GSTV

ડોનાલ્ડ ટ્રમ્પ સંરક્ષણ ક્ષેત્રે પાંચ કરાર પર હસ્તાક્ષર કરશે, 25 હજાર કરોડ ડોલરના સોદાઓ થવાની શક્યતા

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સૌપ્રથમ ભારત પ્રવાસ માટે અમેરિકાથી રવાના થવાના કેટલાક કલાક પહેલાં જ ટ્વીટ કરી જણાવ્યું કે ‘ભારતમાં મારા મહાન મિત્રોને મળવા માટે આતુર છું.’ તેમના 36 ક્લાકના ભારત પ્રવાસ દરમિયાન અમેરિકા સાથે ભારતની ટ્રેડ ડીલની સંભાવનાઓ અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. જોકે, ટ્રમ્પના આ પ્રવાસમાં ભારત અને અમેરિકા વચ્ચે 25 હજાર કરોડ ડોલરના સંરક્ષણ સોદાઓ થવાની વ્યાપક સંભાવનાઓ છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ પ્રવાસમાં સંરક્ષણ ક્ષેત્રે પાંચ કરાર પર હસ્તાક્ષર કરશે તેમ માનવામાં આવે છે. ટ્રમ્પની ટ્વીટના જવાબમાં વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરતાં લખ્યું હતું કે તેઓ પણ ભારતમાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પને આવકારવા માટે આતુર છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલેનિયા ટ્રમ્પ સાથે બે દિવસના ભારત પ્રવાસ માટે અમેરિકાથી રવાના થઈ ગયા છે. તેઓ આ પ્રવાસ પૂર્વે જર્મનીમાં રાત્રી રોકાણ કરશે અને અમદાવાદમાં સવારે 11.40 કલાકે ઉતરાણ કરશે. ટ્રમ્પ અમદાવાદથી આગરા જવાના રવાના થશે અને ત્યાંથી દિલ્હી પહોંચશે, જ્યાં 25મી ફેબુ્રઆરીને મંગળવારથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તાવાર પ્રવાસની શરૂઆત થશે. મંગળવારે ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થશે.

અમેરિકાથી રવાના થતાં પહેલાં ટ્રમ્પે ‘બાહુબલી-2 ધ કન્ક્લુઝન’ ફિલ્મનો વીડિયો રીટ્વીટ કર્યો હતો અને લખ્યું હતું કે ભારતમાં મારા મહાન મિત્રોને મળવા માટે ખૂબ જ આતુર છું. ટ્રમ્પે કેટલાક દિવસ પહેલાં કહ્યું હતું કે તેના આ ભારત પ્રવાસમાં ટ્રેડ ડીલ થવાની સંભાવનાઓ નથી. જોકે, વ્હાઈટ હાઉસે જણાવ્યું હતું કે મોદી અને ટ્રમ્પ વચ્ચેની દ્વિપક્ષીય વાટાઘાટોમાં પાંચ કરારો પર હસ્તાક્ષર માટેની તૈયારીઓ ચાલી રહી છે. આ બેઠકમાં ભારત અને અમેરિકા વચ્ચે 25 હજાર કરોડ રૂપિયાના સંરક્ષણ સોદા થવાની સંભાવના છે.

પાંચ કરાર પર હસ્તાક્ષર

વોશિંગ્ટનમાં એક વરિષ્ઠ અિધકારીએ કહ્યું કે પ્રમુખ ટ્રમ્પ અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો મજબૂત અને સૃથાયી બનાવવા માટે જઈ રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન આિર્થક અને ઊર્જા ક્ષેત્રમાં કરાર જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. ટ્રમ્પના આ પ્રવાસ દરમિયાન ઓછામાં ઓછા પાંચ કરાર પર હસ્તાક્ષર માટે તૈયારીઓ ચાલી રહી છે. સરકારી સૂત્રો મુજબ આ કરારોમાં અંદાજે 25 હજાર કરોડ રૂપિયાના સંરક્ષણ સોદાઓ પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. કેન્દ્રીય મંત્રી મંડળની સંરક્ષણ સંબંધી સમિતિએ તાજેતરમાં જ નૌકાદળ માટે 24 રોમિયો મલ્ટીમિશન હેલિકોપ્ટર, હવાઈ દળ માટે છ અપાચે ફાઈટર હેલિકોપ્ટર અને છ પી-8 આઈ સમુદ્રી ટોહી વિમાન ખરીદવાના સોદાને મંજૂરી આપી છે. આ હેલિકોપ્ટર અને વિમાનોનો પુરવઠો 2023-24 સુધીમાં મરવાની સંભાવના છે. આ સિવાય ટ્રમ્પ મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ હેટળ એફ-18, એફ-15 ઈએક્સ આૃથવા એફ-16ના અપગ્રેડેડ વર્ઝન એફ-21ને સંયુક્તરૂપે બનાવવાની દરખાસ્ત પણ કરી શકે છે. બંને દેશોએ સંરક્ષણ ટેક્નોલોજી અને વેપાર પહેલ હેઠળ સાત પ્રોજેકટ્સને ઓળખી કાઢ્યા છે.

