GSTV

ટ્રમ્પનો અમદાવાદમાં હાઉડી મોદી જેવો કાર્યક્રમ યોજાશે કે નહીં, થઈ ગયો છે આજે મોટો ખુલાસો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ફેબ્રુઆરી માસમાં ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ટ્રમ્પ ભારત મુલાકાત દરમ્યાન અમદાવાદમાં હ્યુસ્ટનમાં આયોજિત હાઉડી મોદી જેવા કાર્યક્રમમાં સંબોધન કરી શકે છે. ત્યારે હાઉડી ટ્રમ્પના કાર્યક્રમને લઈને સ્થળ પસંદગી સહિતની કામગીરીઓ શરૂ થઈ છે. આજે મહાપાલિકાના કમિશનર વિજય નહેરા અને મુખ્ય સચિવ અનિલ મુકિમ વચ્ચે મોટેરા સ્ટેડિયમ ખાતે બેઠક યોજાઇ હતી.

હાઉડી મોદી જેવો કાર્યક્રમ અમદાવાદમાં યોજવા માટે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. મહત્વનું છે કે ફેબ્રુઆરીમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ભારત આવી રહ્યા છે. પીએમ મોદીએ હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં સંબોધન કર્યુ હતુ. જે દરમ્યાન મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનુ આયોજન એવા સમયે કરવામાં આવી રહ્યુ છે. જ્યારે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી આવી રહી છે. હાઉડી મોદી જેવો કાર્યક્રમ કરી ટ્રમ્પ અમેરિકામાં વસતા ભારતીય અને ગુજરાતીઓને આકર્ષવાની કોશિશ કરશે.

READ ALSO

Related posts

ટીવી ફ્રિજ ખરીદો અને મેળવો સ્માર્ટફોન મફત, સેમસંગની આ છે ધમાકેદાર ઓફર

pratik shah

IPL 2020/ રોયલ્સને હરાવીને હૈદરાબાદે આશા જીવંત રાખી, ત્રણ ટીમોના થયા એકસરખા પોઈન્ટ

Pravin Makwana

રાજ્યના શહેરમાં બાળકો માટે તૈયાર કરવામાં હૃદય રોગ માટેની અદ્યતન હોસ્પિટલ, દેશ વિદેશના લોકો લઈ શકશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!