GSTV

કેટલી કસરત કરવી ? / વધુ પડતી એક્સરસાઈઝ ન થઈ જાય એ જાણવાની ટેકનિક IITGNના સંશોધકોએ શોધી

Last Updated on November 29, 2021 by GSTV Web Desk

નિયમિત કસરત એ આ ઝડપી વિશ્વમાં સ્વસ્થ જીવન જીવવાની એક રીતોમાંથી એક છે, પરંતુ ભાગ્યે જ લોકો પોતાની વ્યાયામ ક્ષમતા વિશે જાણતા હોય છે અને તેના પરિણામે વધુ પડતી કસરત કરી લે છે. કેટલીકવાર તે તંદુરસ્ત જીમ વપરાશકર્તાઓ અને ચાલવાની સમસ્યાઓ ધરાવતા વ્યક્તિઓ (જે ચાલતી વખતે વધુ પડતા ઉર્જા ખર્ચથી પીડાય છે)માં કાર્ડિયાક ઓવરલોડથી જીવલેણ અકસ્માતોનું કારણ પણ બની શકે છે. વ્યક્તિની વ્યાયામ ક્ષમતાની પરિવર્તનશીલ પ્રકૃતિને જોતાં, બે બાબતોની ખાતરી કરવા માટે વ્યક્તિગત કસરતની તીવ્રતા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે: 1) કસરતથી થતો લાભ અને (2) કોઈપણ જીવલેણ અકસ્માતોની શક્યતાઓ ઘટાડવી. સામાન્ય રીતે, વ્યાયામના સ્તર વિશે નિર્ણયો ટ્રેનર્સ અથવા ચિકિત્સકો દ્વારા લેવામાં આવે છે જેઓ વ્યક્તિના હ્રદય અને શારીરિક ક્ષમતાઓનું બારીકાઈથી નિરીક્ષણ કરે છે અને કસરત પ્રોટોકોલનું નિયમન કરે છે. પરંતુ દરેક કસરત વખતે ટ્રેઈનર કે નિષ્માત સાથે હોય એ જરૃરી નથી, શક્ય પણ નથી.

તો પછી શું કરવુ, તેનો ઉપાય આઈઆઈટી ગાંધીનગર (IITGN)ના સંશોધકોએ શોધ્યો છે. IITGNના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર ઉત્તમા લાહિરીના નેતૃત્વમાં સંશોધકોની એક ટીમે વર્ચ્યુઅલ રિયાલિટી (VR)-આધારિત ટ્રેડમિલ એક્સરસાઇઝ પ્લેટફોર્મ –‘PTreadX’વિકસાવ્યું છે, જે વ્યક્તિના શરીરની સ્થિતિ મુજબ ટ્રેડમિલ કસરત કરવાનો વિકલ્પ પુરો પાડે છે. આ સુવિધા દ્વારા કસરકકરનારને બહુ વધારે આકરા નહીં અને સાવ સહેલા નહીં એવા પડકારો આપે છે.

આ ઇનોવેશન કેવી રીતે કામ કરે છે અને તેના ફાયદા:

‘PTreadX’માં વર્ચ્યુઅલ રિયાલિટી-આધારિત ઇમર્સિવ ટાસ્ક મોડ્યુલ્સને ટ્રેડમિલ-આધારિત કસરતો સાથે સંકલિત કરવામાં આવેલા છે, જે વ્યક્તિના કાર્ડિયાક લોડને વાસ્તવિક સમયમાં મોનિટર કરે છે અને વપરાશકર્તાને કોઈપણ અયોગ્ય તાણ અથવા નુકસાન પહોંચાડ્યા વિના કાર્ડિયાક સહનશક્તિને સુધારવા માટે કસરતના પરિમાણો સેટ કરવામાં મદદ કરે છે. તે એક ફિઝિયોલોજી-સેન્સેટિવ સિસ્ટમ તરીકે કામ કરે છે જેનું કાર્ય અથવા વર્તન વપરાશકર્તાના શારીરિક માપદંડો અને આરામ સ્તર પર નિર્ભર કરે છે. સમગ્ર સિસ્ટમ વપરાશકર્તાની શારીરિક વર્તણૂકને સમજે છે અને વપરાશકર્તા દ્વારા કરવામાં આવનાર કસરતના પડકાર સ્તરને સ્વાયત્તપણે નક્કી કરે છે. પડકારનું સ્તર વિવિધ સ્વરૂપોનું હોઈ શકે છે, જેમ કે ટ્રેડમિલની ઝડપમાં ભિન્નતા, ઊંચાઈ વગેરે.

