GSTV

ખરી આત્મનિર્ભરતા: મનમોહન સિંહે જે આત્મનિર્ભરતાનો પરચો બતાવ્યો હતો, મોદી સરકારે હતા ત્યાંને ત્યાં લાવી મુક્યા

Last Updated on April 30, 2021 by Harshad Patel

કોરોના મહામારી રહેતાં ભારતે પોતાની 16 વર્ષ જૂની પરંપરા બદલવી પડી છે. કોરોનાસંકટને કારણે ઓક્સિજન અને મેડિકલ સિસ્ટમ બગડ્યા પછી ભારત વિદેશોથી ભેટ, દાન અને મદદ સ્વીકાર કરી રહ્યો છે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ ભારતની તરફેણમાં આ બદલાવનો બચાવ કર્યો છએ. તેમણે ગુરુવારે સ્પષ્ટ કર્યું છે કે આ મુશ્કેલીના સમયમાં લોકોની જરૂરિયાતોને પૂરી કરવા માટે જો બની શકે તે તમામ ભારત કરવા તૈયાર છે.

નાગરિકોની આવશ્યકતાઓની પૂર્તિ કરવા માટે જે પણ કરી શકીએ તમામ કરીશું

આ પહેલી વખત છે કે મોદી સરકારના કોઈ વરિષ્ઠ સરકારી અધિકારીએ વિદેશી સરકારોથી સહાયતા મેળવવા અને સ્વાસ્થ્ય સંકટની સ્થિતિમાં ચીનથી આપત્કાલિન ચિકિત્સા આપૂર્તિ ખરીદવાની ભારતની રણનીતિક પગલાંનો બચાવ કર્યો છે. અમે તેને એક એવી સ્થિતિના સંદર્ભે જોઈ રહ્યા છીએ કે જે બહુ અસામાન્ય છે. અમે હાલના સમયમાં અમારા નાગરિકોની આવશ્યકતાઓની પૂર્તિ કરવા માટે જે પણ કરી શકીએ તમામ કરીશું.

અમેરિકા ભારતને એસ્ટ્રાજેનેકાની વેક્સિનની 2 કરોડ ડોઝ આપશે

સૂત્રોનું કહેવું છે કે અમેરિકાના બાઈડન પ્રશાસને ભારતને એસ્ટ્રાજેનેકાની વેક્સિનની 2 કરોડ ડોઝ આપવાના છે. આગલા સપ્તાહે એન્ટિવાયરલ દવા રેમડેસિવિરના 20 હજાર કોર્સ ભારત આવશે. બાઈડન પ્રશાસન રો મટીરિયલ મોકલાવે છે તેનાથી 5 લાખ ડોઝ કોવિશિલ્ડના બનવામાં મદદ મળશે. અમેરિકા ઓક્સિજન ઉત્પાદન માટે 17 પ્લાન્ટની આપૂર્તિ પણ કરવા ઈચ્છે છે.

ઓક્સિજન

દુનિયાભરના 40 દેશો ભારતને કોરોના સંકટ સામે લડવા મદદ કરવા તૈયાર

અમેરિકા રશિયા જાપાન બ્રિટેન જેવા શક્તિશાળી દેશો સહિત દુનિયાભરના 40 દેશો ભારતને કોરોના સંકટ સામે લડવા મદદ કરવા અને મેડિકલી સપ્લાય આપૂર્તિ માટે મદદ કરવાની જાહેરાત કરી છે. કેટલાય દેશો ઓક્સિજન અને મેકિડલ સપ્લાયની મદદ પહોંચાડી પણ ચૂક્યાછે. બાંગ્લાદેશ અને ભૂતાન પણ ભારતને કોરોના સંકટ સામે લડવામાં મદદ કરશે. બાંગ્લાદેશ એન્ટિવાયરલ દવાઓની 10 હજાર શીશી અને 30 હજાર પીપીઈ કીટ મોકલાવશે.

ભારત સરકારે પોતાની 16 વર્ષ જૂની નીતિ બદલવી પડી રહી

હકિકતે ભારત કોરોના મહામારીના ભયાનક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. દરરોજ રેકોર્ડ બ્રેક નવા કેસ સાથે મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. હોસ્પિટલોમાં ઓક્સિજનનો અભાવ જોવા મળી રહ્યો છે. ભારતીય નાગરીકો બેહાલ બની ગયા છે. ભારત સરકારે પોતાની 16 વર્ષ જૂની નીતિ બદલવી પડી રહી છે. જ્યારે કે મનમોહનસિંહ યુપીએ સરકારમાં પ્રધાનમંત્રી રહેતાં કહ્યું હતું કે ભારત પોતાના દમ પર આપત્તિઓથી લડવા માટે સક્ષમ છે. તેને બહારની કોઈ મદદની જરૂર નથી. પરંતુ હાલના કોરોના સંકટ રહેતા ભારત સરકારે પોતાનું વલણ બદલવું પડ્યું છે. હવે રાજ્ય સરકારો પણ વિદેશી એજન્સીઓ અને બહારના દેશોથી મદદ લઈ શકે છે. ઇમરજન્સી મેડિકલી ઈક્વિપમેન્ટ ખરીદી શકે છે. તેમના રસ્તામાં કેન્દ્ર નહીં આવે.

યુપીએ સરકારે વિદેશી સ્રોતોથી મદદ નહીં લેવાનો નિર્ણય લીધો હતો

મોદી સરકારના આ પગલાં 16 વર્ષ જૂની નીતિઓથી તદ્દન ઉલટા છે. ભારત પોતાની આત્મનિર્ભરતાથી સ્વયં ઉભરતી એક છબી પર જોર આપે છે. છેલ્લા 16 વર્ષથી નીતિમાં આ મોટો બદલાવ છે. કારણ કે મનમોહનસિંહના નેતૃત્વવાળી યુપીએ સરકારે વિદેશી સ્રોતોથી મદદ નહીં લેવાનો નિર્ણય લીધો હતો.

મહામારી રહેતાં દુખદ સ્થિતિ પેદા થઈ

વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે મહામારી રહેતાં દુખદ સ્થિતિ પેદા થઈ ગઈ છે. ભારત કોઈ પણ નીતિના સંદર્ભમાં પોતાના સહયોગીઓ પાસેથી મેડિકલી સપ્લાય અને મદદ માટે મોં ધોવા નહીં જાય. આ એક એવી દુનિયા છે જ્યાં બધાએ એક બીજાની સથે મળીને કામ કરે છે. ભારત પહેલા દુનિયાભરના દેશોને હાઈડ્રોક્સિક્રોક્વાઈન અને કોરોના વેક્સિન ઉપલબ્ધ કરાવી ચૂક્યો છે. ભારતે 80થી વધુ દેશોમાં લગભગ 6.5 કરોડ વેક્સિન મોકલાવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ધર્મ / ખૂબ જ ખાસ છે આ વર્ષનું કરવા ચોથ: સૂર્યદેવની પણ રહેશે વિશેષ કૃપા, નોંધી લો પૂજાનું શુભ મુહૂર્ત

Zainul Ansari

રસીકરણ / દેશના 51 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામા ભારત સફળ, જાણો ક્યારે થશે આખો દેશ સંપૂર્ણપણે વેક્સીનેટ…?

Zainul Ansari

પેટ્રોલ અને ડીઝલની નહીં રહે કોઈ ‘કિંમત’, 2030 સુધીમાં ‘પાણી’ પર ચાલશે બસ-ટ્રક!

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!