GSTV
Gujarat Government Advertisement

RBIની ચેતવણી : આંખના પલકારામાં ખાતું થઇ જશે ખાલી, આ App ડાઉનલોડ કરી હોય તો તરત જ ડીલીટ કરી દો

Last Updated on February 18, 2019 by Karan

જો તમે મોબાઇલ ફોન અથવા નેટ બેન્કિંગનો ઉપયોગ કરતાં હોય તો સાવધાન થઇ જાઓ. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ પ્લેસ્ટોર અને એપસ્ટોર પર રહેલી એનીડેસ્ક એપ (Any Desk App)ને ડાઉનલોડ કરવાથી ઇનકાર કરી દીધો છે. આરબીઆઇએ જણાવ્યું કે આ એપ તમારા બેન્ક એકાઉન્ટ અને વૉલેટમાં રહેલા પૈસાને મિનિટોમાં ઉડાવી શકે છે.

આરબીઆઇનું કહેવું છે કે પાછલાં કેટલાંક દિવસોથી યૂપીઆઇ પ્લેટફોર્મ પર લેણ-દેણ કરનારાઓ સાથે છેતરપિંડી થઇ હોવાના કેસ વધી રહ્યાં છે. હેકર્સ મોબાઇલ ફોનને રિમોટ એક્સેસ પર લઇને બેન્ક એકાઉન્ટ માંથી પૈસા ઉડાવી રહ્યાં છે.

આરબીઆઇએ બેન્કને આપ્યાં આદેશ

આરબીઆઇએ બેન્કોને આદેશ આપ્યાં છે કે તે લોકોને એની ડેસ્ક એપ દ્વારા થતી છેતરપિંડીને લઇને જાગૃત કરે. કારણ કે મોટાભાગના લોકો ઓનલાઇન ટ્રાન્જેક્શનથી જ લેણ-દેણ કરી રહ્યાં છે. તેવામાં લોકોએ તેનાથી બચવું જરૂરી છે.

આરબીઆઇએ જણાવ્યા અનુસાર આ એપને ડાઉલોડ કરવાની ભલામણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવે છે. એપ ડાઉનલોડ કર્યા બાદ તમને એક 9 ડીજીટનો કોડ મળે છે. તે બાદ છેતરપિંડી કરનારાઓ તમારી પાસે આ કોડ માંગશે. તે પછી એપ પર તમારી પાસે પરમિશન માગવામાં આવશે. જેવું તમે અપ્રુવ કરશો તો તમારા ફોનનું રિમોટ એક્સેસ હેકરને મળી જશે. તે પછી તે મોબાઇલમાં પહેલાંથી જ રહેલી બેન્કિંગ એપથી તમારા પૈસા ગાયબ કરી દેશે. જણાવી દઇએ કે આરબીઆઇની આ એલર્ટ ફક્ત યુપીઆઇ જ નહી પરંતુ અન્ય પેમેન્ટ એપ્સ પર પણ લાગુ થાય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

શું તમારા લાઈસન્સ કે આરસીબુકની વેલીડીટી પૂર્ણ થઈ ગઈ છે તો જલ્દી કરો આ છે છેલ્લી તારીખ, પછી રહી જશો!

pratik shah

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!