરવો જોઈએ. વધુમાં વધુ આરામ કરવાથી રિકવરી રેટ તેજ રહે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત રહેશે. ડેન્ગ્યુના તાવ દરમિયાન રોગપ્રતિકારક શક્તિ ઘટે છે માટે આ સમય દરમિયાન શક્ય તેટલો વધુ આરામ કરવાની આદત કેળવવી.

દરરોજના 3 થી 4 લિટર પાણીનું કરો સેવન :

આ સમય દરમિયાન તમે દરરોજનું 3-4 લીટર પાણી પીવાની આદત કેળવો. આ સિવાય તમે ખાંડ વગરના ફળોનો રસ પણ પી શકો છો. તરલ પદાર્થોના સેવનથી તમારો રિકવરી રેટ સારો રહેશે. આ માટે તમે નારિયેળ પાણી, લીંબુ પાણી, વરિયાળીનું પાણી આ બધી વસ્તુઓનુ સેવન પણ કરી શકો છો.

ડેન્ગ્યુ

શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ ?

આમળા, કિવિ, નારંગી અને અનાનસ જેવા સાઇટ્રસ ફળોનું નિયમિત સેવન કરો. આ સિવાય દાડમ અને પપૈયું પણ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે. આ ઉપરાંત હળવો અને ઘરે બનાવેલો ખોરાક ખાવાનો વધુ પડતો આગ્રહ રાખવો. આ સિવાય તમે ભોજનમાં ખીચડી અને મગની દાળનો સૂપ પણ લઈ શકો છો. પ્રોસેસ્ડ ફૂડના સેવનને શક્ય તેટલું ટાળો.

વ્યાયામ કરો :

જ્યારે તમારો તાવ ઉતરી જાય ત્યારે સૂર્યપ્રકાશમાં થોડો સમય કસરત કરો જેથી તમને વિટામિન ડી મળી શકે. આહાર સંતુલિત કરો, સફેદ ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ટાળો. ડેન્ગ્યુ ફરી પાછો આવી શકે છે કારણકે, તેની ઘણી જુદી-જુદી જાતો આવેલી છે.એટલા માટે એ મહત્વનું છે કે, તમે તમારી જાતને મચ્છરોથી બચાવો, જેથી તમે ભવિષ્યમાં આવનાર સ્વાસ્થ્યને લગતા જોખમને ટાળી શકો.

Read Also

Related posts

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari

કોરોનામાંથી સાજા થયેલા લોકોમાં વાળ ખરવાની સમસ્યા, આ પદ્ધતિની સારવાર લઈ રહ્યા છે લોકો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!