GSTV
Gujarat Government Advertisement

સીરિયામાં કેમિકલ અટેક બાદ અમેરિકા લાલઘુમ, કિંમત ચૂકવવા આપી ચેતાવણી

Last Updated on August 7, 2019 by Alap Ramani

સીરિયામાં કેમિકલ અટેક બાદ અમેરિકા લાલઘુમ થયું છે. અમેરિકાએ રશિયા અને ઈરાકને કેમિકલ હુમલાની કિંમત ચૂકવવા ચેતાવણી આપી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આરોપ છે કે કેમિકલ હુમલા માટે રશિયા અને ઈરાને સીરિયાને સાથ આપ્યો. કેમિકલ હુમલા બાદ અમેરિકાએ કાર્યવાહી કરતા સીરિયન સેનાના એરપોર્ટ પર મિસાઈલથી હુમલો કર્યો હતો.

સીરિયામાં કેમિકલ હુમલામાં 180 જેટલા લોકોના મોત બાદ આ હુમલો કરવામાં આવ્યો છે. કેમિકલ હુમલાની નિંદા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે.

મહત્વનું છે કે, ગત્ત દિવસે સીરિયાના પૂર્વીય ગોતાના બળવાખોરાના કબજા હેઠળના ડોમામાં કેમિકલ હુમલો કરવામાં આવ્યો હતો. જેમા 180થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. તબીબો અને બચાવકર્મીઓ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે આશંકા છે કે મૃતકોની સંખ્યામાં વધરો થઈ શકે છે.

આરોપ લગાવાયો છે કે હેલિકોપ્ટર દ્વારા વિષાક્ત નર્વ એજન્ટ સરીનવાળો બેરલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. જેના કારણે મોટી જાનહાની થઈ હતી.

 

Gujarat Government Advertisement

Related posts

ભેદી મૃત્યુ / એડલ્ટ સ્ટારનું રહસ્યમ રીતે મોત, ઇન્સ્ટાગ્રામ પર અપોલડ કરી હતી ટોપલેસ તસવીર

Zainul Ansari

નવો મોરચો/ 5 મીનિટમાં ભારતમાં એરસ્ટ્રાઈક કરી શકાય તે એરબેઝ પર પાકિસ્તાને જેએફ-17 ફાઇટર જેટને તૈનાત કર્યા

Harshad Patel

જ્ઞાનનું દાન/ એક હજાર વિદ્યાર્થીને સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયાર કરશે અમદાવાદના ડીસીપી રાજેશ ગઢિયા, 14 યુવાનોને PSI બનાવ્યા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!