ગધેડાના કારણે ખુલ્યું વર્ષો જૂનું ઊંડુ રહસ્ય, અચાનક સામે આવી ‘રહસ્યમયી દુનિયા’ની હકીકત

ઈજીપ્તના એલેક્ઝાન્ડ્રીયામાં વર્ષો પહેલા એક ગધેડાના કારણે એવી રહસ્યમયી દુનિયા સામે આવી હતી, જેને જોઈને લોકો અચંબિત થયા હતાં. લોકોને લાગતુ હતુ કે આ રહસ્ય હંમેશા રહસ્ય રહીં ગયુ છે, પરંતુ આ એક ગધેડાએ રહસ્ય પરથી પડદો ઉઠાવી લીધો હતો.

ખરેખર, સ્થાનિક લોકોનું માનવુ છે કે રસ્તામાં ચાલતા-ચાલતા અચાનક એક ગધેડો ખાડામાં પડી ગયો, જેને બહાર કાઢવા માટે ગધેડાના માલિકે ખાડાને વધુ ખોદ્યો. આ દરમ્યાન તેને ખાડામાં એક મોટુ કાણુ જોવા મળ્યું. આ કાણાને મોટુ કર્યુ તો અંદરનો નજારો જોઈને તેના હોશ ઉડી ગયાં.

ગધેડાના માલિકે એક એવા કબરનુ સંશોધન કર્યુ હતું, જે વર્ષોથી દુનિયાથી છુપાયેલુ હતું. આ કબરનુ નામ છે કોમ એલ શોકાફાની કબર. સ્થાનિક લોકો મુજબ, કોમ એલ શોકાફાની કબર હંમેશા માટે ગુમ થઈ હતી, પરંતુ આખરે તેનું સંશોધન વર્ષ 1900માં થયું.

પુરાતત્વવિદ્દે જ્યારે આ કબરની વાસ્તવિકતા જાણવા માટે ખોદકામ શરૂ કર્યુ તો જાણવા મળ્યું કે આ કબર ગ્રીક-રોમનના વખતનુ સૌતી મોટું કબ્રસ્તાન રહ્યું હતું, જેનુ નિર્માણ બીજી શતાબ્દીમા કરવામાં આવ્યું હતું.

પુરાતત્વવિદ્દોને આ કબર અંગે એવુ પણ જાણવા મળ્યું કે અહીં પહેલા ફક્ત એક જ પરીવારના લોકોના મૃતદેહોને દફનાવવામાં આવતા હતાં, પરંતુ બાદમાં આ પરંપરાને બદલી નાખવામાં આવી અને બીજા લોકોના મૃતદેહોને પણ દફનાવવામાં આવ્યાં. જણાવાઈ રહ્યું છે કે અહીં દફનાવવામાં આવેલા કેટલાંક મૃતદેહો આજે પણ સુરક્ષિત છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter