GSTV

ડોનાલ્ડ ટ્રમ્પે ગાંધી આશ્રમની લીધી મુલાકાત, હ્રદય કુંજમાં મોદી બન્યા ગાઈડ

અમદાવાદ એરપોર્ટ પર ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયાનું પીએમ મોદી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં  આવ્યુ છે. પીએમ મોદી સ્વાગત દરમ્યાન ગળે મળ્યા હતા. જે બાદ ટ્રમ્પને એરપોર્ટ પર ગોર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતુ. તો બીજી તરફ એરપોર્ટ પર એક હજાર કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.  ટ્રમ્પ સાથે તેમના પત્ની ફર્સ્ટ લેડી મેલેનિયા પણ અમદાવાદ આવ્યા છે. અમદાવાદ એરપોર્ટથી તેઓ રોડ શો દ્વારા ગાંધી આશ્રમ જવા રવાના થયા હતા.

ગાંધી આશ્રમના પટાંગણમાં બંને રાષ્ટ્રના નેતાઓએ થોડી હળવી પળનો પણ આનંદ માણ્યો હતો. અદભૂત શાંતિનો અનુભવ કરાતા આશ્રમમાં બંને રાષ્ટ્રના નેતાઓએ થોડી વાર બેસી નિરાંતની પળ માણી હતી. તો ગાંધી આશ્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયાએ રેંટિયો કાંતવાનો પણ પ્રયાસ કર્યો હતો. મહાસત્તાના પ્રમુખ અને તેમના પત્ની નીચે ગાદી પર બેસીને રેંટિયો કાંતવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે પણ મોદીએ હળવા અંદાજમાં રહી રેંટિયો કાંતવામાં મદદ કરી હતી.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગાંધી આશ્રમ પહોંચ્યા. જ્યાં પીએમ મોદીએ ટ્રમ્પ અને મેલેનિયાનું સ્વાગત કર્યુ હતુ. પીએમ મોદીએ ટ્રમ્પને હદય કુંજમાં મહાત્મા ગાંધીના ઓરડામાં લઈ ગયા હતા. જ્યાં પ્રધાનમંત્રી મોદી મેલેનિયા અને ટ્રમ્પના ગાઈડ બન્યા હતા અને ગાંધીજી સાથે સંકળાયેલી તમામ વસ્તુઓ તેમને સમજાવી હતી.

અને આશ્રમ અંગેની માહિતી પીએમ મોદીએ ટ્રમ્પ અને મેલેનિયાને આપી હતી. સાથે જ અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચરખો પણ ફેરવ્યો હતો અને ગાંધી આશ્રમની બુકમાં પોતાના વિચારો પણ વ્યક્ત કર્યા હતા.

ગાંધીજીના ત્રણ સત્યના પ્રતીકો સમાન વાંદરાઓ નીહાળ્યા

સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને ગાંધીજીના ત્રણ વાંદરાઓ વિશે માહિતી આપી હતી. સફેદ રંગના આરસના આ વાંદરાઓ ખોટું ન બોલવું, ખોટું ન સાંભળવું અને ખોટું ન જોવુંના પ્રતીકો છે.

ગાંધી આશ્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયાનું સાદગીથી સ્વાગત કર્યા બાદ પીએમ મોદી અને ટ્રમ્પે ગાંધીજીની તસવીરને સૂતરની આંટી પહેરાવી હતી. અને ગાંધીજીની તસવીરને શ્રદ્ધાંજલિ આપી વંદન કર્યા હતા.

Related posts

VIDEO/ માથા પર કાચના ગ્લાસ અને તેના પર માટલુ રાખી અદ્ભૂત ડાંસ કરતો આ વીડિયો જોઈ લો !

Pravin Makwana

VIDEO/ માલિશ તો ઘણા પ્રકારના તમે જોયા હશે, પણ હાથી પાસે ક્યારેય માલિશ કરાવ્યું છે ખરૂ !

Pravin Makwana

VIDEO/ એક સાથે હજારો માછલીઓનો નાસ્તો કરતી વ્હેલ માછલી ક્યારેય જોઈ છે ખરી ! આ રહ્યો નમૂનો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!