આવો આજે તમને કંગના અને આર્યન સાથે મળાવીએ. હાલમાં તે ઉજ્જૈનમાં છે અને ગધેડાના મેળામાં રહે છે. તેમની બોલી લગાવાઈ રહી છે. કંગના અને આર્યન, બંનેની કિંમત 34 હજાર લગાવામાં આવી છે. તથા તેમને ઈંટો ઉંચકવાનું કામ કરવાનું છે. ચોંકી ન જતાં, વાત થઈ રહી છે ગધેડાની, જે હાલમાં ઉજ્જૈનમાં ગધેડાના મેળામાં સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

હકીકતમાં જોઈએ તો, ઉજ્જૈનમાં ગધેડાના મેળાની પરંપરા છે. ગત વર્ષે કોરોનાના કારણે આ મેળો યોજાયો નહોતો. પણ આ વખતે મેળો ભરાયો છે. મેળામાં જે ગધેડા આવે છે, તેમના રસપ્રદ નામો હોય છે. એક ગધેડાનું નામ કંગના છે, તો બીજાનું નામ આર્યન છે. વેક્સીન નામનો ગધેડો પણ અહીં છે. કંગના અને આર્યનને એક ઈંટ ભઠ્ઠાના વેપારીએ 34 હજારમાં ખરીદ્યો છે. વેક્સિન નામના ગધેડાની કિંમત 14 હજાર રૂપિયા છે. અહીં કેટલીય જાતના આપને ગધેડા મળી જશે. તેમાં અમુક ઘોડા પણ છે. ભૂરી નામની ઘોડી અને બાદલ નામનો ઘોડો છે. જેની કિંમત એક લાખથી વધારે લાગી છે. આ મેળામાં ખરીદતા જાનવરને વજન ઉચકવા માટે ઉપયોગમાં લેવાય છે.

ગધેડા પાંચ હજારથી 30 હજાર રૂપિયામાં વેચાય છે
હકીકતમાં, ઉજ્જૈનના કાર્તિક મેળાના મેદાનમાં દર વર્ષે ગધેડાનો મેળો ભરાય છે. આ વર્ષે મેળો 15 નવેમ્બરથી શરૂ થયો હતો. મેળો ભરાય તે પહેલા જ ઉજ્જૈનમાં ગધેડા આવવા લાગ્યા. ખરીદનાર અને વેચનાર બંને ઉજ્જૈન પહોંચી ગયા હતા. ઉજ્જૈન ઉપરાંત આજુબાજુના જિલ્લાઓ અને મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા રાજ્યોના જિલ્લાઓમાંથી પણ લોકો આવે છે. વર્ષોથી, આ મેળો યોજાય છે જે દેવ પ્રબોધિની એકાદશીથી કારતક માસની પૂર્ણિમા સુધી ચાલે છે.

આ વર્ષે મેળો 20 નવેમ્બર સુધી ચાલ્યો હતો. મેળામાં ગધેડાની કિંમત ઉંમર પ્રમાણે નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે ગધેડા પાંચ હજારથી 30 હજાર રૂપિયામાં વેચાય છે. મેળામાં પણ કોરોનાની અસર જોવા મળી છે. તેમાં ગધેડાની સંખ્યા વર્ષોથી ઘટી રહી છે.
READ ALSO
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