GSTV
Gujarat Government Advertisement

ખાલી પેટ ભૂલથી પણ ન ખાશો આ 4 વસ્તુઓ, આ વર્ષે નવરાત્રીનું વ્રત રાખવું પડકાર સમાન

Last Updated on October 20, 2020 by Mansi Patel

નવરાત્રીમાં આ વખતે ખાણી-પાણીને લઇને વધારે સતર્ક રહેવાની જરૂરત છે અને ખાલી પેટ એવા ફૂડ્સનું સેવન કરવું જોઇએ જે તમારી હેલ્થ અને ઇમ્યૂનિટીને પ્રોત્સાહન આપે. ઇમ્યૂનિટી વધારનારા ફૂડ્સ કેટલાય છે. આ વર્ષે નવરાત્રીનો સમય દર વર્ષ જેટલો સામાન્ય નથી. આ વર્ષે નવરાત્રીમાં દેશ કોરોના વાયરસ સામે લડી રહ્યો છે અને આપણે આપણા સ્વાસ્થ્યને લઇને વધારે સતર્ક છીએ. અમે આપણા ખાણી-પીણી અને સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપી રહ્યા છીએ. અત્યારના સમયમાં આપને મજબૂત ઇમ્યૂન સિસ્ટમ અને એનર્જીની સખત જરૂર છે. કારણ કે નવરાત્રીમાં ફાસ્ટના કારણે સાત્વિક જ ભોજન લેવામાં આવે છે. એવામાં નવરાત્રી ડાયેટ પ્લાનને લઇને ઘણું સતર્ક રહેવું પડે છે. આ વર્ષે નવરાત્રીનું વ્રત રાખવું પડકાર સમાન છે.

ખાલી પેટ ખાવાની તમારા ડાયઝેશનને થશે અસર

કેટલીક વસ્તુઓ એવી છે જેને ખાલી પેટ ખાવાથી ન માત્ર તમારા ડાયઝેશનને અસર થાય છે પરંતુ તમારી ઇમ્યૂનિટી પણ વીક થઇ શકે છે. શું તમે એવા ફૂડ્સ વિશે જાણો છો. નવરાત્રીમાં ફાસ્ટ દરમિયાન કેટલીક વસ્તુઓનું સેવન તમારા માટે નુકશાનદાયી સાબિત થઇ શકે છે. અહીં એવા ફૂડ્સની યાદી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે શું ખાલી પેટ ખાઇ શકાય છે અને શું નહીં?

ખાલી પેટ ભૂલથી પણ ન ખાશો આ 4 વસ્તુઓ

કૈફીનનું સેવન ન કરશો

જો તમે ખાલી પેટ અથવા વ્રત દરમિયાન ચા અથવા કૉફીનું વધારે સેવન કરી રહ્યા છો તો આ તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે. કોરોના વાયરસ દરમિયાન ઇમ્યૂનિટીને વીક કરનાર ફૂડ્સની યાદીમાં એક ચા અને કૉફી પણ સામેલ છે. ખાલી પેટ ચા પીવાથી પેટમાં કબજિયાત, ગેસ્ટ્રિક અને એસિડિટીની સમસ્યા થઇ શકે છે. તેની જગ્યાએ તમે જ્યુસ અથવા કોઇ પણ હેલ્ધી ડ્રિન્ક લઇ શકો છો.

શુગરનો વધુ ઉપયોગ

નવરાત્રીમાં કેટલાય પ્રકારના સ્વીટ પકવાન બનતા હોય છે અને જો તમે તેને ઉપવાસ દરમિયાન ખાઇ રહ્યા છો તો ધ્યાન રાખો. કારણ કે ખાલી પેટ વધારે પ્રમાણમાં સ્વીટ ખાવું તમારા હેલ્થની સાથે કેટલીય બીમારીઓનો શિકાર બની શકે છે. શુગર માટે તમે મધનો ઉપયોગ કરી શકો છો. જો તમે ખાંડનો ઉપયોગ કરી પણ રહ્યા છો તો ઓછા પ્રમાણમાં જ કરો.

ખાટા ફળ

ખાટા ફળ વિટામિન સીનો સારો સ્ત્રોત હોય છે. તેમાં સંતરા, મૌસંબી, લીંબૂ, કીવી જેવા ફળ સામેલ છે. શક્ય છે કે તમને આ ફળ ખૂબ જ પસંદ હોય અને હોય પણ કેમ નહીં તેમા સ્વાસ્થ્યનો ખજાનો છે, પરંતુ શું તમે જાણો છો કે ખાલી પેટ તેને લેવાથી આ તમને ફાયદાની જગ્યાએ નુકશાન પહોંચાડી શકે છે. હકીકતમાં ખાટ્ટા ફળ એટલે કે સાઇટ્રસ ફ્રૂટ્સ એસિડિક હોય છે.

વધારે સ્વીટ

જો તમે ફાસ્ટ કરી રહ્યા છો અને વધારે પ્રમાણમાં મીઠાનો ઉપયોગ કરી રહ્યા છો તો પણ આ સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે. નવરાત્રીના વ્રતમાં કેટલાક લોકો મીઠું જરા પણ ખાતા નથી, તો કેટલાક લોકો માત્ર પીવાની વસ્તુઓ જ લે છે. તેનાથી શરીરમાં નબળાઇ આવે છે. તમે થોડાક પ્રમાણમાં સિંધવ મીઠાનું સેવન કરી શકે છે. વ્રત દરમિયાન સલાડ, પત્તાદાર શાકભાજીઓ અને પર્યાપ્ત માત્રામાં ફળ અને જ્યુસનું સેવન કરતા રહો.

Gujarat Government Advertisement

Related posts

કોરોનાની ત્રીજી લહેરના ભય વચ્ચે ખુશખબર, બાળકોને કોરોના સંક્રમણથી બચાવી શકે છે આ રસીઃ સંશોધનમાં થયો આ ખુલાસો

Harshad Patel

વસુંધરા ભારે પડશે/ રાજસ્થાનમાં એકલા કોંગ્રેસમાં નહીં ભાજપમાં પણ ડખો, દિલ્હીથી અરૂણ સિંહને દોડાવવા પડયા

Bansari

OMG! એટીએમમાંથી 1400 રૂપિયા ઉપાડવા ગઈ મહિલા, બેલેન્સ ચેક કરતા ખબર પડી અબજો રૂપિયા પડ્યા છે અકાઉન્ટમાં

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!