GSTV
Home » News » અમે બંને મળીને દુનિયાની તમામ મુશ્કેલીઓ દૂર કરી શકીએ છીએ: ટ્રમ્પ

અમે બંને મળીને દુનિયાની તમામ મુશ્કેલીઓ દૂર કરી શકીએ છીએ: ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ વચ્ચે બીજિંગ ખાતે વૈશ્વિક પરિદ્રશ્યને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ વાતચીત થઈ છે. ટ્રમ્પે જણાવ્યુ છે કે, જિનપિંગ અને તેઓ બંને સાથે મળીને દુનિયાની તમામ મુશ્કેલીઓને દૂર કરી શકે તેમ છે.

અમેરિકાના 45મા રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની એશિયાની પહેલી યાત્રા પર ચીન પહોંચ્યા છે. ટ્રમ્પ હાલ ચીનની ત્રણ
દિવસની મુલાકાતે છે. મુલાકાતના પ્રથમ દિવસે બીજિંગ ખાતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલિનિયા ટ્રમ્પનું
ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉત્તર કોરિયા અને દક્ષિણ ચીન સાગર મામલે અમેરિકા અને ચીન વચ્ચેના તણાવ વચ્ચે ટ્રમ્પ અને
જિનપિંગ વચ્ચે લંબાણપૂર્વકની વાતચીત થઈ છે.

ટ્રમ્પે જિનપિંગને વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, હું આશા કરું છું કે આગામી કેટલાક વર્ષો સુધી અમારી સફળતા અને દોસ્તીથી માત્ર અમારી મુશ્કેલીઓ જ નહીં ઉકેલાય, પરંતુ દુનિયાની તકલીફો અને મોટા ખતરાઓ તથા સુરક્ષા સાથે જોડાયેલી સમસ્યાઓ પણ દૂર થશે. મને લાગે છે કે અમે આમાની મોટાભાગની મુશ્કેલીઓનું સમાધાન કરી લઈશું અને કદાચ તમામ તકલીફો દૂર કરી દઈશું.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીતમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે કહ્યુ છે કે, અમેરિકા અને ચીનના સંબંધોમાં નવો ઈતિહાસ રચાવાની શરૂઆત થઈ રહી છે. ચીન અમેરિકા સાથે પારસ્પરિક સમ્માનની સાથે કામ કરવા ચાહે છે. આનાથી બંને દેશોને ફાયદો થશે. અમે પરસ્પર સહયોગ વધારવા અને અંતર મિટાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવા ઈચ્છીએ છીએ.

દક્ષિણ કોરિયાની મુલાકાત વખતે ટ્રમ્પે બીજિંગને આકરો સંદેશો આપ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે જણાવ્યુ હતુ કે, તમામ જવાબદાર દેશોએ ઉત્તર કોરિયાને અલગ-થલગ પાડવામાં મદદ કરવી જોઈએ. જો તમે સમર્થન નથી કરી શકતા, તો તમે નિકાસ પણ નહીં કરી શકો. ટ્રમ્પે ચીન અને રશિયા સહીતના તમામ દેશોને ઉત્તર કોરિયા પર લગાવાયેલા યુએનએસસીના પ્રતિબંધોને સંપૂર્ણપણે લાગુ કરવાનું આહ્વાન કર્યું હતું.

 

Related posts

30 વર્ષ સુધી મિસ્ત્ર પર શાસન કરનારા રાષ્ટ્રપતિનું નિધન, વર્ષો સુધી જેલમાં જીવન ગુજાર્યુ

Pravin Makwana

ખંભાતમાં અશાંતધારો લાગુ કરાયો : સીએમ રૂપાણીએ આપી આ ચીમકી, રાજ્ય પોલીસવડા પહોંચ્યા

Nilesh Jethva

દિલ્હીમાં પોલીસ બની લાચાર : 10 લોકોનાં મોત, 156 લોકો ઘાયલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!