GSTV

હેલ્થ અલર્ટ / દૂધ સાથે આ વસ્તુનું સેવન કરતા હોય તો આજે જ બંધ કરી દેજો, બોડીમાં થઇ શકે છે રિએક્શન

Last Updated on September 21, 2021 by Zainul Ansari

દૂધને સંપૂર્ણ આહારની શ્રેણીમાં રાખવામાં આવે છે. તેમા એન્ટીઓક્સિડન્ટ્સ, વિટામિન, ખનિજ, પ્રોટીન, ગુડ ફેટ, એમીનો એસિડ, કેલ્શિયમ, વિટામિન ડી, મેગ્નેશિયમ, લેક્ટોસ વગેરે હોય છે, જે એક સ્વસ્થ શરીર માટે જરૂરી છે. તેથી આયુર્વેદમાં દૂધ સાથે બીજી કોઇ વસ્તુનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવી છે. દૂધ સાથે, તેના પહેલા અથવા તેના પછી કોઈ વસ્તું ન લેવી જોઇએ.

પરંતુ ઘણા લોકો દૂધ સાથે કેળા, બ્રેડ બટર વગેરે જેવી વસ્તુનું સેવન કરે છે. આયુર્વેદ મુજબ આ યોગ્ય નથી. દૂધ સાથે કેટલાક ફૂડ કોમ્બિનેશન્સ બિલકુલ ફિટ નથી બેસતા. તેથી જો તમે આ વસ્તુનું સેવન દૂધ સાથે કર્યું તો મુશ્કેલીમાં પડી શકો છે. તેના સાઇડ ઇફેક્ટ થઈ શકે છે. ચાલો એ ફૂડ આઇટમ્સ વિશે જાણીએ જેને દૂધ સાથે, તેના પહેલા અથવા પછી ન લેવાની સલાહ આપવામાં આવે છે.

માછલી અને દૂધ

માછલીને દૂધ અથવા દહીં, બંને સાથે ન લેવી જોઇએ. તેનાથી પેટમાં દુ:ખાવો, ફૂડ પોઇઝિંગ અને કોઢ જેવી સમસ્યા થઈ શકે છે.

બ્રેડ બટર અને દૂધ

ઘણા લોકો સવારના નાશ્તાના સમયે બ્રેડ બટર સાથે દૂધ લે છે. પરંતુ બ્રેડ અને બટર, બંને જ વસ્તુ દૂધ સાથે લેવી યોગ્ય નથી. આયુર્વેદ મુજબ પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને ફેટની વધુ માત્રા એકસાથે ન લેવી જોઇએ, તેનાથી પેટમાં ભારેપણું લાગે છે. જ્યારે બટર ખારુ હોય છે. દૂધ સાથે ખારી વસ્તુનું સેવન કરવાથી દાદ, ખંજવાળ, સોરાયસિસ વગેરેનું જોખમ વધે છે. તેથી દૂધ સાથે તળેલું પણ ન ખાવું જોઇએ.

દહીં અને દૂધ

ઘણા લોકો દૂધ સાથે દહીંનું સેવન કરે છે. દહીં ભલે દૂધથી બનેલી હોય, પરંતુ તેને ક્યારેય સાથે ન લેવા જોઇએ. તેનાથી એસિડિટી, ગેસ અને વોમિટની સમસ્યા થઈ શકે છે અને ડાયજેશનની સમસ્યા થઈ શકે છે. દહીં ખાધાના એક કલાક પછી દૂધ પી શકો છો.

મૂળા અથવા ખાટા ફલ અને દૂધ

જો તમે મૂળાનું સેવન કર્યું છે તો તેના પછી દૂધ ન પીવો. મૂળા અને દૂધ વચ્ચે અંદાજે 8 કલાકનું અંતર હોવું જોઇએ. મૂળા ખાધા પછી દૂધ પીવાથી સ્કિન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. ઉપરાંત જાંબુ, લીંબુ, નારંગી, મોસંબી, કરોંદા અને આમલા વગેરે ખાટી વસ્તુ સાથે અથવા તેના પછી દૂધનું સેવન ડાયજેશન ખરાબ થવાનું કારણ બની શકે છે અને પેટમાં દુ:ખાવાની સમસ્યા થઈ શકે છે.

અડદની દાળ

અડદની દાળ અને દૂધનું પણ કોઈ મેળ નથી. તેની વચ્ચે લાંબુ અંતર હોવું ખૂબ જ જરૂરી છે. નહીંતર પેટ ખરાબ થઈ શકે છે. તેનાથી તમને કબ્જિયાત, પેટમાં દુ:ખાવો વગેરેની સમસ્યા થઈ શકે છે.

Read Also

Related posts

કામની વાત/ LPG સિલિન્ડરમાં કોઇ સમસ્યા હોય તો મળશે પૂરા 50 લાખનો ફાયદો! ફટાફટ જાણો કેવી રીતે

Bansari

ખુશખબર/ હવે આ મહિલા કર્મચારીઓને મળશે 2 દિવસની Period Leave, અહીં જાણો તમામ જાણકારી

Damini Patel

છેલ્લાં કેટલાંય વર્ષોથી ગ્રંથપાલની ભરતી ન થતા ડિગ્રીધારકોની સ્થિતિ કફોડી, વારંવાર રજૂઆત કરતા બેરોજગારો અકળાયાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!