એચ1બી વિઝા મુદ્દે ભારતની ચિંતાઓ પર પણ ચર્ચાની સંભાવના

સૂત્રોએ જણાવ્યું કે બંને પક્ષોએ નિર્ણય કર્યો છે કે આ કરાર પર કોઈ ઉતાવળ કરવામાં નહીં આવે. આ મુદ્દે સ્વાભાવિક ગતિથી સંમતી બનાવવા પ્રયાસ કરાશે અને નાગરિકોના હિતોને ધ્યાનમાં રાખતા સંપૂર્ણ સંમતિ સધાયા પછી જ હસ્તાક્ષર કરાશે. આ કરારો પર હસ્તાક્ષર માટે કોઈ તારીખ નક્કી કરાશે નહીં. આ બેઠકમાં પ્રવાસી ભારતીયો ખાસ કરીને પ્રોફેશનલ યુવાનો માટે એચ1બી વિઝા અંગે ભારતની ચિંતાઓ, આતંકવાદના સામના, અફઘાનિસ્તાનની સિૃથતિ, ઊર્જા સંરક્ષણ વગેરે પર પણ ચર્ચા થઈ શકે છે. દરમિયાન અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ભારત રવાના થતાં પહેલાં કરેલી ટ્વીટના જવાબમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ‘ભારત પણ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા માટે આતુર છે. તેઓ આવતીકાલે અમારી સાથે હશે તે અમારા માટે સન્માનની વાત છે. તેમનો કાર્યક્રમ ઐતિહાસિક શહેર અમદાવાદથી શરૂ થશે.’ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ‘સમગ્ર ગુજરાત એક અવાજમાં બોલે છે – નમસ્તે ટ્રમ્પ’ ટ્વીટને રીટ્વીટ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને આવકાર્યા હતા.

ટ્રમ્પનો ‘બાહુબલી’ અવતાર વાઇરલ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના પ્રવાસે રવાના થવાના થોડાક કલાક પહેલાં એક તેમનો ‘બાહુબલી અવતાર’નો વીડિયો રીટ્વિટ કર્યો હતો, જે જોત-જોતામાં ખૂબ જ વાઈરલ થઈ ગયો હતો. ટ્વીટર પર વેરીફાઈ કર્યા વિનાની એક મહિલા યુઝર એસઓએલના ટ્વીટર એકાઉન્ટથી પોસ્ટ થયેલા વીડિયોને ટ્રમ્પે રી-ટ્વીટ કર્યો હતો. આ વીડિયોમાં ટ્રમ્પની તસવીરને બાહુબલીના પ્રભાષની ભૂમિકામાં સુપર ઈમ્પોઝ કરાઈ છે જ્યારે બેકગ્રાઉન્ડમાં ‘જિયો રે બાહુબલી’માં ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પની તસવીરને શિવગામીનીની ભૂમિકામાં રામ્યા કૃષ્ણનના ચહેરા પર ઈમ્પોઝ કરેલી દર્શાવાઈ છે. આ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરને કટપ્પા પર સુપર ઈમ્પોઝ કરાઈ છે. વીડિયોનો અંત ‘અમેરિકા અને ભારત યુનાઈટેડ’ સાથે થાય છે. ટ્રમ્પે આ વીડિયો રીટ્વીટ કર્યાના કલાકોમાં જ 10 લાખ લોકોએ તે શૅર કર્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા માટે આગરા સજ્જ થઈ ગયું

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સોમવારે આવકારવા માટે સમગ્ર આગરા શહેર એક નવવધુની જેમ શણગારવામાં આવ્યું છે. ખેરીઆ એરપોર્ટથી અમરવિલા હોટેલ અને તાજ મહલની આજુબાજુ સલામતી વ્યવસ્થા કડક બનાવી દેવાઈ છે તેમજ ટ્રમ્પને આવકારવા માટે રસ્તાઓ વિશાળ બીલબોર્ડ્સથી સજ્જ છે. ટ્રમ્પ અમદાવાદથી લગભગ બપોરે આગરા આવી પહોંચશે. શહેરી વ્યવસ્થા તંત્રે આગરાનો સૌથી સારો ચહેરો રજૂ કરવા માટેની બધી જ તૈયારીઓને અંતિમ ઓપ આપી દીધો છે. આગરાના ડિવિઝનલ કમિશનર અનિલ કુમારે કહ્યું કે ટ્રમ્પ સાંજે 4.30 વાગ્યે ખેરિઆ એરપોર્ટ આવી પહોંચશે, જ્યાં 350થી વધુ કલાકારો વૈવિધ્યપૂર્ણ નૃત્યોથી તેમનું સ્વાગત કરશે. અહીંથી તેઓ અમરાવતિ હોટેલ અને ત્યાંથી તાજ મહલ જશે. એરપોર્ટ પર રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમને આવકારશે. જોકે, ટ્રમ્પ પરિવારની તાજમહલની મુલાકાતમાં મુખ્યમંત્રી તેમની સાથે નહીં હોય. ટ્રમ્પના આગરા પ્રવાસન 13 કિ.મી.ના માર્ગ પર 3000થી વધુ જવાનો સાથે સખત સલામતી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

READ ALSO

Related posts

બજેટ 2021: આવકવેરા કલમ 80C હેઠળ કરની મર્યાદા 2.5 લાખ થાય, 2014થી નથી થયો બદલાવ

Sejal Vibhani

ફાયદાનો સોદો/ રિટાયરમેન્ટ સેવિંગ માટે SBIનું નવુ મ્યુચ્યુઅલ ફંડ, મળશે ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં વધુ રિટર્ન

Bansari

સિક્કીમમાં બોર્ડર પરની ઝડપમાં 20 ચીની સૈનિકો જખ્મી, ભારતીય સેનાએ આપ્યું આ નિવેદન

Karan
Do NOT follow this link or you will be banned from the site!