સિસ્ટમનું વર્ચ્યુઅલ રિયાલિટી-આધારિત કાર્ય મોડ્યુલ વિવિધ વર્ચ્યુઅલ દ્રશ્યો/પર્યાવરણ રજૂ કરે છે અને તેના માર્ગ પર એક માનવ અવતાર પ્રદર્શિત કરે છે જેની ચાલવાની અથવા દોડવાની ઝડપ ટ્રેડમિલ પર ચાલતા/દોડતા વપરાશકર્તાની ઝડપ જેટલી હોય છે. તે ટ્રેડમિલ પરના વપરાશકર્તાના પ્રદર્શનના આધારે ઑડિયો-વિઝ્યુઅલ ફીડબેકની સાથે સાથે ટ્રેડમિલ સ્પીડ, એનર્જી વપરાશ, ધબકારાનીગતિ વગેરે જેવી અન્ય માહિતી પણ બતાવે છે.

આ શોધ IITGNના ભૂતપૂર્વ પીએચડી વિદ્યાર્થી ડો. ધવલ સોલંકીના પીએચડી સંશોધનનો એક ભાગ હતો, જેની સાથે IITGNના ડિઝાઈન અને ઈનોવેશન સેન્ટરના આસિસ્ટન્ટ ટીચિંગ પ્રોફેસર માનસી કનેતકર, ઈન્ડસ્ટ્રીયલ ડિઝાઈનર નીરવકુમાર પટેલ, અને જુનિયર રિસર્ચ ફેલો આનંદ ચૌહાણ પણ જોડાયા હતા. આ શોધ ટેક્નોલૉજીના સફળ પરીક્ષણોએ દર્શાવ્યું છે કે ટ્રેડમિલ કસરતની વાસ્તવિક સમયે, વ્યક્તિગત અને પ્રગતિશીલ ચાલની દેખરેખ અને પ્રમાણના પરિણામે ‘PTreadX’પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કસરત કરતી વ્યક્તિઓમાં કાર્ડિયોવેસ્ક્યુલર સહનશક્તિ, ચાલવાની ક્ષમતા,ચાલવાની ઝડપઅને ગતિ સંતુલનમાં સુધારો થયો છે. આ પ્લેટફોર્મ વ્યક્તિને તેના શરીરની મર્યાદાઓ અનુસાર મધ્યમ કસરતનું પાલન કરવામાં મદદ કરે છે જેથી વધુ પડતી કસરતને કારણે ઇજાઓ અથવા મૃત્યુનું જોખમ ઘટે છે.

આ ઈનોવેશનની ઉપયોગીતા વિશે વાત કરતાં, પ્રોફેસર ઉત્તમા લાહિરી, પ્રોફેસર, ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગે જણાવ્યું કે, “’PTreadX’સ્વાસ્થ્ય પ્રત્યે સભાન જિમ/ટ્રેડમિલ યુઝર્સ અને ગેઈટ ડિસઓર્ડર (ચાલવાની સમસ્યાઓ) ધરાવતા વ્યક્તિઓ માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. અમારો હેતુ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત અને વ્યાયામના ઉત્સાહી લોકોની સાથે સાથે ચાલપુનર્વસનની જરૂરિયાતવાળા દર્દીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે.” સંશોધન ટીમે આ ઇનોવેશન અને તેની પદ્ધતિ માટે ભારતીય પેટન્ટ પણ ફાઇલ કરી છે. વધુમાં, આ સંશોધનના પરિણામો બે આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત કરવામાં પણ થયા છે.

Read Also

Related posts

જાણવા જેવુ / કોરોનાના ત્રણ પ્રકારના હોય છે દર્દીઓ, જાણો કોને કેવી રાખવી પડશે સાવચેતી…?

GSTV Web Desk

ચિંતાનો વિષય / શીત-યુદ્ધની સંભાવના બની પ્રબળ, બ્રિટને આપી રશિયા અને ચીન પ્રમુખને સ્પષ્ટ ચેતવણી

GSTV Web Desk

ગંભીર આડઅસર / ઓમીક્રોન શરીરના આ ભાગને બનાવે છે નબળો, જાણો શું કહે છે તજજ્ઞો?

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!