GSTV

કોરોના વાયરસ વુહાનની લેબમાંથી ફેલાયો હતો તેના પુરાવાં હાથ લાગ્યાં : ટ્રમ્પ

કોરોના

Last Updated on May 2, 2020 by Bansari

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની લેબને વધુ એક વખત કોરોનાના ફેલાવા માટે જવાબદાર ગણાવી હતી. ડોનાલ્ડ  ટ્રમ્પે કહ્યું હતું કે તેમની પાસે પુરતા પુરાવા છે કે કોરોના વુહાનની લેબમાં જ બન્યો હતો, પરંતુ અત્યારે એ અંગે તે વધુ કોઈ જ વિગત જણાવી શકશે નહીં.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના બાબતે સતત ચીનને જવાબદાર ગણે છે. તેમણે વધુ એક વખત વ્હાઈટ હાઉસમાં મીડિયાને સંબોધતી વખતે કહ્યું હતું કે ચીનની વુહાનની લેબમાંથી  જ કોરોના વાયરસ ફેલાયો હતો. એ અંગેના પૂરતા પુરાવાં પણ હાથ લાગ્યાં છે, પરંતુ હાલ પૂરતું એ અંગે વધુ માહિતી આપવાની તેમને મનાઈ કરવામાં આવી છે.

ટ્રમ્પે ચીન ઉપર નવેસરથી ટેરિફ લગાડવાના સંકેત પણ આપ્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે આગામી દિવસોમાં સરકાર મહત્વના નિર્ણયો જાહેર કરશે.

ટ્રમ્પ

પ્રમુખ ટ્રમ્પે ચીન ઉપર એવો આરોપ પણ લગાવ્યો હતો કે ચીન તેને પ્રમુખ તરીકે વધારે જોવા ઈચ્છતું નથી. ટ્રમ્પે કહ્યું હતું : ચીન પાસેથી મેં છેલ્લાં વર્ષોમાં અબજો ડોલરની આયાત ડયૂટી વસૂલી હોવાથી ચીન નથી ઈચ્છતું કે વર્ષના અંતે થનારી ચૂંટણીમાં હું વિજેતા બનું. મારા પહેલાં એક પણ પ્રમુખે ચીન પાસેથી આટલો ચાર્જ વસૂલ્યો ન હોવાથી ચીન અકળાયું છે. ચીને આપણાં દેશને અત્યાર સુધી કશું જ આપ્યું નથી. મેં સત્તા સંભાળી પછી મેં સરખી ડીલ માટે પહેલ કરી હતી. જેટલું તમે વેંચો છો એટલું જ તમે ખરીદો એવી નીતિ ચીનને માફક આવતી નથી.

વિપક્ષ ડેમોક્રેટિક પાર્ટીએ ટ્રમ્પના આવા વલણની ટીકા કરી હતી. ડેમોક્રેટિક પાર્ટીના નેતા ડેનિયલવિસેલે કહ્યું હતું કે ટ્રમ્પ માટે અમેરિકન નાગરિકોની હેલ્થ બીજા ક્રમે આવે છે અને પહેલા ક્રમે પોલિટિક્સ આવે છે. કારણ કે ચીનની નીતિ અપનાવીને ટ્રમ્પ તેમની ખરી જવાબદારીમાંથી છટકી રહ્યા છે. ટ્રમ્પ ચીન અંગેની નીતિમાં નબળા સાબિત થયા છે અને સાથે સાથે પબ્લિક હેેલ્થની બાબતમાં પણ નબળા પૂરવાર થયા છે.

Read Also

Related posts

બીજા લગ્ન કરવા માટે નિર્દયી પિતાએ 11 વર્ષની દીકરીને અનાથાશ્રમમાં ત્યજી દીધી, હવે 70 વર્ષના દાદી કરી રહ્યા છે ભરણપોષણ

Pritesh Mehta

પરિસ્થિતિ અતિ ગંભીર : ઑસ્ટ્રેલિયામાં ડેલ્ટા વૅરિયન્ટથી ફફડાટ, સિડનીમાં લૉકડાઉન લાગુ કરવા લશ્કર કરાયું તૈનાત

pratik shah

આસામ-મિઝોરમ સરહદ વિવાદ: બંને રાજ્યોની પોલીસ વચ્ચે થયેલ ફાયરિંગમાં બાદ વધ્યો સંઘર્ષ, જીવનજરૂરી વસ્તુઓની સપ્લાય બંધ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!